તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Shivraj Singh Said The School college Will Open, But The Final Decision Will Be Taken After June 13

મધ્યપ્રદેશે લોકડાઉન 15 જૂન સુધી લંબાવ્યું:શિવરાજસિંહે કહ્યું- સ્કૂલ-કોલેજ ખુલશે, પરંતુ અંતિમ નિર્ણય 13 જૂન પછી લેવાશે

ભોપાલએક વર્ષ પહેલા
  • મધ્યપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 7645 થઇ, 334 લોકોના અત્યારસુધી મોત

મધ્યપ્રદેશમાં લોકડાઉન 15 જૂન સુધી ચાલશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં સ્કૂલ-કોલેજ ખુલશે પણ તે અંગે અંતિમ નિર્ણય 13 જૂન પછી લેવામા આવશે. કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને લોકડાઉન 15 દિવસ સુધી વધારવામા આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં અત્યારે સંક્રમિતોની સંખ્યા 7645 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 192 કેસ નોંધાયા છે. રાજ્યમાં 334 લોકોના અત્યારસુધી સંક્રમણથી મોત થયા છે જ્યારે 4269 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 

અન્ય સમાચારો પણ છે...