• Home
  • National
  • Shivraj Singh Chouhan Cabinet Expansion On Thursday (2nd July 2020), Vinay Sahasrabuddhe Visit Bhopal Today

MPમાં આવતીકાલે મંત્રીમંડળ વિસ્તરણ / આ પહેલા કંઈક તો રંધાઈ રહ્યું છે,શિવરાજે કેમ કહેવું પડ્યું કે, મંથન પછી અમૃત વહેંચવામાં આવે છે પણ વિષ તો શિવ જ પીવે છે

Shivraj Singh Chouhan Cabinet Expansion On Thursday (2nd July 2020), Vinay Sahasrabuddhe Visit Bhopal Today
X
Shivraj Singh Chouhan Cabinet Expansion On Thursday (2nd July 2020), Vinay Sahasrabuddhe Visit Bhopal Today

  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભાજપના પ્રદેશ પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે મંત્રીમંડળ રચનાનો નવો ફોર્મ્યુલા લઈને ભોપાલ આવશે
  • ફોર્મ્યુલા હેઠળ નવા ચહેરાઓને સામેલ કરાશે, વરિષ્ઠ ધારાસભ્યોને પણ એડજસ્ટ કરવામાં આવી શકે છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 03:20 PM IST

ભોપાલ. મધ્યપ્રદેશમાં શિવરાજની મિની કેબિનેટ બન્યાના 71 દિવસ પછી એટલે કે ગુરુવારે 2 જૂલાઈના રોજ મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે પોતે આ અંગે માહિતી આપી હતી. ગત વખતે પાંચ મંત્રીઓ વાળી મિની કેબિનેટે 21 એપ્રિલે શપથ લીધા હતા. નવી કેબિનેટમાં મંત્રીઓના નામ અંગે ચાલી રહેલી ખેંચતાણના સમાચારો અંગે બુધવારે મીડિયાએ શિવરાજને સવાલ કર્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે, જ્યારે પણ મંથન થાય છે, ત્યારે અમૃત નીકળે છે, અમૃત તો વહેંચાઈ જાય છે પણ વિષ તો શિવ પી જાય છે. 
કહેવાઈ રહ્યું છે કે શિવરાજ કેબિનેટમાં ઘણા વરિષ્ઠ અધિકારીઓને લેવા માંગે છે, જે તેમની ગત સરકારોમાં મંત્રી રહ્યા હતા, પરંતુ પાર્ટી સંગઠન નવા ચહેરાઓને તક આપવા માંગે છે. પાર્ટી આ અંગે કંઈક તો રંધાઈ રહ્યું છે. શિવરાજે મંગળવારે એક ટ્વિટ કર્યું હતું કે, આ પણ કંઈક એ તરફ ઈશારો કરી રહ્યું છે

 આનંદી બેન આજે શપથ લેશે, આવતીકાલે વિસ્તરણ 
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ આજે મધ્યપ્રદેશના પ્રભારી રાજ્યપાલ તરીકે શપથ લેશે. ત્યારબાદ આવતીકાલે નવા મંત્રીઓનો શપથ સમારોહ યોજાશે.

ભાજપના પ્રદેશ પ્રભારી મંત્રીમંડળ રચનાનો નવો ફોર્મ્યુલા લઈને ભોપાલ આવશે 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાર્ટીના પ્રદેશ પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે બપોરે મંત્રીમંડળની રચનાનો એક નવો ફોર્મ્યુલા લઈને ભોપાલ આવી રહ્યા છે. આ ફોર્મ્યુલા હેઠળ મંત્રીમંડળમાં નવા ચેહરાઓને સામેલ કરવાની સાથે વરિષ્ઠ ધારાસભ્યોને પણ એડજસ્ટ કરાશે. સહસ્ત્રબુદ્ધે વરિષ્ઠ ધારાસભ્યોને વન ટૂ વન ચર્ચા માટે પાર્ટીને ઓફિસ બોલાવી શકે છે. ત્યારબાદ પણ કોઈ સહમતી નહીં બમને તો મુખ્યમંત્રી એક વાર ફરી રાતે દિલ્હી જઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી