તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Shivling Found In The Temple Premises During Excavation, Further Excavation Will Be Done Under The Supervision Of Archaeologists

મહાકાલ મંદિરમાં પ્રાચીન શિવલિંગ-વિષ્ણુની મૂર્તિ મળી:ખોદકામમાં પોણા 2 ફૂટ ઊંચું શિવલિંગ મળ્યું, પરમારકાળથી અલગ શૈલી, 9મી-10મી શતાબ્દી વચ્ચેનું હોવાનો અંદાજ

એક મહિનો પહેલા

ઉજ્જૈનમાં મહાકાલ મંદિર પરિસરમાં છેલ્લા એક વર્ષથી મહાકાળેશ્વર મંદિર પરિસરના વિસ્તરણ માટે ખોદકામ ચાલી રહ્યું છે. ખોદકામ દરમિયાન મંગળવારે એક શિવલિંગ અને બુધવારે સવારે વિષ્ણુ ભગવાનની મૂર્તિ મળી છે. પુરાતત્ત્વ વિભાગના નિષ્ણાતોની હાજરીમાં શિવલિંગને બહાર કાઢવામાં આવી રહ્યું છે.

બુધવારે સવારે પુરાતત્ત્વ વિભાગના નિષ્ણતોની ટીમ ઉજ્જૈન પહોંચી ગઈ છે. પુરાતત્ત્વ વિભાગના જણાવ્યા પ્રમાણે, જળાધારી શિવલિંગ 9થી 10ની શતાબ્દીના સમયનું છે. વિષ્ણુની મૂર્તિ 10મી શતાબ્દીની છે. મંદિર પરિસરમાં પહેલાં મળેલા પરમારકાલીન મંદિરથી આ શિવલિંગ અલગ છે, કારણ કે પરમારકાલીન મંદિર 11મી શતાબ્દીનું છે.

મહાકાલ મંદિર પરિસરમાં ભૂગર્ભમાં પોણાબે ફૂટ ઊંચું શિવલિંગ મળ્યું.
મહાકાલ મંદિર પરિસરમાં ભૂગર્ભમાં પોણાબે ફૂટ ઊંચું શિવલિંગ મળ્યું.

મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન મેમાં 11મી શતાબ્દીનું પરમારકાલીન મંદિરનું માળખું સામે આવ્યું હતું. મંદિરનું આખું સ્ટ્રક્ચર હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું હતું. મંદિર પરમારકાલીન વાસ્તુકલાથી નિર્મિત હતી, જે જોવામાં ખૂબ સુંદર લાગતું હતું.

વિસ્તરણ માટે મંગળવારે આગળની બાજુ ખોદકામ દરમિયાન એક મોટું શિવલિંગ જમીનના ભૂગર્ભમાં દેખાયું હતું. ત્યાર પછી ધીમે ધીમે ખોદકામ કરવામાં આવ્યું તો શિવલિંગની આખી જળાધારી સામે આવી. શિવલિંગની લંબાઈ અંદાજે પોણાબે ફૂટ છે. મંદિર પ્રશાસના અધિકારીઓને જ્યારે શિવલિંગની માહિતી મળી તો તેમણે ખોદકામવાળી જગ્યાએ શિવલિંગને ચાદરથી ઢાંકી દીધું હતું અને પુરાતત્ત્વ વિભાગના શોધ અધિકારી દુર્ગેંદ્ર સિંહ જોધાને માહિતી આપી હતી.

1000 વર્ષ જૂના પરમારકાલીન મંદિરના અવશેષો.
1000 વર્ષ જૂના પરમારકાલીન મંદિરના અવશેષો.

મેમાં મળી હતી માતાની પ્રતિમા
30 મેના રોજ મહાકાલ મંદિરના આગળવાળા ભાગમાં ખોદકામ દરમિયાન માતાની પ્રતિમા અને સ્થાપત્ય ખંડના અમુક અવશેષો મળ્યા હતા. હાલ પુરાતત્ત્વ વિભાગ અવશેષ ખંડની પણ શોધ કરી રહ્યા છે. માતાની પ્રતિમા અને સ્થાપત્ય ખંડના અવશેષ મળવાની માહિતી સંસ્કૃતિ વિભાગને મળતાં જ તેમણે તરત પુરાતત્ત્વ વિભાગ, ભોપાલની ચાર સભ્યની એક ટીમને મહાકાલ મંદિર માટે મોકલી હતી.

મંદિર પરિસરમાં ખોદકામ દરમિયાન વિષ્ણુજીની મૂર્તિ પણ મળી હતી.
મંદિર પરિસરમાં ખોદકામ દરમિયાન વિષ્ણુજીની મૂર્તિ પણ મળી હતી.

ઉજ્જૈન પહોંચેલી ચાર સભ્યની ટીમે બારીકાઈથી મંદિરના ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગનું નિરીક્ષણ કર્યું છે. ટીમને લીડ કરતાં પુરાતત્ત્વીય વિભાગના અધિકારી ડૉ. રમેશ યાદવે જણાવ્યું હતું કે મંદિરના ઉત્તરી ભાગમાં 11મી અને 12મી શતાબ્દીનું મંદિર નીચે દબાયેલું છે, જ્યારે દક્ષિણ બાજુ ચાર મીટર નીચે એક દીવાલ મળી છે, જે અંદાજે 2100 વર્ષ જૂની હોવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...