તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Shivangi Becomes Raphael Squadron's First Female Fighter Pilot; The Family Said They Saw The Pilot's Dress And Said That One Day I Would Fly The Plane

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે રાફેલ ઉડાવશે કાશીની દિકરી:રાફેલ સ્ક્વોડ્રનની પહેલી મહિલા ફાઈટર પાયલટ બની શિવાંગી; પરિવારે કહ્યું- પાયલટનો ડ્રેસ જોઈ કહેતી હતી કે એક દિવસ હું વિમાન ઉડાવીશ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાશીની રહેવાસી ફ્લાઈટ લેફ્ટેનન્ટ શિવાંગી અત્યારે અંબાલામાં તાલીમ લઈ રહી છે
  • શિવાંગીના પિતા ટ્રાવેલનું કામ કરે છે, ગોલ્ડન ગર્લ નામ મળવા બદલ તેની માતાને ખુશી છે
  • પરિવારે કહ્યું- ઘરેથી બહાર રહેવા બદલ લોકો ખોટુ અર્થઘટન કરતા હતા, આજે અભિનંદન આપે છે

વારાણસીમાં ઉછેર થયેલ અને BHUથી NCC કર્યા બાદ શિવાંગીએ ભારતીય વાયુ સેનાની રાફેલ સ્ક્વોડ્રનની પહેલી મહિલા ફાઈટર પાયલટ બનવાનું સદભાગ્ય મળ્યુ છે. બનારસ જ નહીં પણ દેશમાં પણ વાયુસેના તરફથી ફ્લાઈટ લેફ્ટેનન્ટ શિવાંગી સિંહ રાફેલની ઉડાન ભરશે.

શિવાંગી સિંહ કે તે અત્યાર સુધી મિગ-21 ઉડાવી ચુકી છે. હવે તે રાફેલના 17 ગોલ્ડન સ્ક્વોડ્રન ટીમમાં સામેલ થઈ છે. અંબાલા એરફોર્સ સ્ટેશનમાં તેમને તાલીમ માટે મોકલવામાં આવી છે. શિવાંગી ભારતીય વાયુ સેનામાં 2017માં સામેલ થઈ હતી. તે વિંગ કમાન્ડર અભિનંદન સાથે પણ કામ કરી ચુકી છે.

પિતા કામેશ્વર સિંહ ટ્રાવેલનું કામ કરી રહ્યા છે
પિતાએ કહ્યું કે જુલાઈ 2016માં મૈસૂરમાં શિવાંગીએ કોમન એપ્ટીટ્યૂટ ટેસ્ટ ક્વોલિફાઈડ કરી હતી. અહીં તેણે એરફોર્સ ટ્રેનિંગની શરૂઆત કરી હતી. તે એરક્રાફ્ટ ઉડાવવામાં પણ નિપુર્ણતા ધરાવે છે. શિવાંગીના દાદા સુધીર સિંહે કહ્યું કે બાળપણમાં તે ફુર્ર-ફુર્ર કહેતી હતી. અમે લોકો તેને સમજી શક્યા નહીં. આજે સમજાઈ ગયુ છે કે તેની મહેનત અને નસિબ ફુર્રમાં જ ફૂપાયેલા હતા. આજે તે દેશ માટે આ મુકામ પર પહોંચી છે, તે ફુર્રની દેણ છે.

ઘરથી બહાર રહેવા બદલ લોકો ખોટુ અર્થઘટન કરતા હતા
શિવાંગીના દાદા સુધિર સિંહ કહે છે કે તે ઘરથી સવારે 6 વાગે નિકળી જતી હતી અને 8 વાગે રાત્રે ઘરે પરત આવતી હતી. લોકો સતત વાત કરતા હતા. લોકો તેને લઈ ખોટુ અર્થઘટન કરતા હતા. ભણે છે કે બસ ફરે છે..તેવુ કહેતા હતા. આજે તે લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. તેણે BHUમાંથી સ્નાતક કર્યું હતું. શિવાંગી સારી એથલીટ ઉપરાંત ગિટાર પણ વગાડે છે. શિવાંગીનું ઘર કેન્ટોનમેન્ટ એરિયામાં આવેલુ છે. સૈનિકોને જોઈ તેના મનમાં દેશ સેવાની ભાવના બાળપણથી હતી.

પિતાએ કહ્યું કે ધોરણ-9માં નાના એરબેઝ ફરવા લઈ ગયા
પિતા કામેશ્વર સિંહ કહે છે કે તેના ના પણ લશ્કરમાં હતા. ધોરણ-9માં તે એક વખત દિલ્હી ગઈ હતી. ત્યારે નાના તેને એરબેઝ અને મ્યુઝિમયમ ફરવા લઈ ગયા હતા. પ્લેન જોઈને ત્યારે તેણે કહ્યું કે મારે તે ઉડાવવું છે. સંઘર્ષની વિશેષ જરૂર ન પડી. તેને જે પણ જરૂર પડી તે અમે પૂરી કરી.

માતાએ કહ્યું ગોલ્ડન ગર્લ નામ સાંભળીને ખુશી થઈ
માતા સીમા સિંહે કહ્યું કે ડર તેના મનમાં ક્યારેય ન હતો. શરૂઆતથી તેને વિમાનમાં રસ હતો. આકાશમાં વિમાન ઉડતા જોઈ તે ઘણી ખુશ થતી હતી. પાયલટનો ડ્રેસ તસ્વીરોમાં જોઈને કહેતી કે એક દિવસ હું પણ તે બનીશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser