• Gujarati News
  • National
  • Shivamurthy Shifted To Hospital From Chitradurg Jail, Complaining Of Chest Pain; Mahant Is Accused Of Sexually Exploiting Minors

કર્ણાટકના લિંગાયત સંતની ધરપકડ:ચિત્રદુર્ગ જેલમાંથી શિવમૂર્તિને હોસ્પિટલ ખસેડાયા, છાતીમાં દુખાવાની ફરિયાદ; મહંત પર સગીરાઓનું યૌનશોષણ કરવાના આરોપ છે

ચિત્રદુર્ગાએક મહિનો પહેલા
પોલીસે ધરપકડ પહેલા શરણારૂને દેશ છોડીને જતા અટકાવવા માટે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.
  • બંને સગીરા મઠની શાળામાં અભ્યાસ કરતી હતી

કર્ણાટકમાં શ્રી મુરુઘ મઠના મુખ્ય પૂજારી શિવમૂર્તિ મુરુઘા શરણારૂને શુક્રવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. શરણારૂ પર મઠની શાળામાં ભણતી બે સગીરાનું યૌનશોષણ કરવાનો આરોપ છે. ગુરુવારે કર્ણાટક પોલીસે શરણારૂની ધરપકડ કરી હતી. જોકે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શિવમૂર્તિને મુરુઘ શરણારૂને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અગાઉ શરણારૂને ચિત્રદુર્ગ જિલ્લા જેલમાં લઈ જવામાં આવ્યો હતો, સાથે જ પોલીસ શનિવારે કોર્ટમાં પોલીસ શરણારૂના રિમાન્ડની માગ કરશે.

રાહુલ ગાંધીએ મુરુઘા મઠની મુલાકાત લીધી હતી
ઓગસ્ટમાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પાર્ટીના નેતાઓ ડીકે શિવકુમાર અને કેસી વેણુગોપાલ સાથે ચિત્રદુર્ગમાં મુરુઘા મઠની મુલાકાત લીધી હતી. મુરુઘા આશ્રમ એક પ્રભાવશાળી સંસ્થા છે, જેમાં નિયમિતપણે મુલાકાત લેનારા રાજકારણીઓની લાંબી યાદી છે. શરણારૂએ રાહુલ ગાંધીને 'લિંગદીક્ષા' પણ કર્યા હતા. એ એક સત્તાવાર સમારોહ છે, જેમાં કોઈ વ્યક્તિને લિંગાયત સંપ્રદાયમાં આમંત્રિત કરવામાં આવે છે.

પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાયો
શિવમૂર્તિ મરુઘા શરણારૂ પર સગીરાઓનું યૌનશોષણ કરવાનો આરોપ લાગ્યો છે. પીડિતાઓેએ ન્યાયની માગ કરતાં મૈસૂરમાં 'ઓદાનદી' NGOનો સંપર્ક કર્યો હતો. તેમણે 26 ઓગસ્ટે મૈસૂરમાં બાળ કલ્યાણ સમિતિની સામે રજૂ કર્યું એને એ જ રાત્રે મરુઘા શરણ સહિત 5 લોકોની સામે અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પીડિતાઓ મઠની શાળામાં અભ્યાસ કરે છે
આરોપ લગાવનારી સગીરાઓનું કહેવું છે કે તેઓ મઠ દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કરે છે, તેમની ઉંમર 15 અને 16 વર્ષની છે. સંતે સાડાત્રણ વર્ષથી વધુ સમય સુધી તેમનું જાતીય શોષણ કર્યું છે. પીડિતા 24 જુલાઇ હોસ્ટેલ છોડીને નીકળી ગઈ હતી અને 25 જુલાઇએ કોટનપેટ પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ પછી 26 ઓગસ્ટના રોજ તેણે મૈસૂરના નઝરાબાદ પોલીસ સ્ટેશનમાં લિંગાયત સંત સામે FIR દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...