• Gujarati News
  • National
  • Shiv Sena's Argument: Insurgents Have Been Disqualified On June 21, How Will They Decide The Majority

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક:કોર્ટે ફ્લોર ટેસ્ટ મામલે ચુકાદો આપ્યો અને અડધા કલાકમાં જ ઉદ્ધવે રાજીનામું આપ્યું

એક મહિનો પહેલા

મહારાષ્ટ્રમાં 22 જૂને સુરતના જે રાજકીય નાટકની શરૂઆત થઈ, જેમાં મહત્વના ડેવલપમેન્ટ ગુવાહાટીથી લઈને ગોવા સુધી જોવા મળ્યા પરંતુ ક્લાઈમેક્સ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દેખાયો. બુધવારે રાત્રે સુપ્રીમ કોર્ટે શિવસેનાની અરજી ફગાવતા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર રોક મૂકવાનો ઈનકાર કરી દીધો. જેના અડધા કલાકમાં જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું.

મહારાષ્ટ્રના રાજ્યપાલે 30 જૂને સાંજે 5 વાગ્યે ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા હતા. શિવસેના તેના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે સાંજે 3 કલાક 10 મિનિટ સુધી ચાલેલી સુનાવણી પછી ફ્લોર ટેસ્ટ કરવાના રાજ્યપાલના આદેશને યથાવત રાખ્યા. સાજે 5 વાગ્યેને 18 મિનિટથી 8 વાગ્યાને 28 મિનિટ સુધી તમામ પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. રાત્રે 9 વાગ્યેને 10 મિનિટ જજે આ મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો હતો.

સિંઘવી, કૌલ અને મહેતાએ દલીલ રજૂ કરી
શિવસેના તરફથી સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં દલીલ રજૂ કરી. તો શિંદે જૂથ તરફથી એડવોકેટ નીરજ કિશન કૌલે દલીલ રજૂ કરી. એડવોકેટ મનિંદરસિંહ કૌલ દલીલનું સમર્થન કરવા આગળ આવ્યા હતા. અંતે રાજ્યપાલ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ રજૂ કરી હતી.

શિવસેનાએ કહ્યું- અયોગ્ય ધારાસભ્ય વોટ કઈ રીતે આપશે
આ પહેલા સિંઘવીએ ફ્લોર ટેસ્ટ પર આપત્તિ વ્યક્ત કરતા દલીલ આપી હતી કે 16 બળવાખોર ધારાસભ્યોને 21 જૂને જ અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. એવામાં તેમના વોટથી બહુમતીનો નિર્ણય ન લઈ શકાય. સિંઘવીએ માગ કરી હતી કે કાં તો બહુમતીનો નિર્ણય સ્પીકરને કરવા દો કે પછી ફ્લોર ટેસ્ટ ટાળી દો.

શિંદે જૂથે કહ્યું હતું- સરકારની સાથે પાર્ટી પણ અલ્પમતમાં
તો કૌલે કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર જ નહીં, ઉદ્ધવની પાર્ટી પણ અલ્પમતમાં આવી ગઈ છે. એવામાં હોર્સ ટ્રેડિંગ રોકવા માટે ફ્લોર ટેસ્ટ કરાવવો જ સૌથી સારો વિકલ્પ છે. જેને ટાળવો ન જોઈએ. તેમને એમ પણ કહ્યું હતું કે શિંદેની સાથે ગયેલા ધારાસભ્યોએ શિવસેના નથી છોડ્યું. બહુમતી તેમની સાથે છે, તેથી તેઓ અસલી શિવસેના છે.

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ 30 જૂને સાંજે 5 વાગ્યે ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા હતા. શિવસેનાએ એના વિરુદ્ધ સુપ્રીમકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ 30 જૂને સાંજે 5 વાગ્યે ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા હતા. શિવસેનાએ એના વિરુદ્ધ સુપ્રીમકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

કોર્ટ રૂમમાંથી સુનાવણીનાં તમામ અપડેટ્સ અહીં વાંચો....

અભિષેક મનુ સિંઘવીઃ જે ચિઠ્ઠી અમને મળી છે, તેમાં લખવામાં આવ્યું છે કે વિપક્ષના નેતાએ રાજ્યપાલ સાથે 28 જૂને મુલાકાત કરી. આજે સવારે જ અમને કાલે ફ્લોર ટેસ્ટ કરાવવાની માહિતી આપવામાં આવી. જ્યારે કે અમારા બે ધારાસભ્ય કોવિડ પોઝિટિવ છે. એક ધારાસભ્ય વિદેશમાં છે.

ફ્લોર ટેસ્ટ માટે સુપર સોનિક સ્પીડ દેખાડવામાં આવી છે. ફ્લોર ટેસ્ટ નિર્ધારીત કરે છે કે કઈ સરકાર લોકોની ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. બહુમતીની જાણ થાય તે માટે જ ફ્લોર ટેસ્ટ કરવામાં આવે છે. સ્પીકરના નિર્ણય પહેલા વોટિંગ ન થવું જોઈએ. તેમના નિર્ણય બાદ ગૃહમાં સભ્યોની સંખ્યા બદલાશે.

જસ્ટિસ કાંતઃ શું ફ્લોર ટેસ્ટ કરાવવા માટે કોઈ ન્યૂનતમ સમય મર્યાદા નક્કી છે? શું નવો ફ્લોર ટેસ્ટ કરાવવામાં કોઈ બંધારણિય બાધા છે?

અભિષેક મનુ સિંઘવીઃ હાં, સામાન્ય રીતે 6 મહિનાના અંતરાળથી ફ્લોર ટેસ્ટ ન કરાવી શકાય. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે મંત્રીમંડળની સલાહ લીધી ન હતી. ઉતાવળમાં નિર્ણય લેવાયો છે. જ્યારે કોર્ટે સુનાવણી 11 જુલાઈ સુધી ટાળી છે તો આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર હતી.

જસ્ટિસ કાંતઃ આપણે રાજ્યપાલના નિર્ણય પર શંકા કેમ કરવી જોઈએ?

સિંઘવીએ કોર્ટમાં 34 બળવાખોર ધારાસભ્યોને આપવામાં આવેલો ગવર્નરનો લેટર વાંચીને સંભળાવ્યો

અભિષેક મનુ સિંઘવીઃ આ લેટરનું કોઈ વેરિફિકેશન નથી. ગવર્નરે એક સપ્તાહ સુધી લેટર પોતાની પાસે રાખ્યો. તેમને તે ત્યારે જ જાહેર કર્યો, જ્યારે વિપક્ષના નેતાએ તેમની સાથે મુલાકાત કરી. રાજ્યપાલ બીમાર હતા. હોસ્પિટલમાંથી બહાર આવ્યા તેના 2 દિવસની અંદર વિપક્ષના નેતાને મળ્યા અને ફ્લોર ટેસ્ટનો નિર્ણય લઈ લીધો.

જસ્ટિસ કાંતઃ માની લો કે એક સરકારને ખબર છે કે તેમને ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે અને સ્પીકરને સમર્થન પાછું ખેંચનારાઓને અયોગ્ય જાહેર કરવાનું કહેવામાં આવે છે. ત્યારે તે સમયે રાજ્યપાલે શક્તિ પરીક્ષણ કરાવવા માટે રાહ જોવી જોઈએ કે તેઓ સ્વતંત્ર રીતે અનુચ્છેદ 174 અંતર્ગત નિર્ણય લઈ શકે છે.

અભિષેક મનુ સિંઘવીઃ શું રાજ્યપાલ 11 જુલાઈ સુધી રાહ ન જોઈ શકે. 11 જુલાઈ સુધીમાં કોર્ટ આ મુદ્દે કોઈ નિર્ણય નહીં કરી શકે ત્યાં સુધીમાં કોઈ આકાશ ફાટી નહીં પડે. જો કાલે ફ્લોર ટેસ્ટ નહીં થાય તો શું આકાશ જમીન પર પડી જશે?

જસ્ટિસ કાંતઃ શું આ લોકો વિપક્ષની સરકાર બનાવવા માગે છે?

અભિષેક મનુ સિંઘવીઃ જી, પત્રમાં તેમને આવું જ લખ્યું છે.

અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કેટલાંક જૂનાં ચુકાદાઓ વાંચવાનું શરૂ કર્યું

અભિષેક મનુ સિંઘવીઃ રાજ્યપાલને અનુચ્છેદ 361 અંતર્ગત કોર્ટની કાર્યવાહીથી અલગ રાખવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ આ કોર્ટને રાજ્યપાલના આદેશની સમીક્ષા કરવાથી નથી રોકતા.

જસ્ટિસ કાંતઃ સ્પીકરને ધારાસભ્યની અયોગ્યતા પર નિર્ણય લેવાથી ન રોકવા જોઈએ. સાથે જ તે વાતનો નિર્ણય ન થાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ ન થવો જોઈએ.

શિવસેનાના વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલ પુરી થઈ. હવે એકનાથ શિંદે તરફથી નીરજ કિશન કૌલે કોર્ટમાં પોતાની વાત રાખવાની શરૂ કરી.

નીરજ કિશન કૌલઃ અહીં મામલો કોર્ટ દ્વારા સ્પીકરના નિર્ણય પર રોક લગાડવાાનો નથી. જ્યારે તમારા અસ્તિત્વ પર જ સવાલ હોય તો તમે આ મામલે કઈ રીતે નિર્ણય કરી શકો છો. તે બધાં જ જાણે છે કે ફ્લોર ટેસ્ટમાં મોડું ન થવું જોઈએ. માત્ર તે આધારે પ્રોસેસને ન રોકવી જોઈએ કે કેટલા MLAએ રાજીનામું આપ્યું કે 10મો અનુચ્છેદ શું કહે છે. સુપ્રીમ કોર્ટ પહેલાં જ કહી ચુક્યું છે કે આ બંને અલગ અલગ મામલાઓ છે.

જસ્ટિસ કાંતઃ બીજા પક્ષ દ્વારા આ મામલા અંગે કંઈક અલગ જ જણાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે ધારાસભ્યોની સભ્યતાના મામલાને રોકવામાં નથી આવ્યો. એવું એટલા માટે કેમકે સુપ્રીમ કોર્ટે તેમને એવું કરતા રોક્યા છે.

નીરજ કિશન કૌલઃ જ્યારે અમે કોર્ટ પહોંચ્યા, તે સમયે બહુમતી અમારી સાથે હતી. અમે સ્પીકરને પણ લખ્યું છે કે તમારી પાસે ગૃહમાં બહુમતી નથી. 24 જૂને સ્પીકરે અમને જ અયોગ્ય જાહેર કરવાની નોટિસ જાહેર કરી દીધી.

જસ્ટિસ કાંતઃ આ દલીલથી એવા જ સંકેત મળે છે કે સૌથી પહેલાં આપણે સ્પીકરની પાત્રતા નક્કી કરવી જોઈએ.

નીરજ કિશન કૌલઃ સુપ્રીમ કોર્ટે જ કહ્યું છે કે ફ્લોર ટેસ્ટના મુદ્દે અયોગ્યતાના ઈશ્યૂથી કોઈજ ફરક નથી પડતો. લોકતંત્રમાં ફ્લોર ટેસ્ટ સૌથી હેલ્ધી વસ્તુ છે. સુપ્રીમ કોર્ટે જ કહ્યું છે કે જો કોઈ મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટથી અચકાય છે તો પહેલી નજરે એવું લાગે છે કે તેમને ગૃહમાં વિશ્વાસ ગુમાવી દીધો છે.

જસ્ટિસ કાંતઃ અમે અભિષેક મનુ સિંઘવીને એક કાલ્પનિક સવાલ પૂછ્યો હતો. હવે અમે તમને પૂછવા માગીએ છીએ કે ફ્લોર ટેસ્ટમાં સામેલ થવાની પાત્રતા કોને કોને છે?

નીરજ કિશન કૌલઃ ફ્લોર ટેસ્ટમાં જેટલું મોડું થશે, બંધારણનું એટલું જ નુકસાન થશે. જો તમે હોર્સ ટ્રેડિંગ રોકવા ઈચ્છો છો, તો તેની સૌથી સારી રીત ફ્લોર ટેસ્ટ જ છે. પછી તમે તેનાથી ભાગી કેમ રહ્યાં છો? જ્યાં સુધી રાજ્યપાલનો સવાલ છે તો તેઓ પોતાના વિવેક સાથે નિર્ણયો લે છે. ફ્લોર ટેસ્ટ કરાવવો પણ તેમનો જ નિર્ણયય છે. તેમાં કોઈ શંકા નથી કે કોર્ટ રાજ્યપાલના આદેશની સમીક્ષા કરી શકે છે, પરંતુ શું આ મામલે રાજ્યપાલના નિર્ણયને સાચે જ એટલો ખોટો છે કે તેમાં દરમિયાનગીરી કરવામાં આવે?

કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ રાજ્યપાલે ફ્લોર ટેસ્ટના આદેશ જાહેર કર્યા તે અંગે સવાલો ઉઠતા કૌલે દલીલ રજૂ કરી હતી. તેમને પૂછ્યું- કોરોનામાંથી સ્વસ્થ થયા પછી તાત્કાલિક ફ્લોર ટેસ્ટના આદેશ આપવા સામે સવાલ કેમ? શું કોઈ બીમારીમાંથી ઠીક થયા બાદ પોતાના બંધારણિય કર્તવ્ય ન નિભાવી શકે?

સુપ્રીમ કોર્ટમાં નબામ રેબિયા કેસનો ઉલ્લેખ
2016માં સુપ્રીમ કોર્ટે અરુણાચલ પ્રદેશના પદભ્રષ્ટ CM નબામ તુકીની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારને સત્તા પર આવવાના આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો. હાઈકોર્ટે કોંગ્રેસના 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ગણાવવા પર રોક લગાવી હતી.

CM નબામ તુકીએ રાજ્યપાલને 14 જાન્યુઆરી 2016નાં રોજ વિધાનસભા સત્ર બોલાવવાનું કહ્યું હતું, જ્યારે રાજ્યપાલે ડિસેમ્બર 2015માં જ સત્ર બોલાવી લીધું. જેનાથી બંધારણિય સંકટ ઊભું થઈ ગયું હતું. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના આ નિર્ણય અયોગ્ય ગણાવ્યો. વિધાનસભા અધ્યક્ષ નબામ રેબિયાએ રાજ્યપાલના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

ફ્લોર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?
મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં લગભગ 2 કલાક સુનાવણી થઈ. સુનાવણી પછી કોર્ટે મહારાષ્ટ્ર પોલીસ, કેન્દ્ર સરકાર, શિવસેના અને ડેપ્યુટી સ્પીકરને નોટિસ જાહેર કરી છે. સુનાવણીમાં કોર્ટે શિંદે જૂથને રાહત આપી છે, જ્યારે ફ્લોર ટેસ્ટની માગ પર કોર્ટે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો છે.

શિવસેનાના વકીલ દેવદત કામતે ફ્લોર ટેસ્ટનો ઉલ્લેખ કર્યો હતો, જેના પર કોર્ટે કહ્યું આ મુદ્દે અમે કંઈ નથી કહેતા. જો એવું કંઈ થયું તો તમે કોર્ટ આવી શકો છે. શિંદેએ 16 ધારાસભ્યની સભ્યતા રદ કરવાની નોટિસ અને ડેપ્યુટી સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દાને લઈને અરજી દાખલ કરી હતી.

બળવાખોર ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાં મળી 5 રાહત
સોમવારે સુપ્રીમ કોર્ટમાં બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ જાહેર કર્યા હતા. જેનાથી બળવાખોર પક્ષને પાંચ મોટી રાહત મળી છે.

  • પહેલી- ધારાસભ્યો અને તેમની ફેમિલીને સુરક્ષા.
  • બીજી- અયોગ્યતાના મામલે જવાબ આપવા માટે 14 દિવસનો સમય.
  • ત્રીજી- ડેપ્યુટી સ્પીકરની ભૂમિકા સુપ્રીમ કોર્ટની નોટિસ પછી સવાલોના ઘેરામાં.
  • ચોથી- ઉદ્ધવ ઠાકરે દ્વારા નિયુક્ત ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી વિરૂદ્ધ નોટિસ.
  • પાંચમી- સૌથી મહત્વપૂર્ણની સત્તાની લડાઈનું કેન્દ્ર મુંબઈની બદલે દેશની રાજધાની દિલ્હી ટ્રાંસફર થઈ ગઈ. બળવાખોર જૂથની માન્યતા અને સરકારની બહુમતીનો નિર્ણય સ્પીકર અને વિધાનસભામાંથી થશે.

શિંદે જૂથના ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ કેમ ગયા હતા
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરે એક નોટિસ જાહેર કરી શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા હતા. આ નોટિસના વિરૂદ્ધમાં શિંદે જૂથના ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. બળવાખોર ધારાસભ્યોનો તર્ક છે કે શિવસેના ધારાસભ્ય દળના 2 તૃતિયાંશથી વધુ સભ્યો અમારું સમર્થન કરે છે. આ જાણ હોવા છતાં ડેપ્યુટી સ્પીકરે 21 જૂને પાર્ટીના ધારાસભ્ય દળના નવા નેતાની નિમણૂંક કરી દીધી.

અન્ય સમાચારો પણ છે...