મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એકનાથ શિંદેએ 40 ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટીની હોટલમાં ધામા નાખ્યા છે. રાજ્યમાં ભાજપની સરકાર છે. આમ છતાં ધારસભ્યો તૂટવાનો ડર છે. આ બધાની વચ્ચે એકનાથ શિંદેએ તમામ ધારાસભ્યોને ગુવાહાટીથી ઈમ્ફાલ મોકલવાની તૈયારી કરી લીધી છે. મહારાષ્ટ્રમાં સરકાર અને પક્ષો વચ્ચે ચાલી રહેલી બેઠકના પરીણામની રાહ જોવાઈ રહી છે.
એકનાથ શિંદે 40 ધારાસભ્યો સાથે બુધવારે સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. અહીંની રેડિસન બ્લૂ હોટલમાં રોકાયા છે. હોટલની અંદર-બહાર આસામ પોલીસ તહેનાત છે. મીડિયાને પણ એક ઈંચ અહીંથી ત્યાં જવા દેવામાં આવતું નથી. હોટલની અંદરથી માત્ર પોલીસ અધિકારીઓની ગાડીઓ જ નિકળી રહી છે.
વીડિયો કોન્ફ્રરન્સથી રાજ્યપાલ સાથે જોડાશે
હોટલની અંદર એકનાથ શિંદે વિધાયકો સાથે બેઠક કરી રહ્યા છે. બેઠકમાં શું થશે તેની બધાને રાહ છે. શિંદેએ દાવો કર્યો છે કે હાલ 40 ધારાસભ્યો છે જે સાંજ સુધીમાં 50 થઈ જશે. આ તમામ 40 ધારાસભ્યોની સાઈન લઈ લેવાઈ છે. તેઓએ મહારાષ્ટ્ર સરકાર પાસેથી પોતાનું સમર્થન પરત લઈ લીધું છે. આ લેટર મહારાષ્ટ્રના રાજ્યપાલને મોકલાશે. સાંજે તમામ ધારાસભ્યો વીડિયો કોન્ફરન્સથી રાજ્યપાલ સાથે જોડાશે.
જાણો કેમ મહારાષ્ટ્રના ધારાસભ્યો આસામ પહોંચ્યા?
ગુવાહાટી લાવવાના કારણો...
ભાજપનો પ્લાન બી શું છે
ભાજપે એ તૈયારી પણ કરી લીધી છે કે જો કોઈ અડચણ આવે તો પ્લાન બી અંતર્ગત તમામ ધારાસભ્યોને ગુવાહાટીથી ઈમ્ફાલ મોકલાશે.
નોર્થ-ઈસ્ટના રાજકારણ માટે આ ઘટના મહત્વની
આ સમયે આસામના CM પાસે મહત્વનું કામ એ છે કે કોઈ ધારાસભ્ય મહારાષ્ટ્ર સરકાર કે કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં ન આવે. જો હિમંતા આવું કરી લેશે તો સફળતાનો શ્રેય તેમને મળશે.
ધારાસભ્યોને ગુવાહાટી લાવવાનો નિર્ણય નોર્થ ઈસ્ટની રાજનીતિ માટે મહત્વનો માનવમાં આવે છે. આસામમાં બીજીવાર ભાજપની સરકાર છે. નોર્થ ઈસ્ટના બીજા રાજ્યોમાં પણ ભાજપની સ્થિતિ મજબૂત છે. આ ઘટના પાર્ટીની સ્થિતિને વધુ મજબુત કરી શકે છે.
મહારાષ્ટ્રના રાજકીય સંકટ સાથે જોડાયેલા બે કાર્ટૂન જુઓ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.