• Gujarati News
  • National
  • Rahul Says MPs Were Killed For The First Time In Rajya Sabha, Shiv Sena Says Pakistan Seems To Be On The Border

સંસદનો હંગામો રસ્તા પર લાવ્યુ વિપક્ષ:રાહુલે કહ્યું- રાજ્યસભામાં પ્રથમ વખત સાંસદોને મારવામાં આવ્યા, શિવસેનાએ કહ્યું- પાકિસ્તાન બોર્ડર પર હોય એવું લાગે છે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકસભા અને રાજ્યસભામાં હંગામાના કારણે કાર્યવાહી 13 ઓગસ્ટની જગ્યાએ 11 ઓગસ્ટે જ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી
  • મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવા અને આમ આદમી પાર્ટીના સંજય સિંહ ટેબલ પર ચડી ગયા હતા

મોનસૂન સત્ર પુરુ થયા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત લગભગ 15 વિપક્ષોએ સંસદથી વિજય ચૌક સુધી પગપાળા માર્ચ કાઢી છે. સમગ્ર મોનસુન સત્ર દરમિયાન પેગાસસ, ખેડૂત જેવા મુદ્દાઓ પર સતત હંગામો કરી રહેલા વિપક્ષે સરકાર પર લોકશોહીની મર્યાદા ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રાજ્યસભામાં પ્રથમ વખત સાંસદોને માર મારવાની ઘટના બની છે. બીજી તરફ શિવસેનાએ આ ઘટનાને પાકિસ્તાનની બોર્ડર પર હોવાનો અનુભવ ગણાવ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્યસભામાં પ્રથમ વખત સાંસદોને માર મારવામાં આવ્યો. રાહુલ સિવાય શિવસેના, રાકાંપા, રાજદ, સમાજવાદી પાર્ટી, DMK અને અન્ય વિપક્ષોએ કહ્યું કે રાજ્યસભામાં બુધવારે લોકશાહીની હત્યા કરવામાં આવી છે.

સરકાર પર વિપક્ષોનો આરોપ- બિલ સાંસદોએ નહિ, માર્શલ લોએ પાસ કર્યું
કોંગ્રેસઃ રાહુલ ગાંધીએ કહ્યું- મોનસુન સત્ર ખત્મ થઈ ગયું છે. અમે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો. સરકારને કહ્યું કે આ અંગે ચર્ચા કરવામાં આવે પરંતુ સરકારે ડિબેટ કરવાથી ઈન્કાર કરી દીધો. અમને સંસદમાં બોલવા જ ન દીધા. દેશના 60 ટકા લોકોનો અવાજ સાંભળવામાં આવ્યો નથી. સંસદમાં અમને સાંભળવામાં આવ્યા નથી. આ કારણે અમે અહીં આવ્યા છે. રાજ્યસભામાં પ્રથમ વખત સાંસદોને મારવામાં આવ્યા. તેમની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી. વડાપ્રધાન મોદી દેશ અને દેશની આત્માને વેચી રહ્યાં છે.

રાકાંપાઃ પ્રફુલ્લ પટેલે કહ્યું કે સંસદનું સત્ર શરમજન રહ્યું છે. શરદ પવારજીએ રાજ્યસભાના પ્રોસિડિંગ પર પણ ટિપ્પણી કરી છે અને કહ્યું કે તેમણ પોતાના સંસદીય જીવનમાં આ પ્રકારની શરમજનક ઘટનાઓને ક્યારેય જોઈ નથી.

સમાજવાદી પાર્ટીઃ વિશંભર નિષાદે કહ્યું કે જે રીતે સંસદમાં માર્શલ લગાવવામાં આવ્યા, આપણા મહિલા સાંસદો સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી. વિપક્ષ પેગાસસ, ખેડૂત બિલ અને મોંઘવારી પર ચર્ચા ઈચ્છતુ હતું, જોકે આમા કરવા દેવામાં આવ્યું નથી.

રાજદઃ મનોજ ઝાએ કહ્યું કે અમે એટલા માટે અહીં આવ્યા છીએ કારણે સંસદમાં અમને બોલવા જ દેવાયા નથી. ઈન્શ્યુરન્સ બિલ સંસદે પાસ કર્યું નથી, માર્શલ લોએ પાસ કર્યું છે. અમે બેરોજગારી, મોંઘવારીનો મુદ્દો ઉઠાવવા માંગતા હતા, જોકે વિપક્ષે અવાજને દબાવી દીધો.

DMK: સરકાર જબરજસ્તીથી ઈન્શ્યોરન્સ બિલ પાસ કરાવવા માંગી રહી હતી. સંસદની આવી તસ્વીર ક્યારેય જોઈ નથી. અમારી મહિલા સાંસદને ખેંચવામાં આવી.

2 દિવસ પહેલા અનિશ્ચિત સમય માટે સ્થગિત થઈ કાર્યવાહી
લોકસભા અને રાજ્યસભામાં સતત ચાલી રહેલા હંગામાના કારણે કાર્યવાહી 13 ઓગસ્ટની જગ્યાએ 11 ઓગસ્ટે જ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી. રાજ્યસભામાં 28 ટકા અને લોકસભામાં 22 ટકા કામકાજ થયું. લોકસભામાં 96 કલાકમાંથી 74 કલાક બરબાદ થઈ ગયા.

નાયડૂ સાંસદનો વર્તનથી દુખી થયા, ભાવુક નિવેદન આપ્યું
મંગળવારે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવા અને આમ આદમી પાર્ટીના સંજય સિંહ ટેબલ પર ચડી ગયા હતા. એટલું જ નહીં, બાજવાએ રુલ બુક ખુરશી પર ફેંકી હતી. જોકે આ હરકત ગૃહની કાર્યવાહી પત્યા પછી કરવામાં આવી હતી. આવા વર્તનના કારણે રાજ્યસભાના સ્પીકર એમ વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, લોકતંત્રના મંદિરનું અપમાન થતાં તેમને આખી રાત ઉંઘ નહતી આવી.

સંસદ ચલાવવા મુદ્દે મોદી, શાહ અને સોનિયા મળ્યા
લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થયા પછી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓની બેઠક બોલાવી હતી. બિરલા સાથે થયેલી આ બેઠકનો હેતુ સંસદ ચલાવવા મુદ્દે એક મત બનાવવાનો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભાના કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી આ બેઠકમાં હાજર રહ્યા હતા. બિરલાએ કહ્યું હતું કે, જે રીતે અમુક સાંસદોએ વર્તન કર્યું છે, તે ઠીક નથી. સંસદની મર્યાદા જળવાવી જોઈએ. આ વિશે દરેક પક્ષે વિચારવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...