તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
PMC બેન્ક કૌભાંડમાં વર્ષા રાઉતને પાઠવવામાં આવેલા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટ(ED)ના સમન્સ પર તેમના પતિ અને શિવસેનાના નેતા સંજય રાઉતે કેન્દ્રની વિરુદ્ધ સખ્ત નિવેદન આપ્યું છે. રાજયસભા સાંસદ રાઉતે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- મેરે સે પંગા મત લેના, મેં નંગા આદમી હુ. આ સિવાય તેમણે બાલ સાહેબના શિવસૈનિક હોવાની પણ વાત કરી હતી.
રાઉતે કહ્યું- હું આ પ્રકારની ચીજોથી ડરું તેવો માણસ નથી. ED ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યું છે. મારી પત્નીને રાજકીય વિરોધના પગલે સમન્સ પાઠવવામાં આવ્યું છે. જોકે રાઉતે કહ્યું તે કાયદાનું પાલન કરશે.
પત્નીએ 10 વર્ષ પહેલા લીધી હતી 50 લાખની લોનઃ રાઉત
રાઉતે કહ્યું EDએ 10 વર્ષ જુનો કેસ કાઢ્યો છે. અમે મીડલ ક્લાસના લોકો છીએ. મારી પત્ની ટીચર છે. તેણે પોતાના દોસ્ત પાસેથી 10 વર્ષ પહેલા 50 લાખની લોન લીધી હતી. તેમાં ED અને ભાજપને શું તકલીફ છે ?
મારી પાસે ભાજપના 121 લોકોની ફાઈલ
સંજય રાઉતે કહ્યું હું શિવસૈનિક છું. મારી પાસે ભાજપની ફાઈલ છે. જો તેને કાઢીશ તો તમારે નીરવ મોદી અને વિજય માલ્યાની જેમ દેશ છોડીને ભાગવું પડશે. મારી પાસે 121 લોકોના નામ છે. ઝડપથી EDને આપીશ. એટલા નામ છે કે 5 વર્ષ EDએ કામ કરવું પડશે. ત્યારે EDને ખ્યાલ આવશે કે કોની સાથે પંગો લેવામાં આવે.
ED ઓફિસ ભાજપનું કાર્યાલય બની ગઈ છે
રાઉતે કહ્યું શિવસેના તરફથી પણ આવો જવાબ મળશે. અમારા માટે ED જરૂરી નથી. મેં કઈ ખોટું કર્યું નથી. પરિવારને નિશાન બનાવશો, તો આવો જ જવાબ આપીશું. ભાજપને PMC અને HDILની માહિતી અમે આપી હતી. ED ભાજપની ઓફિસ બની ગઈ છે. ભાજપના ઘણા નેતાઓ ત્યાં આવતા-જતા રહે છે.
ED ઓફિસ પર લાગ્યું ભાજપનું બેનર
બીજી તરફ શિવસેના કાર્યકર્તાઓએ મુંબઈમાં અલગ-અલગ જગ્યાઓએ દેખાવો કર્યા હતા. શિવસેના ભવનમાં કિશોર પેડનેકરના નેતૃત્વમાં પહોંચેલી મહિલા કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ સૂત્રોચારો કર્યા હતા. આ સિવાય મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની ઓફિસની બહાર શિવસૈનિકોએ ભાજપ કાર્યાલયનું બેનર લટકાવી દીધું હતું. જોકે થોડીવાર પછી તેને હટાવી દેવામાં આવ્યું.
રાઉતની પત્નીને મની લોન્ડ્રિંગ કેસમાં સમન્સ
EDએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને PMC બેન્ક મની લોન્ડ્રીંગ મામલામાં પુછપરછ માટે 29 ડિસેમ્બરે બોલાવ્યા છે. તેમણે આ દિવસે મુંબઈમાં કેન્દ્રીય એજન્સી સમક્ષ હાજર થવાનું છે. તેમને EDએ ત્રીજી વખત સમન્સ પાઠવ્યું છે. આ પહેલા બે વખત તબિયત સારી ન હોવાની વાત કહીને તેઓ હાજર રહ્યાં ન હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.