અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબ્જો થઈ ગયો છે. ભારતમાં પણ આ મુદ્દે વિવાદિત નિવેદનો શરુ થઈ ગયા છે. ગુરુવારે શાયર મુનવ્વર રાણાએ આ બાબતે એક નિવેદન આપ્યું છે. તેમણે અફઘાનિસ્તાનની સ્થિતિને ભારતથી વધુ સારી ગણાવી. રાણાએ તાલિબાનની તુલના RSS, BJP અને બજરંગ દળ સાથે કરી. તેમના આ નિવેદન બાબતે હવે વિવાદ શરુ થઈ ગયો છે.
ભાસ્કર સાથે વાત કરતા રાણાએ કહ્યું કે અફઘાનિસ્તાનથી વધુ ક્રુરતા તો હિન્દુસ્તાનમાં છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો તે તેમનો આંતરીક મામલો છે. તાલિબાની-અફઘાની જે પણ છે, જેવા છે, દરેક એક છે. જેવા કે આપણે ત્યાં બજરંગ દળ, BJP અને RSS એક છે. 1000 વર્ષનો ઈતિહાસ ઉઠાવીને જોઈલો, અફઘાનિઓએ ક્યારેય હિન્દુસ્તાનને દગો નથી આપ્યો.
તાલિબાની હથિયાર છીનવી લે છે, આપણે ત્યાં માફિયાઓ ખરીદી લે છે
રાણાએ કહ્યું કે અફઘાનિસ્તાનને ભારતમાં મુદ્દો ના બનાવવો જોઈએ. એક સમય એવો આવશે જ્યારે તાલિબાની શાસન ભારત પાસે મદદ માંગશે અને ભારત તેમની મદદ પણ કરશે. તેમણે કહ્યુ કે ભારતના માફિયાઓ પાસે તાલિબાનથી વધુ હથિયારો છે. તાલિબાની હથિયાર છીનવી લે છે, પરંતુ આપણે ત્યાં માફિયા ખરીદી લે છે.
ઔરંગઝેબ સમયે અફઘાનિસ્તાન હિન્દુસ્તાનમાં હતું
રાણાએ કહ્યું કે ઔરંગઝેબના જમાનામાં અફઘાનિસ્તાન હિન્દુસ્તાનનો ભાગ હતો. મુઘલ બાદશાહનું શાસન હતું તો અફઘાનિસ્તાન ભારતનો ભાગ હતું. જ્યારે અંગ્રેજોનો સમય આવ્યો ત્યારે અફઘાનિઓએ તેમનો સામનો કર્યો ત્યાર બાદ અફઘાનિસ્તાનથી હિન્દુસ્તાનને અલગ કરવામાં આવ્યું.
અફઘાનિસ્તાનમાં મોદી સરકારના કામની પ્રશંસા કરી
મુનવ્વર રાણાએ કહ્યુ કે મોદી સરકારે અફઘાનિસ્તાનમાં ઘણા કામ કરાવ્યા છે. સંસદ ભવન બનાવ્યું છે. રસ્તા બનાવ્યા. કોઈ પણ વ્યકિત તેને નકારી ન શકે. તાલિબાન આવે કે કોઈ પણ સરકાર અફઘાનિસ્તાનના લોકો જાણે છે હિન્દુસ્તાને કદી અફઘાનિસ્તાનનું બગાડ્યુ નથી ઉપરથી સુધાર્યુ છે.
મુનવ્વર આ પહેલાં પણ વિવાદોમાં રહ્યા છે
જુલાઈ મહિનામાં મુનવ્વર રાણાના પુત્ર વિરુદ્ધ પોલીસ તપાસ કરવામાં આવેલી. તેમના પુત્ર પર આરોપ હતો કે તેણે હાથે કરીને જમીનવિવાદોને લીધે પોતાના કાકા અને ભાઈઓને ફસાવવા જાતે જ પોતાના પર હુમલો કરાવ્યો હતો. આ વિવાદ લાંબો ચાલ્યો હતો અને એ સમયે મુનવ્વરે વીડિયો જાહેર કરી કીધું હતું કે અમને ફસાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જો આવું ને આવું ચાલતું રહેશે તો હું અને મારો પરિવાર જંગલમાં મૃત હાલતમાં મળી આવશે.(આ કેસ વિશે વધુ જાણવા અહી ક્લિક કરો)
સાંસદ શફીકુર રહેમાન બર્ક વિરુદ્ધ રાજદ્રોહનો કેસ
આ પહેલાં તાલિબાની લડાકુઓની દેશના સ્વાતંત્ર્યસેનાનીઓ સાથે તુલના કરવા પર સમાજવાદી પાર્ટીના સાંસદ શફીકુર રહેમાન વિરુદ્ધ રાજદ્રોહ સહિત ઘણી ધારાઓ કોતવાલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી. આ કાર્યવાહી ભાજપના નેતા રાજેશ સિંઘલના નિવેદનના આધારે કરવામાં આવેલી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.