• Gujarati News
  • National
  • Shinde's Name Was Mentioned And Uddhav Did Not Take Any Decision, Even Stopped The File, Waiting To Meet Him.

આ કારણે નારાજ થયા એકનાથ:શિંદેનું નામ પડતું અને ઉદ્ધવ કોઈ નિર્ણય લેતા ન હતા, ફાઈલ પણ અટકાવી દેતા હતા, મળવા આવે તો રાહ જોવડાવતા

મુંબઈ12 દિવસ પહેલા

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર સંકટમાં છે, કેમકે શિવસેનાના કદ્દાવર નેતા એકનાથ શિંદેએ બળવો કર્યો છે. શિંદે લગભગ 30થી વધુ ધારાસભ્યની સાથે સુરતની હોટલમાં છે. ઠાકરે સરકારના મંત્રી નારાજ નેતાઓને મનાવવાના ઘણા પ્રયાસ કરી રહ્યાં છે. શિંદે કંઈ એક જ રાતમાં બળવાખોર નેતા નથી બન્યા પરંતુ આ માટેની સ્ક્રીપ્ટ રાજ્યસભાની ચૂંટણી પહેલાંથી લખવાની શરૂ થઈ હતી.

મંત્રી તરીકે એકનાથ શિંદેના અનેક નિર્ણયો પર CM ઉદ્ધવ ઠાકરે અવગણ્યા અને તેને રોકી દીધા. પ્રમુખ સચિવોની મદદથી તેમના વિભાગની ફાઈલને પણ અટકાવી દેવામાં આવતી હતી. આ ઉપરાંત શિવસેના હિન્દુત્વના મુદ્દેથી દૂર જઈ રહ્યું હતું તે પણ શિંદેને ખટકી રહ્યું હતું. તેથી મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસની શરૂઆત થતાં જ શિંદે બળવાખોર બની ગયા.

ફડણવીસ સાથે શિંદેની મિત્રતા ઠાકરેને ખુંચતી હતી

મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર હતી ત્યારે શિંદે મંત્રી હતા. આ દરમિયાન તત્કાલીન CM દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ સમૃદ્ધિ એક્સપ્રેસ લાવવામાં આવ્યો. આ દરમિયાન એકનાથ શિંદે અને ફડણવીસ વચ્ચે મજબૂત રાજકીય મિત્રતા થઈ ગઈ જે આજે પણ અકબંધ છે. આ મિત્રતા ઉદ્ધવને પસંદ નથી. તેથી તેમની શિંદે પ્રત્યેની નારાજગી વધતી ગઈ. તો અન્ય શિવસેનાના નેતાઓને પણ એકનાથ શિંદેના ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેના ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ સાથેના સારા સંબંધ પસંદ ન હતા.

સમૃદ્ધિ એક્સપ્રેસમાં ભ્રષ્ટાચારનો મુદ્દો
હકિકતમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફડણવીસની સમૃદ્ધિ એક્સપ્રેસમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને ભાજપને ઘેરવા માગતા હતા. શિવસેના તેના માટે એકનાથ શિંદેનો ઉપયોગ કરવા ઈચ્છતી હતી. પરંતુ ફડણવીસ ફસાય તો એકનાથ પણ ફસાશે તેવો તેમને ડર હતો. કેમકે પ્રોજેક્ટની શરૂઆત જ્યારે થઈ ત્યારે શિંદે જ કેબિનેટ મંત્રી હતા. જે બાદ સંજય રાઉત અને અનિલ પરબ સહિત અનેક વરિષ્ઠ શિવસેના નેતા પણ શિંદે વિરૂદ્ધ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાન ભરવા લાગ્યા હતા.

ઉદ્ધવે શિંદેની પસંદગીના અધિકારીઓની નિમણૂંક ન થવા દીધી
દેશની આર્થિક રાજધાની મુંબઈની ડીપીઆર તૈયાર કરતી વખતે એકનાથ શિંદેએ શહેરી વિકાસ મંત્રી તરીકે કેટલાંક નિર્ણય લીધા. આ નિર્ણયોને બાદમાં મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના સચિવની મદદથી રોકી દીધા હતા. શિંદે થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાનાં કેટલાંક IAS અને ડેપ્યુટી કલેક્ટરની નિમણૂંક કરવા ઈચ્છતા હતા. મુખ્યમંત્રીએ તેમની નિમણૂંક પણ ન થવા દીધી. વિધાન પરિષદની ચૂંટણીમાં એકનાથ શિંદેએ નંબર એક રાજનીતિક પદ પર હોવા છતાં શિવસેનાના પદાધિકારીઓને મહત્વ આપવામાં આવ્યું.

હિન્દુત્વથી શિવસેનાનું દૂર થવું પણ એક મહત્વનું કારણ
મુખ્યમંત્રી ઠાકરે સતત એકનાથ શિંદેના વિભાગની ફાઈલ રોકી રહ્યાં હતા. શિંદે તેમને મળવા જતા તો ઠાકરે તેમને લાંબી રાહ જોવડાવતા હતા. બીજી બાજુ એકનાથ શિંદે પણ નારાજ હતા કે શિવસેના હિન્દુત્વના મુદ્દાથી દૂર થઈ રહી છે. શિંદે થાણે નગર નિગમની ચૂંટણી એકલા હાથે લડવા માગતા હતા પરંતુ સંજય રાઉત સહિત કેટલાંક નેતા તેમના પર NCPની સાથે મળીને ચૂંટણી લડવાનો દબાણ કરતા હતા. આ રાજકીય મુદ્દાઓથી નારાજ એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી સરકારને ઘટતાં સમર્થનને જોઈને વિદ્રોહ કરી દીધો.

દિલ્હી કેમ પહોંચ્યા હતા ફડણવીસ?
જો મહારાષ્ટ્રમાં સરકાર બદલાય છે તો ફડણવીસ એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવા માગે છે. તે માટે તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મંજૂરી ઈચ્છે છે. જેનાથી પ્રદેશમાં ભાજપની સરકાર બનવામાં કોઈ રાજકીય અડચણ ન આવે. આ ઉપરાંત પાર્ટીના નેતા એવું પણ જાણવા માગતા હતા કે શિંદેના સાથ આવવાથી મુંબઈ અને થાણે સહિત 14 નગર નિગમમાં ભાજપને કેટલો રાજકીય ફાયદો મળશે. શિંદેના પુત્ર શ્રીકાંત એકનાથ શિંદે કલ્યાણથી સાંસદ છે. શું તેમને કેન્દ્રમાં કંઈ જવાબદારી આપવામાં આવી શકે છે? ફડણવીસ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે આ મુદ્દે પણ ચર્ચા કરવા માગતા હતા.

અન્ય સમાચારો પણ છે...