• Gujarati News
  • National
  • Shinde Took 12 Shiv Sena MPs To The Lok Sabha Speaker, Will Also Go To The Election Commission

લોકસભામાં શિંદે જૂથને માન્યતા:એકનાથ શિંદે 12 સાંસદોની સાથે સંસદ પહોંચ્યા, સ્પીકરે રાહુલ શેવાલેને શિવસેનાના નેતા ગણાવ્યા

નવી દિલ્હી2 મહિનો પહેલા

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવી ચાલ ચાલી છે. શિંદેએ શિવસેના પર દાવો કરતા લોકસભા સ્પીકરની સામે 12 સાંસદોની પરેડ કરાવી. શિંદેનો દાવો છે કે શિવસેનાના 19માંથી 18 સાંસદોનું સમર્થન તેમની પાસે છે.

સાંજે સ્પીકર ઓમ બિડલાએ તમામ બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે સમર્થક સાંસદ રાહુલ શેવાલેને લોકસભામાં શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી દીધી. રાહુલ શેવાલે દક્ષિણ મધ્ય મુંબઈથી પાર્ટીના સાંસદ છે. શેવાલે જ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDAના ઉમેદવારને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો.

મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓની એક બેઠક બોલાવી છે. સાથે મહાનગરપાલિક અધ્યક્ષોને પણ આ મીટિંગ સામેલ કરવાના નિર્દેશ આપ્યા છે. ધારાસભ્યોના બળવા પછી ઉદ્ધવે 29 જૂને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

એકનાથ શિંદે મંગળવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ શિંદે બીજી વખત દિલ્હી પહોંચ્યા છે.
એકનાથ શિંદે મંગળવારે સવારે દિલ્હી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ શિંદે બીજી વખત દિલ્હી પહોંચ્યા છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર મુખ્ય અપડેટ્સ...

  • એકનાથ શિંદે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. શાહ સાથે મુલાકાત બાદ શિંદેએ લોકસભાનાં સ્પીકર સાથે મુલાકાત કરી હતી.
  • મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં CJI એનવી રમણાની બેંચ સુનાવણી કરશે.
  • એકનાથ શિંદે તેમના જૂથના નેતાઓને લઈને ચૂંટણી પંચ પાસે જશે, જ્યાં તેઓ શિવસેના પર દાવો રજૂ કરશે.

12 સાંસદોને કેન્દ્રએ આપી Y+ સુરક્ષા
શિવસેનાના 12 સાંસદોને કેન્દ્ર સરકાર દ્વારા Y+ સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના 19માંથી 12 સાંસદો લોકસભામાં અલગ જૂથનો દાવો રજૂ કરી શકે છે. આ સાંસદો મંગળવારે વડાપ્રધાનને પણ મળી શકે છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે દિલ્હી પહોંચી ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે તેઓ ચૂંટણી પંચમાં જશે અને શિવસેના પર પોતાનો દાવો રજૂ કરશે. શિંદે દિલ્હી પહોંચ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.

શિંદે જૂથે સોમવારે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીનું વિસર્જન કર્યું હતું. મહારાષ્ટ્ર સંકટ પર CJI એનવી રમણાની બેંચ બુધવારે સુનાવણી કરશે. જેમાં શિંદે જૂથના 16 બળવાખોર ધારાસભ્યોની સભ્યપદ રદ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે.

સુપ્રીમ કોર્ટની સુનાવણી પર તમામની નજર
હવે તમામની નજર મહારાષ્ટ્ર સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં 20 જુલાઈએ થનારી સુનાવણી પર છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને હેમા કોહલીની બેન્ચ ઉદ્ધવ ઠાકરે જુથ અને એકનાથ શિંદે જુથની અરજીઓ પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ શિવસેના લડાઈમાં નવો વળાંક આવશે.

શિવસેના પરના દાવા પાછળ શું છે શિંદેની દલીલ?
શિવસેનાના 40 ધારાસભ્યો અને 13 સાંસદો પિતૃ પક્ષ (ઉદ્ધવની શિવસેના)થી અલગ થઈ ગયા છે. બળવાખોર જૂથના નેતા અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સાંસદો અને ધારાસભ્યોની સંખ્યાના આધારે દાવો કર્યો છે કે તેમની પાસે બે તૃતીયાંશ છે. તેઓ જનપ્રતિનિધિ છે, તેથી અસલી શિવસેના હવે તેમની છે.

આખરે બેઠકમાં ઉદ્ધવ મજબુત દેખાયા
21 જુને મળેલી કાર્યકારિણીની અંતિમ બેઠકને આધાર માનીએ તો ઉદ્ધવ પાસે કાર્યકારિણીનો બહુમત છે, માટે બળવાકોરો માટે આ મુશ્કેલીભર્યું બની શકે છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ફરીથી પસંદગી કરવામાં આવી હતી. તમામે ઉદ્ધવ ઠાકરેને પાર્ટીના તમામ નિર્ણય લેવાના અધિકાર આપ્યા હતા. તે પણ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના નામનો ઉપયોગ અન્ય કોઈ નહીં કરે.

શિવસેના સંગઠનનું માળખું શું છે?
શિવસેનાની સ્થાપના 1966માં થઈ હતી. તે સમયે તે પ્રાદેશિક પક્ષ હતો. શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે 1976માં શિવસેનાનું બંધારણ તૈયાર કર્યું. આ બંધારણ મુજબ, તે જાહેર કરવામાં આવ્યું હતું કે સર્વોચ્ચ પદ એટલે કે 'શિવસેના પ્રમુખ' પછી, 13 સભ્યોની કાર્યકારી સમિતિ પાર્ટી સંબંધિત કોઈપણ નિર્ણય લઈ શકે છે.

1989માં ચૂંટણી પંચે શિવસેનાને રાજ્ય સ્તરની પાર્ટી તરીકે 'ધનુષ તીર' પ્રતીક આપ્યું હતું. 2003માં રાજ ઠાકરેએ મહાબળેશ્વરની એક બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને શિવસેનાના પ્રમુખ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે 282 સભ્યોના પ્રતિનિધિ ગૃહે આ પ્રસ્તાવને મંજૂરી આપી અને ઉદ્ધવ ઠાકરે પક્ષના વડા બન્યા હતા. પછી રાજ ઠાકરેએ શિવસેના છોડીને MNS પાર્ટી બનાવી હતી.

બાલાસાહેબનાં રહેતા ઉદ્ધવને પાર્ટીમાં નંબર-2નું સ્થાન આપવામાં આવ્યું હતું. આ બાબતે નારાજ થઈને રાજ ઠાકરેએ શિવસેના છોડી દીધી હતી.
બાલાસાહેબનાં રહેતા ઉદ્ધવને પાર્ટીમાં નંબર-2નું સ્થાન આપવામાં આવ્યું હતું. આ બાબતે નારાજ થઈને રાજ ઠાકરેએ શિવસેના છોડી દીધી હતી.

શિવસેના કારોબારીમાં કોણ-કોણ છે?
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોને પાર્ટીના 'નેતા' કહેવામાં આવે છે. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં આદિત્ય ઠાકરે, મનોહર જોશી, સુધીર જોશી, લીલાધર દાકે, સુભાષ દેસાઈ, દિવાકર રાઉત, રામદાસ કદમ, સંજય રાઉત અને ગજાનન કૃતિકરનો સમાવેશ થાય છે. તેમાંથી મોટાભાગના હજુ પણ ઉદ્ધવ સાથે છે.

શિવસેનાનું બંધારણ શું કહે છે?
પાર્ટીનાં બંધારણની કલમ 11માં કહેવામાં આવ્યું છે કે શિવસેના 'પાર્ટી પ્રમુખ' સર્વોચ્ચ પદ છે. પ્રતિનિધિ સભાની પાસે રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોને દૂર કરવાનો અધિકાર છે. પક્ષના વડા દ્વારા નિયુક્ત રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો દૂર કરવાનો અધિકાર 'પાર્ટી પ્રમુખ' પાસે છે. તેથી, ઉદ્ધવ ઠાકરે પાસે પક્ષના વડા તરીકે ચૂંટણી રદ્દ કરવાના દરેક અધિકાર છે. આ અધિકારનો ઉપયોગ કરીને તેમણે શિંદે અને ગવલી વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

શિવસેનાના બંધારણના જાણકારો કહે છે કે એકનાથ શિંદે 40 ધારાસભ્યો અને 13 સાંસદોની સંખ્યા પર શિવસેના અને ધનુષ તીરનો દાવો કરી શકે નહીં. શિંદે ઓછામાં ઓછા 250 પ્રતિનિધિ સભ્યો ધરાવતી પાર્ટીમાંથી ચૂંટાનું પડશે. ત્યાર બાદ જ તેમને ચૂંટણી પંચની મંજૂરી મળશે અને તેઓ શિવસેના સામે દાવો કરી શકશે. જો કે શિવસેના વડાનો નિર્ણય આખરી છે, તેથી બળવાખોરો માટે આગળ મુશ્કેલભર્યો સમય આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...