• Gujarati News
 • National
 • Shinde Resigned As CM Two And A Half Years Ago, Now Why The Revolt? Know Everything In 8 Questions

મહારાષ્ટ્ર સંકટનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય:અઢી વર્ષ પહેલાં CM પદ શિંદે ચૂક્યા, હવે બળવાખોરી કેમ? 8 સવાલમાં જાણો બધું જ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શિવસેના સાથે બળવાખોરી પછી એકનાથ શિંદેનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, હું બાળાસાહેબનો સાચ્ચો શિવસૈનિક છું. બાળા સાહેબે મને હિન્દુત્વ શિખવાડ્યું છે. હું સત્તા માટે કદી એમને દગો નહીં આપું.

એકનાથ શિંદે હાલ શિવસેનાના 15, એક એનસીપી અને 14 અપક્ષ ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતમાં છે. આ ટોળીમાં શિંદે સિવાય 3 મંત્રી પણ છે. તેઓ મુખ્યમંત્રીનો ફોન પણ નથી ઉપાડતા. તેથી હવે સવાલ ઊભા થવા લાગ્યા છે કે, ઉદ્ધવ સરકાર રહેશે કે જશે?

ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ ઉદ્ધવ સરકાર પર સંકટ સાથે જોડાયેલા 8 સવાલોના જવાબ...

સવાલ- 1: એકનાથ શિંદે કોણ છે અને અચાનક કેમ બળવાખોરી બન્યા?
59 વર્ષના એકનાથ શિંદે શિવસેનાના કદાવર નેતા અને હાલ મહારાષ્ટ્ર સરકારમાં નગર વિકાસ મંત્રી છે. 2019માં ઉદ્ધવ ઠાકરેએ શિંદેને ધારાસભ્ય ગ્રુપના નેતા બનાવી દીધા છે. તે સમયે માનવામાં આવતું હતું કે, શિંદે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે.
જોકે એનસીપી અને કોંગ્રેસ ઈચ્છતા હતા કે ઉદ્ઘવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. એ જ રીતે શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનતા બનતા રહી ગયા. છેલ્લાં કેટલાક દિવસોથી શિંદે શિવસેનાથી નારાજ છે.

સવાલ-2: એકનાથ શિંદે નારાજ કેમ છે?

એક જાહેર કાર્યક્રમમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ એક સાથે
એક જાહેર કાર્યક્રમમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ એક સાથે
 • મુંબઈથી નાગપુર વચ્ચે બનતા સુપર કોમ્યુનિકેશન હાઈવે ફડણવીસનો ડ્રિમ પ્રોજેક્ટ હતો. સમૃદ્ધી મહામાર્ગ નામના આ પ્રોજેક્ટને ફડવીસે શિંદેને સોંપ્યો હતો. ઉદ્ધવ સરકારમાં પણ આ પ્રોજેક્ટ શિંદે પાસે હતો. પરંતુ તેનો શ્રેય શિંદેને આપવામાં ના આવ્યો,
 • શિંદે શિવસેનાના તે નેતાઓમાં સામેલ છે જે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની વિરોધમાં હતા. આ ગ્રુપનું કહેવું છે કે, ઉદ્ધવ ઠાકરેએ સીએમ બનવા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને શિવસેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
 • મહારાષ્ટ્રમાં શિવસેનાને મરાઠા અસ્મિતા માટે કામ કરતી હિન્દુવાદી પાર્ટી માનવામાં આવે છે. પવારની એનસીપીને મરાઠાઓની પાર્ટી અને કોંગ્રેસની ઈમેજ મુસ્લિમ સમર્થક હોવાની છે. શિંદેનું કહેવું છે કે, કોંગ્રેસની આ ઈમેજથી શિવસેનાની વોટબેન્ક ઘણી નબળી થઈ છે.
 • શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહા અઘાડી સરકાર બન્યા પછી શિવસેનામાં સંજય રાઉત, અનિલ દેસાઈ અને આદિત્ય ઠાકરેની તાકાત ઘણી વધી ગઈ. જ્યારે એકનાથ શિંદેને એકલા પાડી દેવામાં આવ્યા હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી.

સવાલ-3: હાલના સંકટની શરૂઆત ક્યાથી થઈ?

 • 10 જૂને થયેલી રાજ્યસભાની ચૂંટણીથી જ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર સામે સંકટ ઉભુ થયું હતું. રાજ્યસભાની 6 સીટ પર સત્તાધીશ મહાવિકાસ અઘાડી એટલે કે શિવસેના+કોંગ્રેસ+NCPના 3 અને BJPના 3 ઉમેદવાર જીત્યા છે.
 • આમ હવે મહારાષ્ટ્ર વિધાનસભામાં BJP પાસે માત્ર 106 ધારાસભ્ય છે. અપક્ષ મળીને આ સંખ્યા 113થી વધારે થઈ રહી છે. પરંતુ રાજ્યસભા ચૂંટણીમાં તેમને 123 વોટ મળ્યા તો MLC ચૂંટણી 134 વોટ મળ્યા છે.
 • આનો સીધો અર્થ એવો થાય કે, BJPએ રાજ્યસભા ચૂંટણીમાં સત્તાપક્ષના 10 ધારાસભ્યો તોડ્યા હતા. જ્યારે MLC ચૂંટણીમાં BJPને 134 વોટ મળ્યા હતા. એટલે કે BJP સાથે અત્યાર સુધી સત્તાપક્ષના 21 ધારાસભ્યો આવી ગયા હતા.

સવાલ- 4: એકનાથ શિંદે સાથે કોણ કોણ ધારાસભ્યો છે?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એકનાથ શિંદે સાથે કુલ 30 ધારાસભ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાલ શિંદે સાથે ગયેલા આ ધારાસભ્યોનું લિસ્ટ સામે આવ્યું છે.

કયા કયા ધારાસભ્યો સંપર્કવિહોણા?

 1. શહાજી બાપુ પાટીલ
 2. મહેશ શિંદે સતારા
 3. ભરત ગોગવળે
 4. મહેન્દ્ર દળવી
 5. મહેશ થોરવે
 6. વિશ્વનાથ ભોઈર
 7. સંજય રાઠોડ
 8. સંદીપાન ભૂમરે
 9. ઉદયસિંહ રાજપૂત
 10. સંજય શિરસાઠ
 11. રમેશ બોરણારે
 12. પ્રદીપ જયસ્વાલ
 13. અબ્દુલ સત્તાર
 14. તાનાજી સાવંત
 15. સુહાસ કાંદે
 16. પ્રકાશ અબીટકર
 17. પ્રતાપ સરનાઈક
 18. ગીતા જૈન
 19. શ્રીકાંત શિંદે
 20. રાજન વિચારે
 21. બાલાજી કેકનિકર
 22. ગુલાબરાવ પાટીલ
 23. શંભુરાજ દેસાઈ
 24. ચિંતામણ વણગા
 25. અનિલ બાબર
 26. જ્ઞાનેશ્વર ચૌગુલે
 27. રાયમૂલકર
 28. લતા સોનવણ
 29. યામિની જાધવ
 30. નીતિન દેશમુખ બાળાપૂર

સવાલ-5: ઉદ્ધવ સરકાર કેવી રીતે બની હતી? હાલ કોની કેટલી ભાગીદારી

મહારાષ્ટ્રની 288 વિધાનસભા સીચ પર 2019માં ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં બીજેપી 105 ધારાસભ્યો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની હતી. મુખ્યમંત્રી પદ માટે શિવસેના અને બીજેપી ગઠબંધનમાં વાત નહતી થઈ. આ સંજોગોમાં 56 ધારાસભ્યો વાળી શિવસેનાએ 44 ધારાસભ્યો વાળી કોંગ્રેસ અને 53 ધારાસભ્યોની NCP સાથે મળીને મહાવિકાસ અધાડી સરકાર બનાવી.

સવાલ-6: કેટલા ધારાસભ્યો ટૂટતા પડી જશે ઉદ્ધવ સરકાર?
અત્યારે એકનાથ શિંદે સાથે 30 ધારાસભ્યો ગુજરાતના સુરતમાં રોકાયા છે. હવે આપણે 2 પરિસ્થિતિના આધારે જાણીશું કે શું ઉદ્ધવ સરકારને જોખમ છે...

પરિસ્થિતિ 1: જો 25 ધારાસભ્યો ટૂટે તો?
170માંથી 25 ધારાસભ્યો સમર્થન પાછું ખેંચી લે તો 145 ધારાસભ્યોનું સમર્થન અત્યારે પણ મહા વિકાસ અધાડી પાસે છે. આ સંજોગોમાં મહા વિકાસ અધાડીના 25 ધારાસભ્યો ટૂટવાથી ઉદ્ધવ સરકારને કોઈ જોખમ થવાનું નથી. પરંતુ જો આ આંકડો વધશે તો ઉદ્ધવ સરકારને જોખમ વધી શકે છે.

પરિસ્થિતિ 2: જો 30 ધારાસભ્યો ટૂટે તો?
કુલ 170 ધારાસભ્યો ઉદ્ધવ સરકારના સમર્થનમાં છે. આ સંજોગોમાં 30 ધારાસભ્યો ટૂટે તો આ આંકડો ઘટીને 140 થઈ જાય. જ્યારે બહુમતીનો આંકડો 144 છે. આ સંજોગોમાં ઉદ્ધવ સરકાર જોખમમાં આવી શકે છે.

સવાલ- 7: ઉદ્ધવ સરકારનું ગણીત બગાડવામાં બીજેપીનો શું રોલ?
બીજેપીનું અત્યાર સુધીનું કહેવું છે કે તેમને આ મુદ્દે કઈ લેવા-દેવા નથી. આ શિવસેના અને મહાવિકાસ અધાડી પાર્ટીનો આંતરિક ઝઘડો છે. જોકે 2019 ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં બીજેપી પહેલાં પણ સરકાર બનાવવાનો પ્રયત્ન કરી ચૂકી છે. ત્યારે વહેલી સવારે અજીત પવારને બીજેપીએ ડેપ્યુટી સીએમના શપથ અપાવ્યા હતા.
બીજેપીની મધ્ય પ્રદેશ અને કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં સરકાર બનાવવા વિશે આક્રમક પોલિસી રહી છે. તેને જોઈને એવું ના કહી શકાય કે, આ સંપૂર્ણ મુદ્દે બીજેપીનો કોઈ રોલ નથી. મહારાષ્ટ્રમાં રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીમાં બીજેપીના પક્ષમાં ક્રોસ વોટિંગ થવો તેનો પુરાવો છે.

સવાલ- 8: જો ઉદ્ધવ સરકાર પડી જશે તો આગળ શું થશે?
જો મહાવિકાસ અધાડીથી 30 ધારાસભ્યો અલગ થાય તો સરકાર અલ્પમતમાં આવી જશે. આ સંજોગોમાં વિપક્ષી સંસદ બોલાવીને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો પ્રયત્ન કરશે. આ સંજોગોમાં રાજ્યપાલની ભૂમિકા સૌથી મહત્વની માનવામાં આવશે. જો ગૃહમાં બહુમતી સાબીત કરવાનો સમય આવશે તો સ્પીકરનો રોલ મહત્વનો થશે. કર્ણાટક અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આ સ્થિતિમાં વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં પણ એવું થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...