વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારપીટ,VIDEO:શિમલાની કોલેજ પોલીસ છાવણીમાં ફેરવાઈ,વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

એક મહિનો પહેલા

શિમલાનાં કોટશેરા કોલેજમાં વિદ્યાર્થી સંગઠનો સાથે થયેલ વિવાદ ચરમસીમાએ પહોંચતા,કોલેજ કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. કોલેજમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.કોલેજમાં પ્રવેશનાર દરેક વિદ્યાર્થીનું આઈકાર્ડ તપાસી ચેકિંગ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે.કોલેજ પ્રશાસને કોલેજ કેન્ટીનમાં મારપીટ કરનાર તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. હુમલામાં સામેલ વિદ્યાર્થીઓના વાલીઓને 12 સપ્ટેમ્બર સુધીમાં કોલેજમાં આવવા માટે બોલાવવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના ?

મંગળવારે કોટશેરા કોલેજનાં કેન્ટીનમાં બે વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા હતા.SFI અને ABVP વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું.SFI વિદ્યાર્થી સંગઠનનાં કેટલાક વિદ્યાર્થીઓએ લાકડીથી એબીવીપીના કાર્યકરો પર હુમલો કર્યો હતો.

કોલેજે શરુ કરી કડક કાર્યવાહી

ત્યારે કમિટી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી રહી છે. આ ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસનો સહકાર પણ લેવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...