તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Shilpa Shetty's Husband Raj Kundra Arrested By Crime Branch, Accused Of Making Pornographic Films

અશ્લિલ ફિલ્મો બનાવવાનો આરોપ:બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

મુંબઈ9 દિવસ પહેલા
(ફાઈલ ફોટો)

મુંબઈની ક્રાઈમ બ્રાંચે બોલીવૂડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની સોમવારે રાત્રે ધરપકડ કરી છે. રાજ કુંદ્રા સામે આ વર્ષે ફેબ્રુઆરીમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રાજ કુંદ્રાને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસે કહ્યું છે કે તેની પાસે રાજ કુંદ્રા સામે પૂરતા પૂરાવા છે.આ અગાઉ રાજ કુંદ્રાને ક્રાઈમ બ્રાંચે પૂછપરછ માટે બોલાવ્યો હતો. ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલ તેની પૂછપરછ કરી રહી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

અગાઉ પણ વિવાદોમાં રહ્યો છે
રાજ કુંદ્રા અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે. આ અગાઉ મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડેએ તેની ઉપર તથા તેના સહયોગી સામે બોમ્બે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. પૂનમે આરોપ લગાવ્યો હતો કે રાજ કુંદ્રાની કંપની તેની તસવીરોનો અયોગ્ય ઉપયોગ કરી રહ્યો છે.

જોકે રાજ કુંદ્રાએ આ મુદ્દે પોતાની ઉપર લાગેલા આરોપોને નકારતા જણાવ્યું હતું કે આ સાથે તેને કોઈ જ લેવા દેવા નથી. તેણે એમ પણ કહ્યું હતું કે જે કંપની પર અશ્લિલ વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે, તે તેણે છોડી દીધી છે.

ક્રાઈમ બ્રાંચે રાજની આજે પૂછપરછ કરી હતી. કલાકો સુધી પૂછપરછ કર્યાં બાદ તેની ધરપકડ કરવામાં આવી
ક્રાઈમ બ્રાંચે રાજની આજે પૂછપરછ કરી હતી. કલાકો સુધી પૂછપરછ કર્યાં બાદ તેની ધરપકડ કરવામાં આવી

સફળ બિઝનેસમેન પણ ઓળખ શિલ્પાના પતિ તરીકે
વર્ષ 1975માં બ્રિટનમાં જન્મેલો રાજ કુંદ્રા એક સફળ કારોબારી તરીકે ઓળખ ધરાવે છે. જોકે, તેની ઓળખ શિલ્પા શેટ્ટીના પતિ તરીકે વધારે થઈ રહી છે. રાજ કુંદ્રાને વર્ષ 2004માં એક બ્રિટીશ સામયિકે સૌથી શ્રીમંત એશિયાઈ બ્રિટીશની યાદીમાં 198મું સ્થાન આપ્યું હતું. તે 10 કરતાં વધારે કંપનીનો માલિકી હક અથવા હિસ્સેદારી ધરાવે છે.

અહેવાલ પ્રમાણે એક વખત તેણે સલમાન ખાન અંગે કહ્યું હતું કે સલમાન જેટલું એક ફિલ્મમાંથી કમાઈ લે છે એટલું તો તે એક મહિનામાં જ કમાણી કરી લે છે. રાજ એક બિઝનેસમેન છે અને ચોક્કસપણે તેની કમાણી અબજોમાં થશે.ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પ્રમાણે તેની પાસે 400 મિલિયન ડોલરની સંપત્તિ છે.