• Gujarati News
  • National
  • Shergarh Of Jodhpur: There Is Not A Single Horse Here But More Than 3 Thousand Jacks Delivered In The World, Salary Up To Rs 5 Lakh

ભાસ્કર વિશેષ:જોધપુરનું શેરગઢ: અહીં એક પણ ઘોડો નથી પણ વિશ્વમાં 3 હજારથી વધુ જાૅકી પહોંચાડ્યા, રૂપિયા 5 લાખ સુધી સેલરી

જોધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં દેશનાં વિવિધ શહેરોના રેસકોર્સમાં ઓછા પગારે કામ શીખે છે

જોધપુર નજીક શેરગઢનાં કેટલાંક ગામોમાં એકેય ઘરમાં ઘોડો નથી પણ અહીંના યુવકો વિદેશોમાં ઘોડેસવારીમાં ડંકો વગાડી રહ્યા છે. ઓછું ભણેલા આ યુવકો પહેલાં દેશના હોર્સ રેસકોર્સમાં ઘોડાની સારસંભાળ રાખતાં રાખતાં ઘોડેસવારી શીખે છે. તે પછી વિઝા મેળવીને વિદેશ પહોંચી જાય છે.

સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર અહીંથી અંદાજે 3 હજારથી વધુ યુવકો વિદેશોમાં જોકી બની ચૂક્યા છે. વિદેશોમાં તેઓ માસિક 5 લાખ રૂ. સુધી સેલરી પણ મેળવી રહ્યા છે. શેરગઢ નજીક ઘડા અને દેવાતુ જેવાં ઘણાં ગામ એવાં છે કે જ્યાંના ટીનેજર્સ બસ પુખ્ત વયના થવાની રાહ જુએ છે અને પુખ્ત થતાં જ પરિવારના જે સભ્યો વિદેશોમાં ઘોડેસવાર હોય તેઓ તેમને વિદેશ આવવા સતત ફોન કરવા લાગે છે.

આ ગામોના યુવકો 19 વર્ષના થતાં જ જાૅકી બનવાનું નક્કી કરી લે છે. યુવકો 20 વર્ષ પૂરાં કરે તે પહેલાં જ વિદેશ જતા રહે છે. ઘણા યુવકો તો 10મું ધોરણ પાસ પણ નથી હોતા પરંતુ ઘોડેસવારી શીખીને વિદેશોમાં પ્લેસમેન્ટ મેળવી લે છે. પછી વિઝા લઇને ત્યાં જોઇનિંગ કરી લે છે. શરૂમાં જાૅકીને માસિક દોઢ લાખથી 2 લાખ રૂ. સેલરી મળે છે પણ ધીમે-ધીમે વધે છે. ઘણા યુવકો વિદેશોમાં વર્ષો સુધી જાૅકીનું કામ કરે છે. ઘડા ગામથી શરૂમાં ઘોડેસવારી સાથે જોડાયેલા કાલુ સિંહ કહે છે કે ઘોડેસવારી કરવા શેરગઢ આસપાસથી વિદેશ જતા યુવકોની સંખ્યા સતત વધી રહી છે. તેમના ગામના પણ અંદાજે 500થી વધુ યુવકો વિદેશમાં રહે છે. કાલુ સિંહ 1984થી 1997 સુધી દુબઇ રહ્યા અને ત્યાં ઘોડેસવારી કરી. તેમણે માસિક 20 હજાર રૂ. પગારે કામ શરૂ કર્યું હતું. તેઓ 1997માં પાછા ફર્યા ત્યારે તેમને માસિક 50 હજાર રૂ. પગાર મળતો હતો પણ હવે ડિમાન્ડ પણ વધી છે અને સેલરી પણ. અહીંથી જતા ઘોડેસવારો માસિક 5 લાખ રૂ. પણ કમાઇ લે છે.

જાપાનીઝ શીખે છે, ત્યાં એજ્યુકેશનલ ક્વોલિફિકેશન નથી માગતા
શેરગઢના યુવકો હૈદરાબાદ, બેંગલુરુ, પૂણે, કોલકાતા અને દિલ્હી સહિત ઘણાં મોટાં શહેરોના રેસકોર્સમાં નાની નોકરી કરીને કામ શીખે છે. પછી જાપાન, અખાતના દેશો, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને મલેશિયા જઇને જાૅકી બની જાય છે. કામ શીખ્યા બાદ જાપાન જતા યુવકો જાપાનીઝ ભાષા શીખે છે.

અન્ય સમાચારો પણ છે...