તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Sheikh Mujibur Receives Posthumous Gandhi Peace Prize, 50 Years Ago The Whole Family Was Killed With Him

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશના જનકની દિલધડક કહાની:મોદીએ જેમને ગાંધી શાંતિ પુરસ્કાર આપ્યો તે શેખ મુજીબુરની 46 વર્ષ પહેલા 15મી ઓગસ્ટે જ પરિવાર સાથે હત્યા થઈ હતી

એક મહિનો પહેલાલેખક: જીજ્ઞેશ ત્રિવેદી
  • કૉપી લિંક
વર્ષ 2020 બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દિ વર્ષ પણ છે. - Divya Bhaskar
વર્ષ 2020 બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દિ વર્ષ પણ છે.
  • બંગબંધુ તરીકે જાણીતા શેખ મુજીબુર બાંગ્લાદેશના જનક, પ્રથમ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ બન્યા.
  • 15 ઓગસ્ટે જ ભારતના સ્વાતંત્ર્ય પર્વના દિવસે જ મુઝીબુરની હત્યા કરાઈ, પરિવારમાં માત્ર તેમની બે દીકરી જ જીવતી બચી.
  • મુજીબુરની એક દીકરી શેખ હસીનાએ ભારતનો આશરો લીધો અને બાદમાં સ્વદેશ પરત ફરી દેશના વડાંપ્રધાન બન્યા

ભારતમાં હાલ બાંગ્લાદેશના સંસ્થાપક બંગબંધુ શેખ મુજીબુર રહમાનની ઘણી ચર્ચા જોવા મળી રહી છે. તેનું સૌથી મોટું કારણ છે, ભારત તરફથી રહમાનને વર્ષ 2020નું મરણોપરાંત ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરાયું છે. આ ઉપરાંત PM મોદીની બાંગ્લાદેશ યાત્રાએ પણ ભારે ચર્ચા જગાવી છે. વર્ષ 2020 બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દિ વર્ષ પણ છે. આ ખાસ અવસરને બાંગ્લાદેશ 'મુજીબ બોરસો' તરીકે મનાવી રહી છે.

PM મોદી બાંગ્લાદેશ પહોંચ્યા બાદ 'ખાદી મુજીબ જેકેટ' પણ પહેર્યું, કેમકે તેને બંગબંધુના પરિધાન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે શેખ મુજીબુર રહમાન 'શેખ મુજીબ'ના નામથી પ્રસિદ્ધ હતા પરંતુ તેને 'બંદબંધુ'ની પદવી પમ સન્માનિત કરવામાં આવ્યા હતા. શેખ મુજીબે બાંગ્લાદેશને મુક્તિ અપાવવા માટે પાકિસ્તાન વિરૂદ્ધ સશસ્ત્ર સંગ્રામની આગેવાની કરી હતી. આ વર્ષે બાંગ્લાદેશ પોતાની આઝાદીની 50મી વર્ષગાંઠ પણ ઉજવી રહ્યું છે. 26 માર્ચનો દિવસ બાંગ્લાદેશના ઇતિહાસ માટે ઘણો જ મહત્વપૂર્ણ છે કેમકે આ દિવસે જ પાકિસ્તાનથી અલગ થઈને પૂર્વી પાકિસ્તાન બાંગ્લાદેશ નામનો સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થયો હતો.

PM મોદી બાંગ્લાદેશ પહોંચ્યા જ્યાં તેઓએ શેખ મુજબીર રહમાનને પુષ્પાંજલિ આપ્યા
PM મોદી બાંગ્લાદેશ પહોંચ્યા જ્યાં તેઓએ શેખ મુજબીર રહમાનને પુષ્પાંજલિ આપ્યા

પૂર્વી પાકિસ્તાનમાં પશ્ચિમ પાકિસ્તાની સેનાનો આતંક
ભારતના ભાગલા પડ્યા ત્યારે પૂર્વ અને પાકિસ્તાન એમ બે દેશ પણ અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાનના પશ્ચિમી ક્ષેત્રમાં સિંધી, પઠાણ, બલોચ અને મુઝાહિર લોકોની મોટી સંખ્યા હતા. જ્યારે તેના પૂર્વ ક્ષેત્રમાં બંગાળી બોલનારા લોકો રહેતા હતા. જેને પૂર્વી પાકિસ્તાનના નામથી ઓળખવામાં આવતું હતું. પરંતુ આ ક્ષેત્રની હંમેશાથી જ ઘણી ઉપેક્ષા કરવામાં આવતી હતી જેના કારણે અહીં રહેતા લોકોમાં પાકિસ્તાન પ્રત્યે ભારે નારાજગી હતી.

આ નારાજગીને પગલે જ પૂર્વી પાકિસ્તાનના નેતા શેખ મુજીબુર રહમાનને આવામી લીગ પાર્ટીનું ગઠન થયું. તેઓએ પાકિસ્તાન સમક્ષ પોતાના ક્ષેત્ર માટે વધુ સ્વાયત્તાની માગ કરી હતી. 1970માં થયેલી ચૂંટણીમાં શેખ મુજીબુર રહમાનની આવામી લીગે પૂર્વી પાકિસ્તાનની 162માંથી 160 સીટી જીતી. જ્યારે ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પશ્ચિમી પાકિસ્તાનની 138માંથી 81 સીટ જ જીતી હતી. બહુમતી રહમાનની પાસે હતું અને તેઓ જ વડાપ્રધાન માટેના દાવેદાર હતા, પરંતુ પાકિસ્તાન સૈન્ય શાસને આવું ન થવા દિધું. ભુટ્ટોએ અનેક સપ્તાહ સુધી મુજીબુર રહમાન સાથે વાતચીત કરી પરંતુ જ્યારે કોઈ ઉકેલ ન આવ્યો તો યાહ્યા ખાને પૂર્વી પાકિસ્તાનમાં બળજબરી અને આતંક ફેલાવવાનું શરૂ કરી દિધું.

ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ અનેક સપ્તાહ સુધી મુજીબુર રહમાન સાથે વાતચીત કરી પરંતુ જ્યારે કોઈ ઉકેલ ન આવ્યો તો યાહ્યા ખાને પૂર્વી પાકિસ્તાનમાં બળજબરી અને આતંક ફેલાવવાનું શરૂ કરી દિધું. (ફાઈલ)
ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ અનેક સપ્તાહ સુધી મુજીબુર રહમાન સાથે વાતચીત કરી પરંતુ જ્યારે કોઈ ઉકેલ ન આવ્યો તો યાહ્યા ખાને પૂર્વી પાકિસ્તાનમાં બળજબરી અને આતંક ફેલાવવાનું શરૂ કરી દિધું. (ફાઈલ)

વડાપ્રધાનની સીટની જગ્યાએ મળી જેલ
ભારે બહુમતીથી જીત મળી હોવા છતાં બંગબંધુ મુજીબુર રહમાન પાકિસ્તાનના વડાપ્રધાન ન બની શક્યા પરંતુ તેઓને જેલમાં નાખી દેવામાં આવ્યા. આ તે જ ઘટના હતી જેને પાકિસ્તાનના ભાગલાનો પાયો નાંખ્યો. લોકોના બળવાને દબાવવા માટે તેમજ લોકોની નારાજગી દૂર કરવા માટે 1971માં પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ યાહ્યા ખાને તેની જવાબદારી જનરલ ટિક્કા ખાનને સોંપી.

પાકિસ્તાનની સેનાએ કર્યું ઓપરેશન સર્ચલાઈટ
ટિક્કા ખાને આ મામલાને શાંતિથી ઉકેલવાની બદલે દબાણ અને અત્યાચારનો સહારો લીધો, જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. 25 માર્ચ, 1971નાં રોજ પાકિસ્તાની સેનાએ ઓપરેશન સર્ચલાઈટનો પ્રારંભ કર્યો. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાની સેના અને પોલીસે ઘણો જ નરસંહાર કર્યો. એવું કહેવાય છે કે પાકિસ્તાની સેનાએ 30 લાખ લોકોને મારી નાખ્યા હતા. આ નરસંહાર પછી બાંગ્લાદેશને આઝાદી અપાવવા માટે મુક્તિ વાહિનીનું ગઠન થયું, જેમાં સૈનિક અને સામાન્ય લોકો સામેલ હતા.

ભારત તરફ લોકોનું પલાયન
પાકિસ્તાની સેના અને પોલીસથી બચવા માટે લાખો લોકો ભારત તરફ આવવા લાગ્યા. ભારતે અનેક વખત આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી કે અહીંની સ્થિતિમાં સુધારો કરવામાં આવે પરંતુ કોઈ પરિણામ ન આવ્યું. જે બાદ ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ મુક્તિ વાહિનીને સમર્થન આપવાનું શરૂ કર્યું અને બાંગ્લાદેશને આઝાદી અપાવવા માટે મદદ આપવાનો નિર્ણય કર્યો. જુલાઈમાં ભારતે ઓપરેશન જેકપોટ લોન્ચ કરી મુક્તિ વાહિનીના લડવૈયાઓને મદદ કરવા માટે ટ્રેઈનિંગ આપવાનું શરૂ કર્યું.

25 માર્ચ, 1971નાં રોજ પાકિસ્તાની સેનાએ ઓપરેશન સર્ચલાઈટનો પ્રારંભ કર્યો. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાની સેના અને પોલીસે ઘણો જ નરસંહાર કર્યો. (ફાઈલ)
25 માર્ચ, 1971નાં રોજ પાકિસ્તાની સેનાએ ઓપરેશન સર્ચલાઈટનો પ્રારંભ કર્યો. આ ઓપરેશન અંતર્ગત પાકિસ્તાની સેના અને પોલીસે ઘણો જ નરસંહાર કર્યો. (ફાઈલ)

ઈન્દિરા ગાંધીની અમેરિકાની મુલાકાત
ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમના સલાહકારોએ અમેરિકા અને યુરોપની મુલાકાત લીધી. તેઓએ દુનિયાની સામે ભારતનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો. પરંતુ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન સાથેની વાતચીતનું કોઈ જ પરિણામ ન આવ્યું. જ્યાં ભારત ઈચ્છતું હતું કે મુજીબ રહમાનને જેલમાંથી મુક્ત કરવામાં આવે. જો કે નિક્સન પશ્ચિમી પાકિસ્તાનની સેનાને વધુ સમય આપવાની વકાલત કરી રહ્યાં હતા. ત્યારે ભારતે સ્પષ્ટ કર્યુ હતું કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી કરાશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

ભારત ઈચ્છતું હતું કે મુજીબ રહમાનને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તે માટે તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ અમેરિકા અને યુરોપની મુલાકાત કરી હતી. (ફાઈલ)
ભારત ઈચ્છતું હતું કે મુજીબ રહમાનને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને તે માટે તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ અમેરિકા અને યુરોપની મુલાકાત કરી હતી. (ફાઈલ)

13 દિવસમાં જ યુદ્ધનો ફેંસલો
23 નવેમ્બરે પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપતિ યાહ્યા ખાને યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું. જે બાદ 3 ડિસેમ્બર 1971નાં રોજ પાકિસ્તાનની વાયુ સેનાએ ભારત પર હુમલો કરી દિધો. પાકિસ્તાને ભારતના અનેક શહેરોને નિશાન બનાવ્યા. જેનો ભારતીય સેનાએ પણ જોરદાર જવાબ આપ્યો. ભારતીય સેનાની આક્રમકતા સામે પાકિસ્તાની સેના ઘુંટણિયે પડી અને 16 ડિસેમ્બરે પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કરી દિધું. પાકિસ્તાની સેનાના ઘુંટણિયે ટેકવતાની સાથે બાંગ્લાદેશનો જન્મ થયો અને માત્ર 13 જ દિવસમાં યુદ્ધ સમાપ્ત થયું.

માત્ર 13 જ દિવસના યુદ્ધમાં પાકિસ્તાની સેના ભારતીય જવાનો પાસે ઘુંટણિયે પડ્યા અને બાંગ્લાદેશનો જન્મ થયો (ફાઈલ)
માત્ર 13 જ દિવસના યુદ્ધમાં પાકિસ્તાની સેના ભારતીય જવાનો પાસે ઘુંટણિયે પડ્યા અને બાંગ્લાદેશનો જન્મ થયો (ફાઈલ)

મુજીબ રહેમાન બાંગ્લાદેશના સ્થાપક, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન
17 માર્ચ 1920નાં રોજ ઢાકાના ટુડ્ગિપાડામાં જન્મેલા બંદબંધુની સૈન્ય સત્તાપલટાના પ્રયાસમાં 15 ઓગસ્ટ, 1975નાં રોજ હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાના દોષિતોમાં એકનું નામ અબ્દુલ માજિદ હતું, જેને ગત વર્ષે જ ફાંસી આપવામાં આવી હતી. બંગબંધુ શેખ મુજીબુર રહમાન બાંગ્લાદેશના જનક અને પહેલાં રાષ્ટ્રપતિ હતા. તેઓને બાંગ્લાદેશના સંસ્થાપક પણ કહેવામાં આવે છે. તેઓએ બાંગ્લાદેશને પાકિસ્તાનથી મુક્ત કરાવ્યું અને એક અલગ દેશ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનથી મુક્ત થઈને એક આઝાદ દેશ બન્યો તો બંગબંધ જ પહેલાં રાષ્ટ્રપતિ બન્યા હતા. બાદમાં તેઓ વડાપ્રધાન પણ બન્યા.

બંગબંધુ શેખ મુજીબુર રહમાન બાંગ્લાદેશના જનક અને પહેલાં રાષ્ટ્રપતિ હતા. તેઓને બાંગ્લાદેશના સંસ્થાપક પણ કહેવામાં આવે છે. (ફાઈલ)
બંગબંધુ શેખ મુજીબુર રહમાન બાંગ્લાદેશના જનક અને પહેલાં રાષ્ટ્રપતિ હતા. તેઓને બાંગ્લાદેશના સંસ્થાપક પણ કહેવામાં આવે છે. (ફાઈલ)

મુજીબ રહમાન અને તેમના આખા પરિવારની હત્યા
15 ઓગસ્ટ, 1975નાં રોજ ભારતની સ્વતંત્ર્તા પર્વના દિવસે જ બાંગ્લાદેશમાં સૈનિકોએ સત્તાપલટો કર્યો. અને જુનિયર આર્મી ઓફિસર્સ પ્રેસિડન્ટના નિવાસસ્થાને ટેન્ક લઈને ધસી પડ્યા હતા અને મુજીબ, તેમના પરિવાર અને તેમના પર્સનલ સ્ટાફની હત્યા કરી દેવામાં આવી હતી. માત્ર તેમની બે પુત્રી શેખ હસીના અને શેખ રેહાના જ બચી ગયા હતા. આ બંને બહેનો જર્મની હોવાથી બચી ગયા હતા. આ ઘટના બાદ શેખ હસીના ભારત આવીને રહેવા લાગી અને તેઓએ બાંગ્લાદેશની સત્તા પચાવી પાડનારે અભિયાન ચલાવ્યું. તેઓ પોતાના દેશ પરત પર્યા અને લગભગ સાત વર્ષ પછી થયેલી ચૂંટણીમાં જીત મેળવી. શેખ હસીના હાલ બાંગ્લાદેશના વડાપ્રધાન છે.

ભારતની મદદથી જ પાકિસ્તાન પશ્ચિમ અને પાકિસ્તાન પૂર્વના ભાગલા પડ્યા અને બાંગ્લાદેશ નામના એક અલગ રાષ્ટ્રનો પાયો નાખ્યો. ત્યારે ભારતના સ્વાતંત્ર્ય પર્વના દિવસે જ બાંગ્લાદેશમાં સૈનિકોએ સત્તા પલટો કર્યો અને બાંગ્લાદેશના જનક, પહેલાં રાષ્ટ્રપતિ, આવામી લીગના અધ્યક્ષ શેખ મુજબીર રહમાનની તેમના પરિવારની સાથે હત્યા કરવામાં આવી.

શેખ મુજીબ રહેમાન તેમના પરિવાર સાથે
શેખ મુજીબ રહેમાન તેમના પરિવાર સાથે
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો