મિઝોરમના ચમ્ફાઈમાં રાત્રે લગભગ 9 વાગે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી છે. ભૂકંપના આંચકાને લીધે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
IMFએ વર્ષ 2022 માટે ભારતનો GDP વિકાસ દરનો અંદાજ 8.2 ટકાથી ઘટાડી 7.4 ટકા કર્યો
ઈન્ટરનેશનલ મોનિટરીગ ફંડ (IMF)એ 2022 માટે ભારતના GDP વિકાસના દરને લગતો અંદાજ 8.2 ટકાથી ઘટાડી 7.4 ટકા કર્યો છે. IMFએ વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂકના એક અપડેટમાં કહ્યું છે કે ભારત સહિત વિશ્વભરમાં વધતી મોંઘવારી અને બેરોજગારીની સ્થિતિ વચ્ચે મંદીના ભણકારા સંભળાઈ રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશ્વના અર્થતંત્ર પર જોવા મળી રહી છે. IMFએ કહ્યું કે વૈશ્વિક વાસ્તવિક GDP વૃદ્ધિ 2022માં ધીમી થઈ 3.2 ટકા થઈ જશે,જે એપ્રિલ મહિનામાં ઈશ્યુ કરવામાં આવેલા પૂર્વાનુમાન 3.6 ટકા હતું.
જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન કૌભાંડમાં ફારુક અબ્દુલ્લા સામે EDની ચાર્જશીટ
જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન કૌભાંડમાં ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફારુક અબ્દુલ્લા સામે ચાર્જશીટ દાખલ કરી છે. EDની ચાર્જશીટમાં જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા સહિત અન્ય અનેક અધિકારીઓના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફારુક તરફથી હજુ સુધી આ કેસ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કોરોના
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને કોરોના સંક્રમણ થઈ ગયું છે. તેઓ છેલ્લા 4 દિવસથી બિમાર હતા, ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. બિહાર CMOના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી અત્યારે હોમ આઈસોલેશનમાં છે અનો ડોક્ટરોએ તેમને આરામ કરવા સલાહ આપી છે.
મિઝોરમમાં ભાજપના ધારાસભ્ય સહિત 13 લોકોને જેલની સજા
મિઝોરમમાં ભાજપના ધારાસભ્ય બુદ્ધ ધાન ચકમા સહિત 13 અન્ય નેતાઓને કરપ્શનના કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સાથે તેમની ઉપર રૂપિયા 10-10 હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ તમામ લોકો સામે વર્ષ 2013થી 2018 વચ્ચે ચકમા ઓટોનૉમસ ડિસ્ટ્રીક્ટ કાઉન્સિલનું રૂપિયા 1.37 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.