• Gujarati News
  • National
  • She Had Reached Nepal While Wandering, The Police There Shifted To The Ashram, Not Only Fed And Fed For 12 Years But Also Got Treatment

12 વર્ષથી ગુમ બે મહિલાની કહાની:ભટકતાં ભટકતાં નેપાળ પહોંચી ગઈ હતી, ત્યાંની પોલીસે આશ્રમમાં શિફ્ટ કરી, 12 વર્ષ સુધી ન માત્ર આશરો આપ્યો, પણ સારવાર પણ કરાવી

એક મહિનો પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • ઝારખંડ અને UPની બે મહિલા ગુમ હતી, એક 2009માં તો બીજી 2013માં ગુમ થઈ
  • બંને ભટકતાં ભટકતાં નેપાળ પહોંચી, ત્યાંની સરકારે કાઠમાંડુમાં એક આશ્રમમાં રાખી, આ જ મહિને ઘરે પરત આવી

ઝારખંડ અને યુપીની બે મહિલા ગુમ હતી. એક વર્ષ 2009થી તો બીજી 2013થી. બંને ભટકતાં ભટકતાં નેપાળ પહોંચી ગઈ હતી. ત્યાંની પોલીસે તેમને કાઠમાંડુના આશ્રમમાં શિફ્ટ કરી દીધી. આશ્રમે 12 વર્ષ સુધી ન માત્ર તેમને આશરો આપ્યો, પણ સાથે-સાથે તેમની માનસિક સ્થિતિની સારવાર પણ કરાવી.

જ્યારે માનસિક સ્થિતિ થોડી સુધરી તો ઘર સાથે જોડાયેલી કેટલીક વાતો યાદ આવી. ત્યાર બાદથી દૂતાવાસથી શરૂ થયેલી પ્રોસેસ હરિયાણા ક્રાઈમ બ્રાન્ચના એક અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સુધી પહોંચી અને 4 સપ્ટેમ્બરે બંને મહિલા પોતાના દેશ પરત ફરી. બંને પરિવારજનોએ તથા આ કેસમાં મહત્ત્વનો રોલ નિભાવનારા સબ ઇન્સ્પેક્ટરે ભાસ્કર સાથે સમગ્ર કહાની વર્ણવી.

સૌથી પહેલા વાંચો ગુમ થવાની કહાની

પહેલી કહાની સુનિતાની છે, જે બરેલી જિલ્લાના રધૌલી ગામની રહેવાસી છે, તેમના પુત્ર આછુ પ્રમાણે..........
મારી માતા સુનિતા દેવી 60 વર્ષની છે અને માનસિક સ્થિતિ ઠીક ન હોવાથી ગમે ત્યા જતી રહેતી હતી, પરંતુ આસપાસના લોકો સૂચના આપી દેતા હતા અને અમે તેને પાછી ઘરે લાવી દેતાં હતાં.

એક વખત ગામથી ચાલીને બરેલી પહોંચી ગઈ હતી. ત્યાંથી પણ અમે તેને શોધી લાવ્યા, પરંતુ 2013માં ખબર નહિ કેવી રીતે નેપાળ પહોંચી ગઈ. ત્યારે તેને શોધવા અમે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા, પરંતુ તે ન મળી. અમે તેને મળવાની આશા છોડી ચૂક્યા હતા.

આ વર્ષે 21 મેએ અચાનક મારા પર હરિયાણા ક્રાઈમ બ્રાન્ચથી ફોન આવ્યો. ઇન્સ્પેક્ટર રાકેશ કુમારે જણાવ્યું હતું કે તમારી મા નેપાળના કાઠમાંડુના એક આશ્રમમાંથી મળી છે. તેમણે અમારા પાસે આધાર કાર્ડ તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ માગ્યા. વીડિયો-કોલ પર અમારા સાથે વાત કરાવી ત્યારે અમે ઓળખી ગયા કે આ અમારી મા જ છે.

3 સપ્ટેમ્બરે તેમને કાઠમાંડુથી દિલ્હી લાવવામાં આવ્યા. રાકેશજીએ કહ્યું હતું કે દિલ્હી આવીને માતાને લઈ જાઓ. ત્યારે મેં કહ્યું, મેં આજ સુધી દિલ્હી જોયું નથી અને ત્યાં આવવા મારી પાસે પૈસા પણ નથી. ત્યારે પોલીસકર્મીએ કહ્યું, તમે ચિંતા ન કરો અને નજીકના પોલીસ સ્ટેશને જઈને ત્યાંના પોલીસકર્મી સાથે અહી આવી જાઓ અને એ પ્રમાણે હું દિલ્હી ગયો અને પોતાની માતાને ઘરે પરત લઈને આવ્યો.

માએ જણાવ્યું હતું કે પોલીસ તેમને આશ્રમ લઈ ગઈ. ત્યાં તેમની સારવાર પણ થઈ. જ્યારે તેમને કેટલીક બાબતો યાદ આવી તો તેમણે આશ્રમવાળાઓને એ વાતો જણાવી. પછી તેમણે તપાસ શરૂ કરી અને અમે અહી સુધી આવી શક્યા. નેપાળમાં સુનિતાનું નામ લીલાવતી હતું, જ્યારે તેમને પોતાનું નામ યાદ આવ્યું ત્યારે તેમને આ વિશેની જાણકારી આશ્રમના લોકોને જણાવી.

બીજી કહાની ઝારખંડના લોહરદગા જિલ્લામાં રહેનારી એતબરિયાની છે, તેમના બનેવી વિજય પ્રમાણે........
સુનિતાની જેમ ઝારખંડના લોહરદાગા જિલ્લાના મસમોના ગામની એતબરિયા ઉરાવ પણ છેલ્લાં 12 વર્ષથી ગુમ હતી. એતબરિયા 32 વર્ષની છે. તેમના હજી લગ્ન થયા નથી.

તેમના બનેવી વિજયે કહ્યું હતું કે એતબરિયાની માનસિક સ્થિતિ બગડેલી છે. તેઓ 12 વર્ષ પહેલાં તેમના પિતા સાથે ઇંટના ભઠ્ઠા પર કામ કરવા ગયાં હતાં અને ત્યાંથી ગુમ થયાં હતાં. તેઓ નેપાળ કેવી રીતે પહોંચ્યા એની કોઈ માહિતી નથી.

તેઓ હજી કહી રહ્યા છે કે તેમને કોઈ નેપાળ છોડી ગયું હતું. પોલીસ તેમને કાઠમંડુના મંગલા સાહાના આશ્રમમાં લઈ ગઈ હતી. અમને હરિયાણા ક્રાઈમ બ્રાંચના સબ ઇન્સ્પેક્ટર રાજેશ સિંહનો ફોન આવ્યો હતો, જેમણે દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી અને ઓળખ સાબિત થયા પછી અમને એતબરિયાજીને સોંપ્યાં હતાં. અમે તેમને ઘરે લાવ્યા છીએ.

12 વર્ષ પછી જ્યારે તેઓ ગામમાં આવ્યાં ત્યારે તેમને જોવા માટે દોડધામ થઈ ગઈ હતી. અમને હજી પણ વિશ્વાસ નથી થતો કે તેઓ પાછાં આવી ગયાં છે.

હવે વાંચો તેમને શોધવાની કહાની, તેમને શોધનાર આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર રાજેશ કુમારની કહાની.......
મારી પાસે 5 મે, 2021ના રોજ અમારા ડીજીપી ઓફિસથી એક લેટર આવ્યો હતો. એ નેપાળ દૂતાવાસનો લેટર હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની બે મહિલા વર્ષોથી નેપાળના એક આશ્રમમાં રહે છે. અમે તેમને ઘરે પહોંચાડવા માગીએ છીએ.

હું સ્ટેટ ક્રાઈમ બ્રાંચના એન્ટી વુમન ટ્રાફિકિંગ સેલમાં કામ કરું છું. મને 2016થી 550 ગુમ થયેલી વ્યક્તિઓને શોધી ચૂક્યો છું, તેથી મને આ કામમાં લગાવવામાં આવ્યો.

દૂતાવાસના લેટરમાં બે મહિલાનાં નામ, ઉંમર અને જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો. એ જાણકારીના આધારે મેં આગળની તપાસ શરૂ કરી. એક લિંકથી બીજી લિંક પ્રમાણે હું તેમના પરિવાર સુધી પહોંચી ગયો. પરિવારજનો સાથે વીડિયો-કોલિંગ મારફત વાત કરાવી અને કાયદાકીય પ્રક્રિયા અનુસરી 4 સપ્ટેમ્બરે પરિવારજનોને સોંપી દીધાં.

ASI રાજેશ પ્રમાણે, મહિલાઓને શોધવામાં આટલાં વર્ષો લાગ્યાં એનાં બે કારણો છે .પહેલું કારણ એ કે તેમની માનસિક સ્થિતિ સારી નહોતી, તેથી તેઓ આશ્રમને પોતાનું સરનામું કહી ના શક્યાં અને બીજું કારણ એ છે કે તેમના ઘરવાળાઓએ તેમને શોધવાના પૂરા પ્રયત્નો કર્યા નથી.

અન્ય સમાચારો પણ છે...