તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના સાથી રહેલાં અને અેઆઈએડીએમકેથી બરતરફ શશિકલાની તમિલનાડુમાં વાપસી થઈ. શશિકલા સોમવારે સવારે 10 વાગ્યે તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના અથિપલ્લી પહોંચ્યાં હતાં. તેમણે જાહેરાત કરી કે તે સક્રિય રાજકારણમાં વાપસી કરશે. તેમણે કહ્યું કે લોકોની ભાવનાનું સન્માન કરતા તેમણે આ નિર્ણય લીધો છે.
તમિલનાડુમાં તેમની વાપસી એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે આગામી અમુક મહિનાઓમાં અહીં વિધાનસભા ચૂંટણી યોજાશે. તેમની સાથે તેમના સેંકડો સમર્થકો પણ હતા. દિવંગત જયલલિતા સાથે નજીકતાને કારણે સમર્થકો તેમને “ચિનમ્મા’ પણ કહે છે. જે ગાડીમાં શશિકલા મુસાફરી કરી રહ્યાં હતાં તેના ફ્રન્ટ પર જયલલિતાની તસવીર પણ હતી.
રાજ્યમાં વાપસીની સાથે જ સત્તાધારી આઈએડીએમકે સાથે ટકરાવના સંકેત પણ મળ્યા. પાર્ટીએ કહ્યું કે શશિકલા અને તેમના સમર્થકોને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. તેમનું અેઆઈએડીએમકેના ઝંડાવાળી ગાડીમાં ફરવું ગેરકાયદે છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.