તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ચેતવણી:અખબારની PDF કોપી વૉટ્સઍપ ગ્રૂપમાં શૅર કરવી ગેરકાયદે

નવી દિલ્હી 6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
  • ગ્રૂપ એડમિન જવાબદાર રહેશે, અખબાર કાનૂની કાર્યવાહી ઉપરાંત દંડ પણ વસૂલી શકે છે

હાલ લૉકડાઉનના સમયગાળામાં એક તરફ અખબારો વિતરણ સંબંધી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે તો બીજી તરફ તેમનાં ઇ-પેપરની કોપી અને ડિજિટલ પાઇરસીના બનાવ પણ વધ્યા છે. તેના કારણે અખબારોને રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીએ ચેતવણી આપી છે કે અખબારોનાં ઇ-પેપરમાંથી પાનાં ડાઉનલોડ કરીને તેમની પીડીએફ ફાઇલ વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપમાં શૅર કરવી ગેરકાયદે છે. ઇ-પેપર કે તેના હિસ્સા કોપી કરીને સોશિયલ મીડિયા પર ગેરકાયદે રીતે શૅર કરનાર વ્યક્તિ સામે અખબાર કડક કાનૂની અને જંગી દંડની કાર્યવાહી કરી શકે છે. 
ગ્રૂપના એડમિન જવાબદાર ઠરશે
કોઇ ગ્રૂપમાં આ રીતે અખબારની ઇ-કોપી ગેરકાયદે રીતે સરક્યુલેટ થવા બદલ જે-તે વૉટ્સઍપ કે ટેલિગ્રામ ગ્રૂપના એડમિન જવાબદાર ઠરશે. આઇએનએસની સલાહ પર અખબાર જૂથ એવી ટેક્નિકનો પણ ઉપયોગ કરશે કે જેનાથી અખબારની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી તેને સોશિયલ મીડિયા પર શૅર કરનાર વ્યક્તિની ઓળખ થઇ શકશે. દર અઠવાડિયે નિર્ધારિત સંખ્યાથી વધુ પીડીએફ ડાઉનલોડ કરનારા યુઝર્સ બ્લોક પણ થઇ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો