• Gujarati News
  • National
  • Shared A Picture Of A Bag Worth Rs 1.5 Lakh, Wrote Zhola Laker Eye Thi, Zhola Laker Chal Doongi

મોંઘી બેગથી ટ્રોલ થયેલા મહુઆએ કહ્યું, ફકીર છું:રૂપિયા 1.5 લાખની બેગની તસવીર શેર કરી, લખ્યું-ઝોલા લેકર આઈ થી, ઝોલા લેકર ચલ દૂંગી

નવી દિલ્હી7 દિવસ પહેલા

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા સોમવારે સંસદમાં મોંઘવારી અંગેની ચર્ચા કરતી વખતે લુઈ વિટૉ બેગ સાથે દેખાયા હતા. તેમના સાથી સાંસદ કાકોલી ઘોષ મોંઘવારી અંગે ગૃહમાં બોલી રહ્યા હતા. તે સમયે મહુઆએ ધીમે રહીને તેમની રૂપિયા 1.6 લાખની બેગ ટેબલની નીચે સરકાવી દીધી હતી.આ વીડિયો સામે આવ્યા બાદ મહુઆ ટ્રોલ થવા લાગ્યા છે. મહુઆએ આ અંગેના જવાબમાં બેગ સાથેનો ફોટો ટ્વિટ કર્યો. તેમણે લખ્યું-ઝોલાવાળા ફકીર 2019થી સંસદમાં છે. ઝોલા લેકર આયે થે...ઝોલા લેકે ચલ પડેગે...

મહુઆએ ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કર્યાં હોય તેમ માનવામાં આવે છે, કારણ કે PM મોદીએ વર્ષ 2016માં એક રેલીમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

મહુઆએ મંગળવારે મોંઘી બેગ સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી
મહુઆએ મંગળવારે મોંઘી બેગ સાથે પોતાની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરી

ભાજપ નેતાએ મહુઆને દંભી ચહેરો કહ્યો
ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ મહુઆનો વીડિયો શેર કર્યો. તેમણે મહુઆને ફ્રાંસની રાણી મેરી એન્ટોનેટ કહી સંબોધિત કર્યાં. લખ્યું-મેરી એન્ટોનેટ મહુઆ મોઈત્રા મોંઘવારી અંગે ચર્ચા વચ્ચે પોતાની મોંઘી બેલ છૂપાવી. આ દંભી ચહેરો છે. જે પાર્ટી TMC (ટુ મચ કરપ્શન)માં વિશ્વાસ કરે છે તે UPA સાથે ગઠબંધન રાખીને મોંઘવારીની વાત કરે છે. UPAએ જ 10 ટકાથી વધારે ફૂગાવો આપ્યો હતો.

લોકસભામાં સોમવારે મોંઘવારી અંગે ચર્ચા સમયે કાચુ રિંગણ ખાતા TMC સાંસદ કાકોલી ઘોષ
લોકસભામાં સોમવારે મોંઘવારી અંગે ચર્ચા સમયે કાચુ રિંગણ ખાતા TMC સાંસદ કાકોલી ઘોષ

TMC નેતાએ સંસદમાં કાચુ રિંગણ ખાધુ હતું
સંસદમાં સોમવારે લોકસભામાં મોંઘવારી અંગે ચર્ચા સમયે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કાકોલી ઘોષે કાચુ રિંગણ ખાધુ હતું. કાકોલી રસોઈ ગેસ (LPG)ની વધતી કિંમતના વિરોધમાં બોલી રહ્યા હતા. રિંગણ ખાતી વખતે તેમણે કહેલું કે રસોઈ ગેસની કિંમત ઘણી વધારે છે, આ સંજોગોમાં અમે કાચા શાકભાજી ખાવા પડશે. એક મહિનામાં ચાર વખત ગેસની કિંમતમાં વધારો થયો છે. શું સરકાર આમ જ ઈચ્છે છે?

સંસદમાં નાણાંમંત્રીએ જવાબ આપેલો- UPAમાં 9 વખત મોંઘવારી બે આંકડામાં રહેલી
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સોમવારે મોંઘવારી અંગે સરકાર તરફથી જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે UPAના શાસનકાળમાં દેશમાં મોંઘવારી 9 વખત બે આંકડામાં રહી હતી. 22 મહિના સુધી છૂટક ફૂગાવો 9 ટકાથી વધારે રહેલો. જ્યારે અમે મોંઘવારીને 7 ટકાથી નીચે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...