મહારાષ્ટ્રમાં એક શખ્સે NCP ચીફ શરદ પવાર બનીને ટ્રાંસફર કરાવવાનો પ્રયાસ કર્યો. તેને પવારના અવાજમાં મંત્રાલયના એક સીનિયર ઓફિસરને ફોન કર્યો અને એક ટ્રાંસફર કરવા માટે કહ્યું. અધિકારીને જ્યારે શંકા પડી તો તેઓએ પવારના ઘરે એટલે કે સિલ્વર ઓકમાં ફોન કર્યો. ત્યાંથી ખ્યાલ પડ્યો કે NCP ચીફ આજે ઘરમાં છે જ નહીં.
શરદ પવાર જેવો જ અવાજ હતો
મામલો ગંભીર હતો, તેથી અધિકારીએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ મુંબઈના ગાંવદેવી પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે.અધિકારીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે ફોન કરનારી વ્યક્તિનો અવાજ શરદ પવારના અવાજ જેવો જ હતો. ગુરૂવારે કેસ દાખલ કરીને તપાસ એન્ટી એક્સટોર્શન સેલને સોંપી દીધી છે.
પુણેથી એક શખ્સની અટકાયત
મળતી માહિતી મુજબ, આ કેસમાં મુંબઈ પોલીસે એક શખ્સને પુણેથી પકડ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. મામલો સંવેદનશીલ હોવાને કારણે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. અંતે કોલ કરવાનો હેતુ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.