તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
NCP ચીફ અને દેશના કૃષિ મંત્રી રહી ચુકેલા શરદ પવારે કેન્દ્ર સરકારને ખેડૂતોના મુદ્દાને ગંભીરતાથી લેવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે કોઈ પણ જાતની સલાહ-ચર્ચા કર્યા વગર ત્રણેય નવા કાયદાઓ થોપી રહી છે. સરકાર દિલ્હીમાં બેસીને ખેતી-ખેડૂતોને ચલાવે છે, પરંતુ આવું શક્ય નથી.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે દાવો કર્યો હતો કે મનમોહન સિંહની આગેવાનીમાં UPA સરકારમાં કૃષિ મંત્રીપદે રહ્યાં તે દરમિયાન શરદ પવાર પણ કૃષિ સુધારો ઈચ્છતા હતા, પરંતુ રાજકીય દબાણ કારણે ન કરી શક્યા. આ અંગે પવારે કહ્યું કે કૃષિ સુધારો કરવા માગતો હતો, પરંતુ આ રીતે નહીં જેવી રીતે આ સરકાર કરી રહી છે. પવારે જણાવ્યું કે બુધવારે સરકાર અને ખેડૂતોની 40 યુનિયનોની સાથે આ મુદ્દે બેઠક થવાની છે. જો આ બેઠક પણ નિષ્ફળ રહે છે તો વિપક્ષી દળ તે રીતે આગળની રણનીતિ બનાવશે.
'રાજ્યો પાસેથી સલાહી લીધી હોત તો આવી સ્થિતિ ન બની હોત'
ન્યૂઝ એજન્સી PTIને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં પવારે મંગળવારે કહ્યું કે હું અને મનમોહન સિંહ કૃષિ ક્ષેત્રે કેટલાંક સુધારા લાવવાનું ઈચ્છાતા હતા. તે સમયે કૃષિ મંત્રાલયે તમામ રાજ્યોના કૃષિ મંત્રીઓ અને સેક્ટરના એક્સપર્ટસની સાથે પ્રસ્તાવિત સુધારાઓ પર ઘણાં સમય સુધી વાતચીત પણ કરી હતી. કેટલાંક રાજ્યોના આ મુદ્દે કેટલાંક મજબૂત ઓબ્જેક્શન હતા. અંતે નિર્ણય લેતા પહેલાં કૃષિ મંત્રાલયે ફરીથી રાજ્ય સરકાર પાસેથી તેમની સલાહ માગી હતી.
પવારે આરોપ લગાવ્યો કે આ વખતે કેન્દ્રએ ન તો રાજ્યો પાસેથી કોઈ સલાહ લીધી છે કે ન તો આ બિલને તૈયાર કરતાં પહેલાં રાજ્યના કૃષિ મંત્રીઓની સાથે બેઠક કરી છે. તેઓએ સંસદમાં પોતાની તાકાતના જોરે આ બિલને પસાર કર્યું છે તેથી જ આ બધી સમસ્યાઓ શરૂ થઈ છે. જો રાજ્ય સરકારોને વિશ્વાસમાં લીધી હોત તો આવી સ્થિતિ ન બની હોત. ખેડૂતો પરેશાન છે કે આ કાયદો MSP સિસ્ટમને ખતમ કરી દેશે. સરકારે આ ચિંતાઓને દૂર કરવા માટે કંઈક કરવાની જરૂર છે.
'સરકાર ખેતી-ખેડૂતોને સમજી શકે તેવા મંત્રીઓને વાતચીત માટે મોકલે'
પવારે ખેડૂતો સાથે વાતચીત કરી રહેલા ત્રણ મંત્રીઓના ગ્રુપ પર પણ સવાલો ઉઠાવ્યા. તેઓએ કહ્યું કે સરકાર એવા લોકોને આગળ કરવા જોઈએ જે ખેતી અને ખેડૂતોના મુદ્દાઓને યોગ્ય રીતે સમજી શકતા હોય. તેઓએ કહ્યું કે હું કોઈ નામ નથી લેવા ઈચ્છતો, પરંતુ સરકારમાં કેટલાંક લોકો છે જેઓ આ મુદ્દાઓને યોગ્ય રીતે સમજી શકે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.