• Gujarati News
  • National
  • Sharad Pawar Meets PM Modi Amid Closed Talks Between Congress And NCP, Closed door Talks Last For An Hour

શરદ પવારની મોદી સાથે મુલાકાત:કોંગ્રેસ-NCPમાં તકરારની વાત વચ્ચે PM મોદીને મળ્યા શરદ પવાર, એક કલાક સુધી થઈ બંધ બારણે વાતચીત

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શરદ પવારે વડાપ્રધાન સાથેની મુલાકાત બાબતે કોઈ ખુલાસો કર્યો નથી

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની વચ્ચે ચાલી રહેલા તકરાર વચ્ચે NCP સુપ્રીમો શરદ પવારે શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની વચ્ચે લગભગ એક કલાક સુધી બંધ બારણે વાતચીત થઈ હતી. જો કે આ મુલાકાત બાબતે હજી સુધી NCPએ પણ કોઈ ખુલાસો કર્યો નથી.

જ્યારે PM સાથે મુલાકાત પહેલા NCP સુપ્રીમો ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે પણ મુલાકાત કરી હતી. NCPએ આ બેઠક બાબતે જણાવ્યુ હતું કે બંને નેતાઓની વચ્ચે નવું રચાયેલ સહકારિતા વિભાગ, મહારાષ્ટ્ર અને દેશમાં કોરોનાની સ્થિતિ અને બેંકિંગમાં સુધારા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

જો કે, રાજકીય પંડિતોનું માનીએ તો સંસદના આગામી સત્રમાં મરાઠા અનામત મુદ્દો ઉઠાવવા પહેલા NCP તેને મોદીની સામે રજૂ કરવા ઇચ્છતું હતુ, જેથી કેન્દ્ર આ બાબતે કોઈ પગલાં ભરી શકે. થોડા દિવસો પહેલા જ સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ્દ કરી નાંખ્યું હતું.

જાણકારો એવું પણ જણાવી રહ્યા છે કે કોંગ્રેસનાં પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ NCP ચીફ શરદ પવાર, અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરે અંગે જે રીતે ટિપ્પણી કરી છે, પવાર આ મુદ્દે પણ નારાજ છે અને કોંગ્રેસને કડક સંદેશ આપવા માંગે છે.

સોનિયા સાથે પણ મુલાકાત કરી શકે છે શરદ પવાર
વડાપ્રધાન સાથે મુલાકાત બાદ NCP અધ્યક્ષ આજે જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી શકે છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે પવાર, નાના પટોલેની ફરિયાદ રાહુલ ગાંધી અને સોનિયાને કરી શકે છે. NCP ચીફ રવિવારે પણ દિલ્હીમાં જ રહેશે અને કાલે તેમનો રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાજયસભામાં ગૃહના નવા નિયુક્ત નેતા પિયુષ ગોયલ સાથે મુલાકાત કરવાનો કાર્યક્ર્મ છે.

નાના પટોલેએ શરદ પવારને કહ્યા હતા રિમોટ કંટ્રોલ
કોંગ્રેસ અને રાષ્ટ્રવાડી કોંગ્રેસ પાર્ટીની વચ્ચે તકરાર સતત વધતી જઇ રહી છે. બે દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારને મહાવિકાસ અઘાડી સરકારના રિમોટ કંટ્રોલ કહ્યા હતા. પટોલેએ એવું પણ કહ્યું હતું કે, 'અમે કોઈ મોટા નેતાની સામે ટિપ્પણી નથી કરતાં, કોઈએ પણ અમારી વિશે નિવેદન આપતા પહેલા પોતાની પાર્ટીને જોવાની જરૂર છે.'

પટોલેના આ નિવેદન બાદ ફરી એક વખત રાજકીય શેરીઓમાં કોંગ્રેસ અને NCP બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો કે આ પહેલા પણ પટોલેના નિવેદન પર શરદ પવાર, નવાબ મલિક અને સંજય રાઉત આવી ચર્ચાને નકારી ચૂક્યા છે.

પવારે પટોલેને કહ્યો હતો નાનો માણસ
નાના પટોલેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ એવું કહેતા નજરે પડી રહ્યા છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મારી પર નજર રાખી રહ્યા છે. આ જ કાર્યક્ર્મમાં પટોલેએ પાર્ટીના કાર્યકરોને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાકાપા)ના નેતા અજિત પવારના બદલે પોતાના માણસને પુણેના પ્રભારી મંત્રી બનાવવાની વાત કરી હતી.

આ મુદ્દે NCP પ્રમુખ શરદ પવારે જણાવ્યુ હતું કે નાના માણસની વાત પર પ્રતિક્રિયા નથી આપતા. જો સોનિયા ગાંધી કંઇ કહેશે તો તેઓ જરૂરથી બોલશે. જો કે, જ્યારે વિવાદ થયો ત્યારે નાના પટોલે સામે આવ્યા હતા અને કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...