તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Said Corruption In The Trust, The Chairman Of The Trust Is Irresponsible, Modi Should Remove Him From Office Immediately

રામ મંદિર ટ્રસ્ટ પર શંકરાચાર્યના પ્રહાર:કહ્યું- ટ્રસ્ટમાં ભ્રષ્ટાચારીઓનો કબજો, ટ્રસ્ટના અધ્યક્ષ બેજવાબદાર, મોદી તેમને તાત્કાલિક પદ પરથી હટાવે

3 મહિનો પહેલા
  • શ્રીરામ મંદિર નિર્માણના શિલાન્યાસમાં શુભ મુહૂર્તને ધ્યાનમાં લેવાયું નથીઃ શંકરાચાર્ય સ્વામી સ્વારૂપનંદ સરસ્વતી

શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર મંગળવારે આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જમીન ખરીદીના નામ પર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેને પગલે દ્વિપીઠાધીશ્વરજગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જ્યોતેશ્વરમાં શ્રીરામ જન્મ ભૂમિ અયોધ્યામાં થઈ રહેલા મંદિર નિર્માણના ટ્રસ્ટના નામે આરએસએસ અને બીજેપી પર જોરદાર નિશાન સાધ્યું છે.

શંકરાચાર્યે કહ્યું હતું કે સરકાર દ્વારા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. એમાં ભ્રષ્ટાચારીઓને સામેલ કરવામાં આવ્યા છે. ચંપત રાય કોણ હતા. એ પહેલા કોઈ જાણતું ન હતું. જોકે તેમને રામ મંદિર ટ્રસ્ટમાં સર્વેસર્વા બનાવવામાં આવ્યા. આ પહેલાં તેમણે નામ લીધા વગર કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર પર પણ ગૌહત્યા બંધ ન કરાવવાને લઈને નિશાન સાધ્યું. શંકરાચાર્યએ કહ્યું હતું કે ગૌ હત્યા બંધ કરાવવા માટે જ્યારે તેમની સંખ્યા સંસદમાં 2 હતી ત્યારે લાંબા સમય સુધી સંઘર્ષ કરવામાં આવ્યો, જ્યારે હાલ સંસદમાં તેમની સંખ્યા 200થી વધુ થઈ ગઈ તો તેઓ ગૌહત્યા બંધ કરાવવાનો નારો ભૂલી ગયા.

શુભ મુહૂર્તમાં ન કરવામાં આવ્યો મંદિરનો શિલાન્યાસ
શંકરાચાર્ય સ્વામી સ્વારૂપનંદ સરસ્વતીએ મંદિરના શિલાન્યાસ પર પણ સવાલ ઉઠાવ્યા, તેમણે કહ્યું હતું કે શ્રીરામ મંદિર નિર્માણના શિલાન્યાસમાં શુભ મુહૂર્તને ધ્યાને લેવાયું નથી. મંદિરનો શિલાન્યાસ અત્યંત અશુભ મુહૂર્તમાં કરવામાં આવ્યો છે, જેનો અમે વિરોધ પણ કર્યો, જોકે કોઈએ ધ્યાન ન આપ્યું. તેના પગલે ટ્રસ્ટીઓની બુદ્ધિ ખરાબ થઈ રહી છે, જેનું ઉદાહરણ પ્રત્યક્ષ રૂપથી દેખી શકાય છે.

ચંપત રાય છે બિનજવાબદાર
શંકરાચાર્યએ શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટી ચંપત રાય પર નિશાન સાધતાં કહ્યું હતું કે મંદિર નિર્માણ માટે જે રકમ આવી છે એનાથી મોંઘા ભાવે જમીનની ખરીદી કરવામાં આવી રહી છે, એવામાં ચંપત રાય કહી રહ્યા છે કે અમારી પર ગાંધીજીની હત્યાનો પણ આરોપ લાગી ચૂક્યો છે. આપણે આરોપોની ચિંતા કરતા નથી તો આટલા બિનજવાબદાર લોકો કઈ રીતે ટ્રસ્ટી તરીકે છે. તેમને વડાપ્રધાને તાત્કાલિક ટ્રસ્ટીપદેથી હટાવવા જોઈએ.