તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Shah's Reply To Adhir Ranjan In Lok Sabha: I Am Not Sitting On Tagore's Chair, This Mistake Was Made Due To Your Party's Background

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાગોરની ખુરશી પર કોણ બેઠું:લોકસભામાં શાહનો અધિર રંજનને જવાબ- હું ટાગોરની ખુરશી પર બેઠો નથી, તમારા પક્ષના બેકગ્રાઉન્ડને લીધે આ ભૂલ થઈ

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં દાવો કર્યો હતો કે બંગાળ પ્રવાસ સમયે અમિત શાહ રવિન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેઠા હતા. શાહે દાવો કર્યો કે ગૃહમાં સોશિયલ મીડિયાથી કંઈ પણ ઉઠાવીને રાખવું જોઈએ નહીં. - Divya Bhaskar
કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં દાવો કર્યો હતો કે બંગાળ પ્રવાસ સમયે અમિત શાહ રવિન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેઠા હતા. શાહે દાવો કર્યો કે ગૃહમાં સોશિયલ મીડિયાથી કંઈ પણ ઉઠાવીને રાખવું જોઈએ નહીં.

લોકસભામાં મંગળવારે ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ સાંસદ અધિર રંજન ચૌધરીના નિવેદનનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે અધિર રંજન ચૌધરીએ લોકસભામાં ખોટી માહિતી રજૂ કરી છે કે બંગાળ યાત્રા સમયે તેઓ રવિન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેઠા હતા. આ સાચી વાત નથી. તેમણે હકીકત જાણ્યા વગર આ વાત કરી.

શાહે આ અંગે ટીખળ કરતાં એમ પણ જણાવ્યું કે આ તેમની ભૂલ નથી. તેમના પક્ષના બેકગ્રાઉન્ડને લીધે તેમને ભૂલ થઈ. શાહે ગૃહમાં કેટલીક તસવીરો પણ રજૂ કરી જેમાં ભૂતપુર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરું ટાગોરની ખુરશી પર બેઠેલા દેખાયા હતા. જ્યારે અન્ય તસવીરમાં ભૂતપુર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પણ સોફા પર બેસીને ચા પી રહ્યા છે.

શાહે કુલપતિના પત્રને ટાંકી માહિતી આપી
શાહે કહ્યું કે કોંગ્રેસ નેતાએ કહ્યું કે જ્યારે હું વિશ્વભારતી અને શાંતિ નિકેતન ગયો તો ત્યાં હું રવિન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેસી ગયો. આ બિલકુલ સાચી વાત નથી. ખોટી માહિતી રેકોર્ડ પર રહેવી જોઈએ નહીં. મારી પાસે વિશ્વભારતીના કુલપતિનો એક પત્ર છે. મે તેમને કહ્યું હતું કે તમામ તસવીરો તથા વીડિયોની સમીક્ષા કરવામાં આવે,જેથી એ જાણી શકાય કે શું ખરેખર હું ખુરશી પર બેઠો હતો. ત્યારબાદ તેમણે સ્પષ્ટતા કરી કે આ પ્રકારની કોઈ ઘટના બની જ નથી. જ્યાં હું બેઠો હતો ત્યાં બારી છે અને તમામ લોકોને ત્યાં બેસવાની મંજૂરી છે.

ગૃહની મર્યાદાનો ખ્યાલ રાખો
ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું કે તે સ્થાન (ટાગોરની ખુરશી પર) ભારતના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, પ્રણવ મુખર્જી, રાજીવ ગાંધી અને ભારત પ્રવાસ સમયે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી બેઠા હતા. જ્યારે આપણે ગૃહમાં વાત કરી છીએ ત્યારે હકીકતની તપાસ કરવી જોઈએ. સોશિયલ મીડિયા પરથી ઉઠાવીને અહીં રજૂ કરી દેવી જોઈએ નહીં. રેકોર્ડમાં હકીકત આવે તે માટે આ ફોટોને રેકોર્ડમાં લાવવા ઈચ્છું છું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો