• Gujarati News
  • National
  • Shah's First Trip After Deleting Article 370; Will Meet With 12 Senior Officers Including Army And IB Chief

શાહે કલમ-370ની નાબૂદીને માસ્ટરસ્ટ્રોક ગણાવ્યો:ગૃહમંત્રીએ કહ્યું-5 ઓગસ્ટ 2019ના રોજ ઘાટીમાં આતંકવાદ અને પરિવારવાદનો અંત થઈ ગયો

જમ્મુ-કાશ્મીરએક મહિનો પહેલા
  • ગૃહમંત્રી નૌગામમાં શહીદ ઇન્સ્પેકટરના પરિવારને મળ્યા; શહીદનાં પત્નીને નોકરીનો પત્ર સોંપ્યો

ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જમ્મુ-કાશ્મીર પ્રવાસ પર પહોંચ્યા છે. તેમણે શ્રીનગરમાં આવેલા રાજભવનમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી છે. તેમણે કહ્યું કે કાશ્મીરની શાંતિમાં કોઈ અવરોધ સર્જી શકે નહીં. શાહે કહ્યું કે 5 ઓગસ્ટ 2019ના રોજ ઘાટીમાં આતંકવાદી-પરિવારવાદનો અંત આવી ગયો છે.

5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 રદ થઈ તેના 25 મહિના બાદ શાહની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ યાત્રા છે. શ્રીનગર એરપોર્ટ પર ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું. શાહે અહીંથી સીધા જ જમ્મુ-કાશ્મીર CIDના શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડારના ઘરે પહોંચ્યા હતા. તેમણે પરવેઝને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

કાશ્મીરના યુવા વિકાસની વાત કરી રહ્યા છેઃ શાહ
શાહે કહ્યું કે અઢી વર્ષ અગાઉ પથ્થરબાજીના સમાચાર આવતા હતા. હવે કાશ્મીરના યુવકો વિકાસની વાત કરી રહ્યા છે. તેમણે વિકાસની ગતિ સાથે જોડશું. સૌથી મહત્વની વાત યુવાઓને રમત-ગતમ સાથે જોડવાના છે. રમત જ આપણને હાર-જીતને શિખવે છે.

આ બેઠક બાદ શાહે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ શહીદ જવાન પરવેઝ અહમદના ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. મને અને સમગ્ર દેશને તેની બહાદુરી પર ગર્વ છે. તેમના પરિવાર સાથે મુલાકાત કરી અને તેમની પત્નીને સરકારી નોકરી આપી. શાહે કહ્યુ છે કે, મોદીજીએ જે નવા J&Kની કલ્પના કરી છે તેને સાકાર કરવા માટે J&K પોલીસ ખંતપૂર્વક કામ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં હાલની આતંકવાદી ઘટનાઓમાં સામાન્ય લોકો પર થયેલા હુમલા બાદ સુરક્ષાની દૃષ્ટિએ શાહની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. શાહ ત્રણ દિવસ માટે જમ્મુ અને કાશ્મીરમાં રહેશે અને ઘણી મહત્વપૂર્ણ બેઠકો કરશે.

ગૃહમંત્રી અમિત શાહની 23 ઓકટોબરના રોજ જમ્મુ-કાશ્મીરની મુલાકાતને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા તહેનાત કરવામાં આવી છે. આ માટે સીઆરપીએફની વીઆઈપી ટુકડી શુક્રવારે જમ્મુ-કાશ્મીર પહોંચી ગઈ હતી. રેલી સ્થળ ભગવતી ગ્રાઉન્ડના સિનિયર અધિકારીએ સુરક્ષાની સમીક્ષા કરી હતી

. આ સાથે જ વિશેષ ટુકડીના કમાન્ડોએ પણ સમીક્ષા કરી હતી. આ કમાન્ડો શનિવારે રેલી સ્થળને પોતાના ઘેરાવમાં લઈ લેશે. જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ મુખ્ય રૂપે રેલીમાં તહેનાત રહેશે. ત્રણ હજાર સુરક્ષા જવાનો તહેનાત રહેશે. એસએસબી, સીઆઇએસએફના જવાનોને પણ સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત રહેશે.

ગૃહમંત્રી અમિત શાહ 5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ લગભગ 25 મહિના બાદ પ્રથમ વખત શનિવારે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. ઘાટીમાં હાલમાં આતંકી ઘટનાઓમાં સામાન્ય લોકો પર હુમલા બાદ સુરક્ષાની દૃષ્ટિએ શાહનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો છે. શાહ અહીં ત્રણ દિવસ રહેશે.

ડીજીપી BSF પંકજ સિંહ જવાનો સાથે વાતચીત કરી રહ્યા છે. સિંહે LOC સાથે જોડાયેલા કુપવારા તંગધાર અને બાંદીપોરામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી.
ડીજીપી BSF પંકજ સિંહ જવાનો સાથે વાતચીત કરી રહ્યા છે. સિંહે LOC સાથે જોડાયેલા કુપવારા તંગધાર અને બાંદીપોરામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી.

શાહના પ્રવાસને જોતાં ગૃહ મંત્રાલયે કાશ્મીરમાં વિશેષ રીતે સ્નાઈપર્સ, ડ્રોન અને શાર્પશૂટર્સને તહેનાત કર્યા છે. તેને સ્ટ્રેટેજિક પોઈન્ટની દેખરેખ માટે તહેનાત કરવામાં આવ્યા છે.

શ્રીનગર પહોંચ્યા બાદ LG મનોજ સિંહની સાથે રાજભવન જશે. અહીં તેઓ RAW પ્રમુખ સામંત કુમાર ગોયલ, સેનાના મોટા અધિકારીઓ, IB ચીફ સહિત 12 મોટા સુરક્ષા અધિકારીઓએ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ કરશે.

યુનિફાઇડ કમાન્ડ બેઠકમાં ભાગ લેનારાઓમાં IB ચીફ અરવિંદ જુમાર, ડીજીપી CRPF અને NIA કુલદીપ સિંહ, DGP NSG અને CISF એમ ગણપતિ, ડીજીપી BSF પંકજ સિંહ, ડીજીપી જમ્મુ-કાશ્મીર દિલબાગ સિંહ, આર્મી કમાન્ડર અને ટોચના કોર્ટ કમાન્ડો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

ખીણમાં સુરક્ષા કડક કરવામાં આવી છે
ગૃહમંત્રીની મુલાકાત માટે સમગ્ર કાશ્મીરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. IB, NIA, આર્મી, CRPFના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કેમ્પ કરી રહ્યા છે. તેઓ દરેક ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ મોનિટરિંગ કરી રહ્યા છે.

શ્રીનગરમાં પેરામિલિટરીના વધારાના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા છે. સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં CRPFની 10 અને BSFની 15 વધારાની કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ ડ્રોન અને ઇન્ટેલિજન્સ કેમેરા દ્વારા તમામ જગ્યાએ બાજનજરથી દેખરેખ રાખવામાં આવી રહી છે. સીઆરપીએફની એક ટુકડી દાલ તળાવ અને જેલમ નદીમાં પેટ્રોલિંગ કરી રહી છે. દરેક રસ્તા અને ગલીમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયે કાશ્મીરમાં વિશેષ રીતે સ્નાઈપર્સ, ડ્રોન,અને શાર્પ શૂટર્સ તહેનાત કર્યાં છે.
ગૃહ મંત્રાલયે કાશ્મીરમાં વિશેષ રીતે સ્નાઈપર્સ, ડ્રોન,અને શાર્પ શૂટર્સ તહેનાત કર્યાં છે.

આ કાર્યક્રમોમાં સામેલ થશે શાહ

  • સૂત્રો મુજબ અમિત શાહ શ્રીનગરથી શારજાહની પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું પણ ઉદઘાટન કરશે. શ્રીનગર અને યુએઇને જોડનારી સીધી ફ્લાઇટ માટે નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગયા મહિને પોતાની કાશ્મીરની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી.
  • શાહ શ્રીનગરથી શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)અલગ-અલગ રાજકીય પાર્ટીના ડેલિગેશન, કાશ્મીર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન, હાઉસ ઓફ એસોસિયેશન, કાશ્મીર ચેમ્બર્સ ઓફ કોમર્સ, સુરક્ષા એજન્સીઓ અને કાશ્મીર સરકારના આધિકારીઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં એજન્ડામાં કાશ્મીરનો વિકાસનો મુદ્દો મુખ્ય હશે.
  • ગૃહમંત્રી 24 ઓકટોબરે જમ્મુમાં ભાજપની એક રેલીને સંબોધન કરશે. 25 ઓકટોબરે તેઓ શ્રીનગરના SKICCમાં એક રેલીમાં સંબોધન કરશે. તેઓ દાલ તળાવની નજીક આયોજિત એક સાંસ્ક્રુતિક કાર્યક્રમાં પણ ભાગ લેશે.
  • શાહ હાલમાં જ આતકીઓના ટાર્ગેટ હુમલામાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિત માખન લાલ બિંદરુના પરિવાર સાથે પણ મુલાકાત કરશે. બિંદરુની 5 ઓકટોબરના રોજ ગોળી મારીને હત્યા કરાઇ હતી. એ સિવાય શાહ 7 ઓકટોબરે માર્યા ગયેલ પ્રિન્સિપાલ સુપિંદર કૌર અને અરશદ અહેમદ મીરના પરિવાર સાથે પણ મુલાકાત કરશે.
ડ્રોન અને ઇન્ટેલિજન્સ કેમેરા દ્વારા ઠેર-ઠેર બાજનજર રાખવામાં આવી રહી છે.
ડ્રોન અને ઇન્ટેલિજન્સ કેમેરા દ્વારા ઠેર-ઠેર બાજનજર રાખવામાં આવી રહી છે.

શાહનો પ્રવાસ આતંકીઓ માટે સંદેશ
શાહના આ પ્રવાસને ઘાટીમાં હાલમાં જ આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાને જોડીને જોવાઈ રહ્યો છે. ખરેખર, છેલ્લા 15 દિવસમાં અલગ-અલગ ઘટનાઓમાં આતંકીઓ બિન-કાશ્મીરીઓને ટાર્ગેટ કરીને હત્યાઓ કરી રહ્યા છે. હાલમાં જ આવા હુમલાઓમાં 11 લોકો માર્યા ગયા છે

જ્યારે સેનાએ પણ આતંકીઓને જવાબ આપવા માટે ઘાટીમાં ઓપરેશન ક્લીન હાથ ધર્યું છે. છેલ્લા 15 દિવસમાં કાશ્મીર ઘાટીમાં સેનાની સાથે 11 જેટલી અથડામણમાં 17 આતંકી ઠાર મરાયા છે, જ્યારે 9 જવાન શહીદ થયા છે. અમિત શાહ જમ્મુ-કાશ્મીરની આ મુલાકાત દ્વારા આતંકીઓને એક સંદેશ પણ આપવા માગે છે. તેમણે સેનાને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશ આપ્યા છે.

તિરંગાથી સુશોભિત શ્રીનગર, શાહનાં પોસ્ટરો પણ લગાવાયાં છે
શાહના જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર શ્રીનગરમાં લગભગ તમામ રસ્તાઓની બંને બાજુએ મોટી સંખ્યામાં તિરંગા ઝંડાઓ લગાવવામાં આવ્યા છે. દાલ તળાવથી હોટલ સેન્ટોરવાળો રસ્તો પણ શણગારવામાં આવ્યો છે. શાહના સ્વાગત માટેનાં મોટાં-મોટાં હોર્ડિંગ્સ અને પોસ્ટર પણ લગાવવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...