સવાલ: બિહારમાં કાયદો-વ્યવસ્થાને બહાર મુદ્દો બનાવાય છે એવામાં રોકાણકારો કેવી રીતે આવશે?
જવાબઃ અબ તો લૌટ આઓ બિહાર મેં, એક બાર તો આઇયે બિહાર મેં, બેચિયે હી નહીં, બનાઇયે ભી બિહાર મેં...આ બધા નારા ટૂંક સમયમાં દેશના ખૂણે-ખૂણે સાંભળવા મળશે. મિશન છે- બિહારને ઉદ્યોગો માટે મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન બનાવવાનું. જેઓ ચૂકી જશે તેઓ બાદમાં પસ્તાશે. આમ કહેવું છે રાજ્યના ઉદ્યોગમંત્રી શાહનવાઝ હુસેનનું. ઉદ્યોગોથી માંડીને રાજકારણ સહિત તમામ મુદ્દે ભાસ્કરની ટીમે તેમની સાથે વિગતવાર વાતચીત કરી, જેના વિશેષ
અંશ વાંચો.
સવાલ: બિહારમાં કાયદો-વ્યવસ્થા મુદ્દે બીજા રાજ્યોમાં સવાલ ઊઠે છે.
જવાબઃ ગુજરાત, મુંબઇ, દિલ્હી, કોલકાતા, લુધિયાણામાં રોડ શો કરીશું અને જણાવીશું કે હવે બિહાર ગંગાજલ, શૂલ અને અપહરણ જેવી ફિલ્મોની કહાનીઓના તબક્કામાંથી બહાર નીકળી ચૂક્યું છે. દલાલીપ્રથા બંધ છે. ભ્રષ્ટાચાર મુદ્દે ઝીરો ટોલરન્સ છે.
સવાલ: ઔદ્યોગિક ક્રાંતિનું સપનું સાકાર થશે?
જવાબઃ બિહારને પ્રથમ તબક્કામાં 17 ઇથેનોલ પ્લાન્ટ મળ્યા હતા, જેમાંથી 16માં કામ થઇ રહ્યું છે. એકમાં બેંકને કારણે પરેશાની આવી હતી. 4 પ્લાન્ટ તૈયાર છે. આરામાં દેશનો સૌથી મોટો ઇથેનોલ પ્લાન્ટ તૈયાર છે. મુઝફ્ફરપુરના મોતીપુરમાં એકસાથે 4 ઇથેનોલ પ્લાન્ટ, સિંધૌલિયામાં બિરલા ગ્રુપનો પ્લાન્ટ, ગોપાલગંજમાં સોનપતી ગ્રુપનો પ્લાન્ટ લગભગ તૈયાર છે. મધુબની, નાલંદા, મોકામા, બાઢમાં પણ કામ ચાલી રહ્યું છે. મુઝફ્ફરપુરમાં 178 એકરમાં મેગા ફૂડ પાર્ક, ગયામાં 1600 એકરમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની રહ્યા છે. મેગા ટેક્ષ્ટાઇલ પાર્ક માટે બેતિયામાં 1719 એકર જમીન લીધી છે. મલ્ટીમોડલ લોજિસ્ટિક પાર્કનો પણ પ્રસ્તાવ છે. તે માટે જગ્યા શોધીએ છીએ. શણની મિલો પણ ફરી ચાલુ કરાઇ રહી છે.
સવાલ: ઇથેનોલથી જ ઔદ્યોગિક ક્રાંતિ આવશે?
જવાબઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતીશ કુમારે ખેડૂતોની આવક બમણી કરવાનું જે વચન આપેલું છે તે પણ આ માધ્યમથી શક્ય બનતું દેખાઇ રહ્યું છે. જે મકાઇ 800 રૂ.માં વેચાતી હતી, જેની બેઝ પ્રાઇસ જ 1,700 રૂ. હતી તે હવે 2 હજાર રૂ.થી ઉપર વેચાઇ રહી છે. હજુ તો માત્ર એક ઇથેનોલ પ્લાન્ટ જ શરૂ થયો છે. આ ગેમ-ચેન્જર છે.
સવાલ: ઉદ્યોગો માટે જમીન ક્યાંથી લાવશો?
જવાબઃ 2,800 એકર જૂની સુગર મિલ્સની જમીન મુખ્યમંત્રીએ ઉદ્યોગો માટે આપી છે. તેના જ એક ભાગમાં પેપ્સીએ કેરી, લીચી અને પાઇનેપલના જ્યૂસનો પ્લાન્ટ લગાવ્યો છે. કેટલાક લોકોએ જમીન લઇને મૂકી રાખી છે, જેમની સામે જલદી ઝુંબેશ હાથ ધરાશે. તેમણે કામ શરૂ કરવું પડશે અને સરકારને જમીન પરત કરવી પડશે. આવા 16 કિસ્સામાં કોર્ટ દ્વારા નિર્ણય પણ થયો છે.
સવાલ: જમીન તો મુંબઇ-દિલ્હીથી પણ મોંઘી છે?
જવાબઃ બિહાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી જમીનોના ભાવની સમીક્ષા કરી રહી છે. ટૂંક સમયમાં તેમાં ફેરફાર જોવા મળશે. ઉદ્યોગ વિભાગ રેશનલાઇઝેશન અંગે કામ શરૂ કરી ચૂક્યો છે.
સવાલ: અદાણી, આઇટીસી, હિન્દુસ્તાન લીવર, લૂલૂ દરેક ફૂડ પ્રોસેસિંગમાં જ રોકાણ કરી રહ્યા છે?
જવાબઃ હા, કારણ કે અમારું વધુ ધ્યાન ફૂડ પ્રોસેસિંગ પર જ કેન્દ્રિત હતું. અમે ટૂંક સમયમાં મુંબઇમાં ઇન્વેસ્ટર્સ મીટ કરવા જઇ રહ્યા છે. તેમાં અમારું વધુ ધ્યાન ટેક્સટાઇલ પર રહેશે.
સવાલ: પ્રોજેક્ટ્સમાં રોકાણને લઇને હજુ સુધી કોઇ સ્પષ્ટતા કેમ નથી કરાઇ?
જવાબઃ સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડમાં 36 હજાર કરોડના રોકાણનો પ્રસ્તાવ દિલ્હી ઇન્વેસ્ટર્સ મીટ પહેલા જ મળી ચૂક્યો છે. અમે ત્યાં સુધી કોઇપણ કંપનીના પ્રસ્તાવ અને વાયદાને નથી માની રહ્યા, જ્યાં સુધી તેઓનો પ્રસ્તાવ એસઆઇપીબીની ના મળી જાય. આમ તો માત્ર બરૌનીમાં જ પેટ્રોકેમિકલમાં 30 હજાર કરોડથી વધુના રોકાણનો પ્રસ્તાવ છે. અમે બરૌનીને બરોડાના માર્ગે લઇ જઇ રહ્યા છે. અમારી પાસે વ્યક્ત કરવા ઘણું છે.
સવાલ: ટેક્સટાઇલ અને લેધર પૉલિસી તો અનેક સમયથી અટકેલી છે?
જવાબઃ ટેક્સટાઇલ અને લેધર પૉલિસીને રાજ્ય સરકારે લીલી ઝંડી આપી છે. તેની ફાઇલને નાણા વિભાગે મંજૂરી આપી છે. તેનાથી બંગાળના ચર્મ ઉદ્યોગને બિહાર લાવવામાં આપણે સફળતા હાંસલ કરી શકીએ છીએ. કિશનગંજમાં મેગા લેધર પાર્ક બનાવવા ઇચ્છીએ છીએ.
બિહારમાં ઉદ્યોગ શરૂ કરવો પડકારજનક હોવાની માન્યતા પ્રવર્તે છે
જવાબઃ ઉદ્યોગ શરૂ કરવામાં સૌથી સરળ પ્રક્રિયા બિહારમાં રહેશે. અમે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરી છે. લાઇસન્સથી માંડીને દરેક વસ્તુઓ માટે ક્લિયરન્સ સુધીનું કામ અમે એક સપ્તાહમાં પૂર્ણ કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.