મધ્ય પ્રદેશમાં શબવાહિની નહીં મળવાના સંજોગોમાં બે ભાઈ તેમની માતાના મૃતદેહને બાંધીને ગામ તરફ નિકળી પડ્યા હતા. રવિવારની સવારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દીકરાએ ગંભીર આરોપ મુક્યો છે. તેમણે કહ્યું કે જિલ્લા હોસ્પિટલની નર્સિસ યોગ્ય કાળજી રાખી શકી ન હતી. મોત બાદ શબવાહિની માગી કરી પણ તે મળી શકી ન હતી. પ્રાઈવેટ વાહન ધરાવનાર સાથે વાત કરી તો તેમણે રૂપિયા 5 હજારની રકમ માગી હતી. અમારી પાસે એટલા પૈસા ન હતા.
માટે અમે રૂપિયા 100માં પાટિયા ખરીદ્યા અને મૃતદેહને બાંધી બાઈક પર અમારા ગામ લઈ ગયા હતા. બીજી બાજુ ભૂતપુર્વ મુખ્યમંત્રી કમલનાથે આ વીડિયો ટ્વીટ કરી શિવરાજ સરકાર સામે નિશાન તાક્યું છે.
શહોલ મેડિકલ કોલેજનો આ વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે. બન્ને ભાઈએ મૃતદેહને એક કાંબળામાં લપેટી લીધો હતો. ત્યારબાદ બાઈક ઉપર લાકડાનું પાટિયું રાખ્યું, તેના વડે માતાના મૃતદેહને બાંધ્યો હતો. એક ભાઈએ બાઈક ચલાવ્યું અને અન્ય ભાઈએ પાછળ માતાના મૃતદેહને પકડી બેઠો હતો. જેમ તેમ કરીને 80 કિમી દૂર અનુપપૂર જિલ્લાના ગોડારુ ગામ પહોંચી ગયા.
દીકરીએ કહ્યું- સારવારમાં બેદરકારી દાખવવામાં આવી
સુંદર યાદવે કહ્યું કે માતા જયમંત્રી યાદવને હાર્ટને લગતી તકલીફ હોવાથી શહડોલ જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. નર્સ દ્વારા તેમને એક ઈન્જેક્શન અને બોટલ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબીયત બગડી ગઈ હતી. શનિવારે રાત્રે 11 વાગે જયમંત્રીને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. રાત્રે 2.40 વાગ્યે તેમનું મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ પાસે શબવાહિની નથી
હોસ્પિટલના વડા નાગેન્દ્ર સિંહે કહ્યું કે મેડિકલ કોલેજમાં એમ્બ્યુલન્સ કે શબવાહિનીની સુવિધા નથી. બે એમ્બ્યુલન્સ આપવામાં આવી છે, જેના રજિસ્ટ્રેશનને લગતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રજિસ્ટ્રેશન બાદ દર્દીને આ સુવિધા આપી શકાશે.
મેડિકલ કોલેજના ડીન મિલિંદ શિરાલકરે કહ્યું કે વોર્ડ બોયે મૃતકના પરિવારના મૃતદેહ માટે વાહનની વ્યવસ્થા અંગે પૂછપરછ કરી હતી. તેમણે વ્યવસ્થા થઈ હોવાની વાત કરી હતી. પરિજનોએ હોસ્પિટલ સ્ટાફ તથા મેનેજમેન્ટ પાસે શબવાહિનીની માગ કરી ન હતી. જો તેમણે માગ કરી હોત તો અમે શક્ય તમામ સહયોગ કરી શકે તેમ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.