તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Shah Unveils Statue Of Former Finance Minister, Shah Says Raised Me Like A Big Brother In Trouble

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિરોઝશાહ કોટલામાં જેટલીની પ્રતિમા:શાહે ભૂતપૂર્વ નાણામંત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું, શાહે કહ્યું- મુશ્કેલીઓમાં મને મોટા ભાઈની જેમ ઉગાર્યો

નવી દિલ્હી2 મહિનો પહેલા
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કર્યું. - Divya Bhaskar
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કર્યું.

દિલ્હીના ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે દિવંગત અરુણ જેટલીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ નાણામંત્રી જેટલીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કાર્યક્રમને સંબોધતાં અમિત શાહે કહ્યું હતું કે જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે તેમણે મોટા ભાઈની જેમ ઉગાર્યો હતો. તમને જણાવીએ કે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન રહેલા જેટલી 1999થી 2013 સુધી DDCAના અધ્યક્ષ રહ્યા હતા. તેમના પછી રજત શર્મા DDCAના પ્રેસિડેન્ટ બન્યા. જ્યારે તેમણે રાજીનામું આપ્યું ત્યારે જેટલીનો પુત્ર રોહન વિરોધ વિના અધ્યક્ષ તરીકે ચૂંટાયો હતો.

'જેટલીજી દરેક પ્રશ્નોના સચોટ જવાબ આપતા હતા'
આ કાર્યક્રમને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું હતું કે 'જેટલીજી મોદીના વિશિષ્ટ સાથી હતા. જેટલી સંસદમાં દલીલો સાથે વાત રજૂ કરતા હતા. ભારતની આર્થિક ગતિને વેગ આપવા માટે તેમણે કામ કર્યું હતું. તેમણે વર્ષોથી સંસદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. તેઓ લોકોને સાથે લઈને ચાલતા હતા. જેટલી ખૂબ જ લોકપ્રિય નેતા હતા. તેઓ દરેક પ્રશ્નનો સચોટ જવાબ આપતા હતા.

'પડદા પાછળ રહીને IPLનું મજબૂત માળખું બનાવ્યું'
અમિત શાહે વધુમાં કહ્યું હતું કે 'જેટલીજીએ પડદા પાછળ રહીને IPLનું મજબૂત માળખું બનાવ્યું હતું. એક સમય હતો જ્યારે બાળક ક્રિકેટ રમવા જતા હતા તો માતા-પિતા કહેતાં હતાં કે ભણશે કોણ. આજે બાળકો ક્રિકેટને કારકિર્દી બનાવી રહ્યાં છે. તેઓ મારા કરતાં મોટા હતા. જ્યારે હું મુશ્કેલીમાં આવતો હતો ત્યારે તેઓ મને મોટા ભાઈની જેમ ઉગાતા હતા. લોકો શું કહેશે એ વાતની પરવા કર્યા વિના તેઓ મને મદદ કરતા હતા.'

શાહે કહ્યું હતું, 'ક્રિકેટમાં બે પ્રકારનાં યોગદાન હોય છે. એક- જે રમીને દેશને સન્માન અપાવે છે. અન્ય જે રમવા માટે વાતાવરણ બનાવે છે. જેટલીજીએ રમતગમતનું વાતાવરણ બનાવ્યું હતું.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો