તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Shah Said: This Transformation Journey Is Not To Change The Chief Minister, Minister Or MLA, It Is A Journey To Change The Situation In Bengal.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ બંગાળમાં ગૃહ મંત્રી:શાહે કહ્યું- વેક્સિનેશન ખતમ થતાં જ CAA લાગુ કરીશું; જ્યાં સુધી મમતા ચૂંટણી નહીં હારે, હું અહીં આવતો રહીશ

કોલકાતા2 મહિનો પહેલા

ગૃહ મંત્રી અમિત શાહ ગુરૂવારે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા. ઠાકુરનગરમાં રેલીને સંબોધિત કરતા તેઓએ કહ્યું કે અમે નાગરિકતા સંશોધન કાયદો (CAA) લઈને આવ્યા, પરંતુ વચ્ચે કોરોના આવી ગયો. મમતા દીદી કહેવા લાગ્યા કે ખોટો વાયદો છે. તેઓએ કહ્યું કે અમે જે કહિએ છીએ, તે કરીએ છીએ. જેવું જ વેક્સિનેશન પૂર્ણ થઈ જશે અને કોરોનાથી મુક્તિ મળી જશે તમને બધાંને નાગરિકતા આપવાનું કામ ભાજપ સરકાર કરશે.

શાહે મમતા સરકાર પર જોરદાર પ્રહારો કર્યા. તેઓએ કહ્યું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં હિંસાનો દૌર ખતમ કરીને વિકાસનો નવો દૌર શરૂ કરવા માગે છે. હું બીજી વખત ઠાકુરનગરની પવિત્ર ધરતી પર આવ્યો છું. કેટલીક પરિસ્થિતિઓને કારણે મારી ગત મુલાકાત રદ થઈ હતી, તો મમતા દીદી ઘણાં જ ખુશ થયા હતા. અરે મમતા દીદી! હજુ ઘણો સમય છે એપ્રિલ સુધી, હું વારંવાર આવીશ. જ્યાં સુધી તમે ચૂંટણી નહીં હારો, ત્યાં સુધી આવતો રહિશ.

બંગાળને સોનાર બાંગ્લા બનાવવાની લડાઈઃ શાહ
તેઓએ કહ્યું કે ભાજપના સાઈબર યોદ્ધાઓને હું કહેવા માંગુ છું કે આ લડાઈ ભાજપને મજબૂત બનાવવાની નથી. આ લડાઈ મમતા દીદીને ઉખાડીને ફેંકવાની નથી, પરંતુ આ લડાઈ આપણાં બંગાળને સોનાર બાંગ્લા બનાવવાની છે. આ પહેલાં શાહે સવારે પણ કૂચબિહારમાં રેલીને સંબોધિત કરી હતી.

શાહના સંબોધનની મહત્ત્વપૂર્ણ વાતો

1. બંગાળમાં પરિંદા પણ નહીં ઘૂસી શકે
તેઓ (તૃણમૂલ કોંગ્રેસના લોકો) કહે છે કે આપણે પરિવર્તનયાત્રા કેમ કાઢીએ છીએ? હું આજે એમ કહેવા આવ્યો છું કે કોઈપણ મુખ્યમંત્રીને બદલવાની પરિવર્તનયાત્રા નથી. કોઈપણ ધારાસભ્યને હરાવવાનું નથી. કોઈપણ ધારાસભ્યને હરાવવા માટે પણ નથી. આ બંગાળની પરિસ્થિતિને બદલવા માટેની પરિવર્તનની યાત્રા છે. તમે ઘૂસણખોરીથી પરેશાન છો કે નહીં? તમે માનો છો કે શું મમતા દીદી ઘૂસણખોરી રોકી શકે છે? આ ઘૂસણખોરીને રોકવા માટેની પરિવર્તનયાત્રા છે. તમે એકવાર ભાજપની સરકાર બનાવો, પછી રાજ્યમાં માણસ તો શું કોઈ પરિંદું પણ ઘૂસી શકશે નહીં અને એવું બંગાળ બનાવીશું.

2. મોદીજીને તક આપો, સોનાનું બંગાળ બનાવીને આપશે
આ પરિવર્તનયાત્રા છે. ફોઇ-ભત્રીજા (મમતા અને અભિષેક બેનર્જી)ના ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાની પરિવર્તનયાત્રા છે. બંગાળની બેરોજગારીને સમાપ્ત કરવાની પરિવર્તનયાત્રા છે. અહીં બોમ્બવિસ્ફોટોને રોકવા માટેની પરિવર્તનયાત્રા છે. આ હિંસાને બદલે વિકાસના રાજકારણની પરિવર્તનયાત્રા છે. આ સોનાનું બંગાળ બનાવવાની પરિવર્તનયાત્રા છે. આ વખતે બંગાળ, બસોને પાર. તમે મમતા દીદીને ઘણી તક આપી; એકવાર નરેન્દ્ર મોદીને તક આપો, અમે સોનાનું બંગાળ બનાવીને આપીશું.

3. મમતાએ તમારા ખાતાની વિગતો જ મોકલી નથી, રૂપિયા ક્યાંથી મોકલીએ?
મમતા દીદી માને છે કે ગુંડાઓ તેમને ચૂંટણી જિતાડી દેશે. તમારા તોફાની ગુંડાઓની સામે મારો બૂથ- પ્રમુખ છે. બંગાળના લોકોએ નિર્ણય કર્યો છે કે આ વખતે અમે પરિવર્તન કરીને જ રહીશું. મોદી હમણાં જ આવ્યા હતા. તેમણે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી, પરંતુ કોચ રાજવંશી સમાજ અને અન્ય સમાજના લોકો જણાવે કે તમારા ખાતામાં 6 હજાર રૂપિયા આવે છે કે નહીં? ક્યાંથી આવશે, જ્યારે મમતા દીદીએ તમારા ખાતાની વિગતો જ મોકલતી નથી, તો ક્યાંથી આવશે.

4. અહીં જય શ્રીરામ નહીં બોલીએ તો શું પાકિસ્તાનમાં બોલીશું
મમતા દીદીને જયશ્રી રામ બોલવાથી પણ વાંધો છે. અહીં જય શ્રીરામ નહીં બોલાય તો શું પાકિસ્તાનમાં બોલાશે. મારી સાથે તમારો હાથ ઊંચો કરો અને બોલો જય શ્રીરામ, જય જય શ્રીરામ. આ મમતા દીદીનું અપમાન લાગે છે, કારણ કે તેમને તૃષ્ટીકરણ દ્વારા સમાજના મતોની જરૂર છે. હું બાંયધરી આપું છું કે ચૂંટણી સમાપ્ત થતાં-થતાં મમતા દીદી પણ જય શ્રીરામ બોલવા લાગશે.

5. મમતા દીદી ભત્રીજાનું કલ્યાણ કરવામાં લાગેલી છે
આયુષ્યમાન ભારત યોજના નરેન્દ્ર મોદી લાવ્યા. મમતા નથી ઇચ્છતા કે આ સુવિધા તમને મળે. તે આપની પાસે આવશે તો મોદીજી લોકપ્રિય થઈ જશે. હું વચન આપું છું કે ભાજપની સરકાર બનાવો, આયુષ્યમાનનો લાભ એક જ મહિનામાં મળી જશે. મે પછી મમતા દીદી એને રોકી શકશે નહીં, કેમ કે તે મુખ્યમંત્રી જ નહીં રહે. મોદીજીએ ગરીબો માટે 115 યોજના બનાવી છે, પણ મમતા દીદી એને રોકીને બેઠી છે. મોદી સરકાર ગરીબ કલ્યાણ માટે તો મમતા દીદી ભત્રીજાના કલ્યાણમાં લાગી છે. તેઓ પ્રયાસ કરી રહ્યા છે કે ક્યારે ભત્રીજો મુખ્યમંત્રી બની જાય.

6. કોઈ માતાના લાલની તાકાત નથી કે ચૂંટણીને અસર પહોંચાડી શકે
તૃણમૂલના ગુંડાઓએ અમારા 130 કાર્યકર્તાની હત્યા કરી છે. કોઈને પણ પકડવામાં આવ્યા નથી. મમતા દીદી, અમારી સરકાર બનવાની છે, એક-એક ગુંડાને પકડી પકડીને જેલમાં ધકેલીશું. આ વખતે ભાજપ પૂરી તાકાત સાથે મેદાનમાં છે. કોઈ માતાના લાલમાં હિંમત નથી કે ચૂંટણીને અસર પહોંચાડી શકે. 2017માં અમે કહ્યું હતું કે અમે 20થી વધુ બેઠકો જીતીશું, ત્યારે દીદીએ કહ્યું હતું કે ઈંડું આવશે ઈંડું.
આપે અમને 18 બેઠક આપી. આજે મમતા પોતે સીટ શોધી રહી છે કે અહીંથી લડું કે ત્યાંથી; આ સીટ પરથી લડું કે પેલી સીટ પરથી; એક જગ્યાએથી લડું કે બે સીટો પરથી.

કેમ મહત્ત્વનું છે ઠાકુરનગર?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ઠાકુરનગર આ વખતે બંગાળની રાજનીતિમાં મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે. ઠાકુરનગર મટુઆ સમુદાયનો ગઢ માનવમાં આવે છે. આ વિસ્તાર બાંગ્લાદેશની સરહદેથી જોડાયેલા 15 કિલોમીટરના અંતરે આવેલો છે.

દલિત મટુઆ સમુદાયનો 70 બેઠક પર પ્રભાવ
બંગાળમાં દલિત મટુઆ સમુદાય 70 બેઠક પર પ્રભાવ ધરાવે છે. કેટલીક સીટ પર એનો ઊંડો પ્રભાવ છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં આ સમુદાયે પોતાનું સમર્થન ભાજપને કર્યું હતું. બોનગામ સીટ પરથી ભાજપના શાંતનુ ઠાકુરને આ સમુદાયના સમગ્ર મત પ્રાપ્ત થયા હતા. તેમણે તૃણમૂલ કોંગ્રેસના બાલા ઠાકુરને ચૂંટણીમાં હરાવ્યા હતા.

એપ્રિલ- મેમાં થઈ શકે છે ચૂંટણી
માનવામાં આવી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે એપ્રિલ-મેમાં થઈ શકે છે. ભાજપના રાજ્યસભા સભ્ય અમે મીડિયા પ્રભારી અનિલ બલુનીએ જણાવ્યું હતું કે શાહ ઐતિહાસિક
શ્રી મદન મોહન મંદિરે જશે અને પૂજા-અર્ચના કરશે.

5 તબક્કામાં ભાજપ યોજી રહ્યું છે પરિવર્તનયાત્રા
ભાજપ પાંચ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં પરિવર્તનયાત્રાનું આયોજન કરી રહ્યું છે, જે રાજ્યના તમામ 294 વિધાનસભા વિસ્તારોને કવર કરશે. યાત્રાને લીલી ઝંડી બતાવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તર 24 પરગણા જિલ્લાના ઠાકુરનગરમાં પ્રખ્યાત શ્રી શ્રી હરિચંદ્ર ઠાકુર મંદિરમાં પૂજા-અર્ચના કરશે.

શાહ ગત વર્ષે ડિસેમ્બરમાં બંગાળ ગયા હતા
ગૃહમંત્રીએ ગત વર્ષે 19-20 ડિસેમ્બરમાં બંગાળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તૃણમૂલ નેતા શુભેંદુ અધિકારી સહિત 35 નેતા ભાજપમાં સામેલ થયા હતા. ત્યાર બાદ શાહ જાન્યુઆરીમાં બંગાળની મુલાકાતે જવાના હતા, પરંતુ દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ થવાને કારણે તેમણે પોતાનો કાર્યક્રમ ટાળવો પડ્યો હતો. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ પાર્ટી હવે વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો