તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • SFJ Launches Website For Disha Deep Sidhu, Launches Campaign To Ban Modi's Entry Abroad

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ટિવિસ્ટને ખાલિસ્તાની સંગઠનનો સપોર્ટ:SFJએ દિશા-દીપ સિદ્ધુ માટે વેબસાઈટ લોન્ચ કરી, મોદીની વિદેશોમાં એન્ટ્રી બેન કરવા માટે કેમ્પેન ચલાવ્યું

નવી દિલ્હી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
SJFની વેબસાઇટમાં ધરપકડ કરાયેલા એક્ટિવિસ્ટ્સના સપોર્ટમાં પોસ્ટર પોસ્ટ કરવામાં આવ્યાં. આ ફોટો ખાલિસ્તાની આતંકી ગુરપવંત સિંહ પન્નુનો છે (ફાઈલ ફોટો). - Divya Bhaskar
SJFની વેબસાઇટમાં ધરપકડ કરાયેલા એક્ટિવિસ્ટ્સના સપોર્ટમાં પોસ્ટર પોસ્ટ કરવામાં આવ્યાં. આ ફોટો ખાલિસ્તાની આતંકી ગુરપવંત સિંહ પન્નુનો છે (ફાઈલ ફોટો).

ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)એ બુધવારે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ અને પંજાબી સિંગર દીપ સિદ્ધૂના સમર્થનમાં વેબસાઈટ લોન્ચ કરી છે. સંગઠને ગુરપવંત સિંહ પન્નુએ કહ્યું કે SFJએ દિશા રવિ, નિકિતા જેક્બ, શાંતનુ અને દીપ સિદ્ધુના સમર્થનમાં એક વેબસાઈટ લોન્ચ કરી છે. તેનું નામ Twitter4farmer.in છે.

SFJએ કેટલાંક પોસ્ટર્સ પણ જાહેર કર્યા છે. જેમાં એક્ટિવિસ્ટ્સના સપોર્ટની વાત કરવામાં આવી છે અને ખેડૂત આંદોલનના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. પન્નૂએ કહ્યું કે દિલ્હી પોલીસે જે એક્ટિવિસ્ટને અરેસ્ટ કર્યા છે, તેઓ પોતાના વિરોધના અધિકારનો ઉપયોગ કરી રહ્યાં હતા.

ખેડૂતોના કેમ્પેનમાં સામેલ થવાની અપીલ કરી
પન્નુએ કહ્યું હતું કે પંજાબને ભારતથી અલગ કરવું જ એક રસ્તો છે. તેમણે કહ્યું હતું કે અમારી વેબસાઈટ અમેરિકા, કેનેડા, બ્રિટન, જર્મની, ઓસ્ટ્રેલિયા, ઈટાલી, સ્વીડન અને યુરોપિયન યુનિયનના ભારતીય દૂતાવાસો પર દબાણ નાખશે કે જેથી તેઓ દુનિયામાં ક્યાંય પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રાને બેન કરી શકે. પન્નુએ કહ્યું હતું કે આંદોલન કરી રહેલા ખેડૂતોને કેમ્પેનમાં સામેલ થવું જોઈએ.

વેબસાઈટ પર ગ્રેટા થનબર્ગ અને ટૂલકિટનો પણ ઉલ્લેખ કર્યો
SFJની વેબસાઈટમાં પકડાયેલા એક્ટિવિસ્ટ્સના સપોર્ટમાં પોસ્ટર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં એક ઈ-મેલ મોકલવાનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. આ ઈ-મેઈલ ઓપ્શનનો ઉપયોગ કરવા પર મેઈલ અનેક દેશોના રાજદૂતને જશે. ઈ-મેઈલ ફોર્મેટમાં દિશા રવિનું નામ ખાસ મૂકવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે દિશા રવિની ધરપકડ કરીને તેના પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે. આરોપ છે કે તેને ટૂલકિટ બનાવી અને તેને શેર કરી. આ તે ડોક્યુમેન્ટ છે જેને દુનિયાના જાણીતી એક્ટિવિસ્ટ સ્વીડનની ગ્રેટા થનબર્ગે શેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો