• Gujarati News
  • National
  • Severe Cold Day Remains In 8 Districts Of Bihar, Rain Likely In Punjab Haryana Today

દિલ્હીમાં છેલ્લા 23 વર્ષોમાં સૌથી ભીષણ ઠંડી:બિહારના 8 જિલ્લામાં સીવિયર કોલ્ડ-ડે યથાવત, પંજાબ-હરિયાણામાં આજે વરસાદની શક્યતા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત છે. IMD મુજબ, 23 વર્ષમાં પહેલીવાર દિલ્હીમાં આટલી ભીષણ ઠંડી પડી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, રાજધાનીમાં 14 જાન્યુઆરીથી ફરીથી ઠંડી વધી શકે છે. આ સાથે જ વિભાગે બુધવાર અને ગુરુવારે પંજાબ અને હરિયાણામાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.

ધુમ્મસ વચ્ચે રિપબ્લિક ડે પરેડની રિહર્સલ...

હિમાચલ: 8 જિલ્લામાં બે દિવસ ભારે હિમવર્ષાની યલો એલર્ટ
હિમાચલમાં ઘણા વિસ્તારોમાં મંગળવારે તાપમાન માઈનસમાં રહ્યું હતું. મંડી જિલ્લામાં તાપમાન -2 સુધી પહોંચ્યું. 11 વાગ્યા સુધી લોકો ધુમ્મસની ચપેટ રહ્યા હતા. વેસ્ટર્ન ડિસ્ટરબન્સ એક્ટિવ હોવાથી પ્રદેશમાં બુધવારે રાત્રથી વાતાવરણ વળાંક લેશે. બપોર બાદ પ્રદેશમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.શિમલા, ચંબા, કાંગડા, મંડીના વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ આગામી 3 દિવસ ભારે હિમવર્ષા થઈ શકે છે. જેનાથી તાપમાનમાં ઘટી જશે.

છત્તીસગઢ: ઉત્તરમાં ઠંડી હવાની અસર રહેશે
છત્તીસગઢમાં ઉત્તરની હવાની અસર હજી સુધી છે. પાછલા 48 કલાકમાં રાતનું તાપમાન 2થી 3 ડિગ્રી સુધી વધી ગયું છે. હવામાન વિશેષજ્ઞોનું કહેવું છે કે, તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ આગામી એક અઠવાડિયા સુધી વધું ઘટાડો થવાની સંભાવના નથી.

ઉત્તર છત્તીસગઢમાં રવિવાર રાત સુધી શીતલહેર ચાલી હતી. સોમવારની રાત પણ ઠંડી જ રહી હતી. પરંતુ મંગળવારે ઠંડી પાછલા ચાર-પાંચ દિવસની સરખામણીમાં ઓછી થઈ ગઈ. રાયપુરમાં રાતનું તાપમાન 11.5 ડિગ્રી થઈ ગયું, એટલે તાપમાન લગભગ 2 ડિગ્રી વધ્યું. મંગળવારે સવારે સાડા પાંચ વાગે તાપમાન 4.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ચિલ્ફી ઘાટમાં 2 ડિગ્રીની આસપાસ રહ્યું. હવામાન વિભાગ અનુસાર, બુધવારે પણ પ્રદેશમાં ઉત્તરની ઠંડી અને હવાની અસર રહેશે. પરંતુ અહીંયા હવાની અસર એકદમ ઓછી છે, આ કારણે ઠંડી વધુ નહીં લાગે.

પંજાબ: આજે અને કાલે વરસાદ પડી શકે છે
પંજાબમાં સતત બીજા દિવસે ભટિંડા સૌથી ઠંડા જિલ્લા તરીકે રેકોર્ડ કરાયો, ત્યારે ફરી મહત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી ઘટયું અને લઘુત્તમ તાપમાન પણ 2.4 ડિગ્રી અહીંયા જ સૌથી ઓછું રેકોર્ડ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલના ઉપરના ભાગોમાં હિમવર્ષા અને વરસાદ પડવાની શક્યતા છે. જેની અસર પંજાબ પર પણ રહેશે. હવામાન વિભાગ મુજબ, બુધવાર અને ગુરુવારે અહીંયા વરસાદ પડી શકે છે.

બિહાર: 8 જિલ્લામાં સીવિયર કોલ્ડ ડે રહ્યો
બિહારના બધા ભાગમાં બરફિલી હવાઓના કારણે ઠંડીનો પ્રભાવ યથાવત છે. મંગળવારે ભાગલપુર, બાંકા, સીવાન, મોતિહારી, ફારબિસગંજ, નવાદા સહિત આઠ જિલ્લામાં સીવિયર કોલ્ડ ડેની સ્થિતિ રહી હતી. જ્યારે પટના, છપરા સહિત 22 જિલ્લામાં કોલ્ડ ડે અને શીતલહેરની સ્થિતિ બની રહી. હવામાન વિભાગ મુજબ 13 જાન્યુઆરી સુધી તાપમાનમાં ઘટાડો થશે. મંગળવારે બિહારમાં દિવસનો સૌથી ઠંડુ વાલ્મીકિનગર રહ્યું. જેનું તાપમાન 11.2 ડિગ્રી હતું.

બિહારના લગભગ 26 જિલ્લામાં દિવસે પણ થોડો તડકો પડી રહ્યો છે, પરંતુ તેમા તાપ ઓછો હોવાના કારણે ઠંડીથી રાહત મળતી નથી. પહાડો પર સતત હિમવર્ષા થવાના કારણે બિહારના બધા ભાગોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિ 13 જાન્યુઆરી સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ 14 જાન્યુઆરી પછી તાપમાનમાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...