• Gujarati News
  • National
  • Several Schoolgirls Were Injured; The Congress Leader Said, "When This Can Happen In Vaishnodevi, This Is A Rally."

બરેલીમાં કોંગ્રેસની મેરાથોનમાં ભાગદોડ:અનેક વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ; કોંગ્રેસના નેતાએ કહ્યું- જ્યારે વૈષ્ણોદેવીમાં આવું થઈ શકે છે, ત્યારે આ તો રેલી છે

બરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના બરેલીમાં મંગળવારે સવારે કોંગ્રેસની મેરાથોનમાં નાશભાગ મચી ગઈ હતી. સવારે 10 વાગ્યે બનેલી આ ઘટનામાં શાળાની અનેક વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ છે. મેરાથોનમાં ભીડ વધુ હોવાને કારણે આયોજક વ્યવસ્થાઓ સંભાળી શક્યા ન હતા. બરેલીમાં બિશપ મંડલ ઈન્ટર કોલેજનાં મેદાનમાં સવારે 10 વાગ્યે દોડ શરુ થઈ હતી અને આગળ દોડી રહેલી વિદ્યાર્થિનીઓને ધક્કો લાગતા પડી ગઈ હતી.

જે પછી તેની પાછળ દોડી રહેલી વિદ્યાર્થિનીઓ પણ પડી હતી. બુમાબુમ અને ચીસો વચ્ચે થયેલી ભાગદોડમાં અનેક વિદ્યાર્થિનીઓ ઘાયલ થઈ. આ ઘટનાના કવરેજને લઈને કોંગ્રેસ નેતા મીડિયાકર્મીઓની સાથે ગેરવર્તન કર્યુ હતું. બરેલીના પૂર્વ મેયર અને કોંગ્રેસ નેતા સુપ્રિયા એરને તો તમામ હદ પાર કરતા વિવાદીત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું હતુ કે વૈષ્ણોદેવીમાં નાશભાગની ઘટના બના શકે છે. ત્યારે આ તો વિદ્યાર્થિનીઓની ભીડ છે.

મેરેથોનમાં 10 હજાર વિદ્યાર્થિનીઓ સામેલ થઈ હતી

મેરાથોનમાં ભાગાભાગી થયા બાદ કેટલીક બાળકીઓના જૂતાં રોડ પર જ રહી ગયા હતા
મેરાથોનમાં ભાગાભાગી થયા બાદ કેટલીક બાળકીઓના જૂતાં રોડ પર જ રહી ગયા હતા

પ્રિયંકા ગાંધીના 'યુવતિ છું- લડી શકું છું' અભિયાન અંતર્ગત આ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓ મેરાથોનમાં પહોંચી હતી. મેરાથોન શરુ થતાની સાથે જ નાશભાગ મચી ગઈ હતી. આગળ દોડી રહેલી વિદ્યાર્થિનીઓને ધક્કો વાગતા પડી ગઈ હતી. ત્યારબાદ પાછળ દોડી રહેલી વિદ્યાર્થિનીઓ પણ તેમની પર પડી હતી, જેમાં અનેક વિદ્યાર્થિનીઓ નીચે દબાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના બાદ આયોજકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓની બુમબરાડા વચ્ચે જેમતેમ કરીને વિદ્યાર્થિનીઓને બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મોટાભાગની વિદ્યાર્થિનીઓને તેમનાં પરિવારજનો ઘરે લઈ ગયા હતા.

બિશપ મંડલ ઈન્ટર કોલેજના ગ્રાઉન્ડમાં મેરાથોન આયોજિત કરાઈ હતી.
બિશપ મંડલ ઈન્ટર કોલેજના ગ્રાઉન્ડમાં મેરાથોન આયોજિત કરાઈ હતી.

કોંગ્રેસના મહિલા નેતાનું વિવાદિન નિવેદન
કોંગ્રેસની મેરાથોન રેલીને લઈને સુરક્ષા વ્યવસ્થામાં થયેલી ચૂકને લઈને કરવામાં આવેલા સવાલો અંગે કોંગ્રેસના નેતા મીડિયાકર્મીઓ સાથે બાખડી પડ્યા હતા. પૂર્વ મેયર સુપ્રિયા એરને કહ્યું કે વૈષ્ણોદેવીમાં ભાગદોડ થઈ શકે છે, તો આ બાળકીઓની ભીડ હતી. આ મનુષ્યનો સ્વભાવ હોય છે, પરંતુ હું મીડિયાકર્મીઓ સમક્ષ ધક્કામુક્કીને લઈને માફી માગુ છું. તેઓએ કહ્યું કે આ ષડયંત્ર પણ હોય શકે છે. કોંગ્રેસના વધતા જનાધારને કારણે આ પ્રકારનું ષડયંત્ર પણ હોય શકે છે.

આ કાર્યક્રમમાં સામેલ થવા આવેલા ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસના નેશનલ કો-ઓર્ડિનેટર અને UP વેસ્ટના પ્રભારી સંગીતા ગર્ગે ચોખવટ આપતા જોવા મળ્યા. તેઓએ કહ્યું કે કાર્યક્રમ સફળ રહ્યો અને તેમાં લગભગ 10 હજાર બાળકીઓએ ભાગ લીધો.

અન્ય સમાચારો પણ છે...