તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Several Handles Of The Sangh, Including Bhagwat, Were Verified As Inactive, But The Accounts Of The Deceased Like Pranab Mukherjee And Ahmed Patel Are Still Verified.

ટ્વિટરની પોલિસી પર સવાલ:ભાગવત સહિત સંઘના અનેક હેન્ડલ ઇનએક્ટિવ જણાવીને અનવેરિફાય કર્યા, પરંતુ પ્રણવ મુખર્જી અને અહેમદ પટેલ જેવા દિવંગતોનાં અકાઉન્ટ હજુ પણ વેરિફાય

નવી દિલ્હી14 દિવસ પહેલા

નવા IIT નિયમો પર કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચે જોવા મળતો વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે ટ્વિટરે ઉપ-રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને સંઘપ્રમુખ મોહન ભાગવત સહિત અનેક નેતાઓનાં પર્સનલ ટ્વિટર હેન્ડલ પરથી બ્લુ ટિક હટાવી દીધી. જોકે ઉપ-રાષ્ટ્રપતિના એકાઉન્ટનું બ્લુ ટિક તો થોડી જ વારમાં રિસ્ટોર કરી દેવાયું, પરંતુ અન્ય નેતાઓનાં અકાઉન્ટ હજુ પણ અનવેરિફાય જ છે, જેમાં સંઘના અરુણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ સોની જેવાં મોટાં નામ પણ સામેલ છે.

એ બાદ ટ્વિટરે સ્પષ્ટીકરણ આપતાં કહ્યું હતું કે આ અકાઉન્ટ ઘણા સમયથી એક્ટિવ ન હતાં. એની વેરિફિકેશન પોલિસી અંતર્ગત કોઈપણ જાતની સૂચના વગર અનવેરિફાય કરતાં એમાંથી બ્લુ બેઝ હટાવી દીધા છે. અહીંથી જ વિવાદ શરૂ થયો, કેમ કે દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કોંગ્રેસ નેતા અહેમદ પટેલ, એક્ટર ઈરફાન ખાન સહિત અનેક લોકોનાં ટ્વિટર અકાઉન્ટ હજુ પણ વેરિફાય છે અને બ્લુ ટિકની સાથે જોવા મળી રહ્યાં છે.

ભાગવત ઉપરાંત સંઘના અરુણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ સોની જેવા મોટા નેતાઓનાં ટ્વિટર હેન્ડલ પરથી બ્લુ ટિક હટાવી દેવાઈ.
ભાગવત ઉપરાંત સંઘના અરુણ કુમાર, ભૈયાજી જોશી અને સુરેશ સોની જેવા મોટા નેતાઓનાં ટ્વિટર હેન્ડલ પરથી બ્લુ ટિક હટાવી દેવાઈ.

આ અકાઉન્ટ પણ ઘણા સમયથી એક્ટિવ નથી
પ્રણવ દાના ટ્વિટર અકાઉન્ટ પરથી અંતિમ ટ્વીટ તેમના મૃત્યુ પહેલાં ઓગસ્ટ 2020માં કરવામાં આવ્યું હતું. તો અહેમદ પટેલનું અકાઉન્ટ ઓક્ટોબર 2020 અને ઈરફાન ખાનનું અકાઉન્ટ મે 2020થી એક્ટિવ નથી. તેમનાં અકાઉન્ટ્સ મેમોરિયલ અકાઉન્ટ્સ તરીકે પણ નથી રાખવામાં આવ્યાં, એટલે કે તેમના મૃત્યુ પછી આ અકાઉન્ટ્સને તેમના પરિવારના સભ્ય વિરાસત તરીકે પણ ઉપયોગ નથી કરી રહ્યા.

મેમોરિયલ અકાઉન્ટનાં કેટલાંક ઉદાહરણ
ટીવી એન્કર રોહિત સરદાનાનું સોશિયલ અકાઉન્ટ તેમનો પરિવાર સંભાળી રહ્યો છે. આ ઝીણામાં ઝીણી વાતને સમજનારી તેમની પત્ની પ્રમીલાએ તાત્કાલિક પતિની વર્ચ્યુઅલ વિરાસતને સંભાળી લીધી છે.
પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું ટ્વિટર હેન્ડલ દીકરી બાંસુરી સંભાળે છે અને તેને સતત અપડેટ પણ કરે છે. તેના પર સ્પષ્ટ લખેલું છે કે આ અકાઉન્ટ મેમોરિયલ અકાઉન્ટ છે.

શું હોય છે બ્લુ ટિક?
ટ્વિટર મુજબ, બ્લુ વેરિફાઈડ બેઝ (બ્લુ ટિક)નો અર્થ છે કે અકાઉન્ટ જનહિત સાથે જોડાયેલું અને વાસ્તવિક છે. આ ટિકને મેળવવા માટે ટ્વિટર અકાઉન્ટમાં સક્રિય રહેવું ઘણું જ જરૂરી છે. હાલ ટ્વિટર સરકારી કંપનીઓ, બ્રાંડ અને નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન, સમાચાર સંગઠન અને પત્રકાર, મનોરંજન, સ્પોર્ટ્સ એન્ડ ઈ સ્પોર્ટ્સ, કાર્યકર્તા, ઓર્ગેનાઈઝર્સ અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓનાં ખાસ અકાઉન્ટ્સને વેરિફાઈ કરે છે.

ટ્વિટર કઈ સ્થિતિમાં બ્લુ ટિક હટાવે છે
ટ્વિટરની શરતો મુજબ જો કોઈ પોતાના હેન્ડલનું નામ બદલે છે કે પછી યુઝર પોતાના અકાઉન્ટસને તે રીતે ઉપયોગ નથી કરતા, જેના આધારે વેરિફાઈ કરવામાં આવ્યું હોય. આ સ્થિતિમાં બ્લુ ટિક એટલે કે બ્લુ વેરિફાઈડ બેઝ કોઈપણ જાતની સૂચના આપ્યા વિના હટાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...