• Gujarati News
  • National
  • Separatist Leader Yasin Malik Pleaded Guilty And Pleaded Guilty To Involvement In Terrorist Activities

આતંકી ફંડિંગ કેસ:ભાગલાવાદી નેતા યાસીન મલિક દોષિત જાહેર, ટેરર ફંડિંગથી લઈને હત્યાઓ સુધી...જાણો મલિક પર કયા કયા આરોપો છે

2 મહિનો પહેલા
  • 25 મેથી કોર્ટમાં સજાની દલીલો શરૂ થશે

કાશ્મીર ભાગલાવાદી નેતા યાસીન મલિકને આતંકી ફંડિંગ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. NIA કોર્ટે યાસીન મલિકને દોષિત જાહેર કર્યો છે. તેને હવે આ ગુના માટે કેટલી સજા મળશે એ નિર્ણય 25 મેના રોજ લેવામાં આવશે. નોંધનીય છે કે તેણે થોડા દિવસ પહેલાં જ સ્વીકાર્યું હતું કે કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતો.

NIAની પૂછપરછમાં યાસીન મલિકે સ્વીકાર્યું છે કે તે આતંકીઓને લગતી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો અને એના પર લગાવવામાં આવેલી દેશદ્રોહની કલમ પણ સાચી છે. યાસીન પર જે UAPA અંતર્ગત કલમ લગાવવામાં આવી છે એ પણ તેણે સ્વીકારી લીધી છે.

જે કલમ અંતર્ગત યાસીન સામે ફરિયાદ નોંધાઈ છે એમાં તેને મહત્તમ આજીવન જેલ થવાની શક્યતા છે. યાસીન મલિક કાશ્મીરના રાજકારણમાં સક્રિય રહ્યો છે. યુવાનોને ઉશ્કેરવામાં પણ તેને મહત્ત્વની ભૂમિકા માનવામાં આવે છે.

યાસીન મલિક પર કયા કયા આરોપ લાગ્યા છે
યાસીન મલિક જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) સાથે જોડાયેલો છે. 2019માં કેન્દ્ર સરકારે JKLF પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મલિક અત્યારે તિહાર જેલમાં બંધ છે. યાસીન પર 1990માં એરફોર્સના 4 જવાનની હત્યાનો આરોપ છે, જે તેણે પણ સ્વીકારી લીધું છે. તેના પર મુફ્તી મોહમ્મદ સઈદની દીકરી રુબિયાનું પણ અપહરણ કરવાનો આરોપ છે. મલિક પર 2017માં કાશ્મીરમાં આતંકવાદ અને ભાગલાવાદી પ્રવૃત્તિઓ કરવાના પણ ગંભીર આરોપ છે. યાસીન મલિકે દિલ્હીની કોર્ટમાં UAPA અંતર્ગત લગાવવામાં આવેલા દરેક આરોપ સ્વીકારી લીધા છે.

JKLFએ જ કાશ્મીરી પંડિતોને વિસ્થાપન માટે મજબૂર કર્યા હતા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી ડૉ. એસપી વૈદે જણાવ્યું હતું કે 1989ના અંતમાં અને 1990ની શરૂઆતમાં JKLF જ એકમાત્ર સંગઠન હતું. તેમણે જ પંડિતોને વિસ્થાપન માટે મજબૂર કર્યા હતા. આ સંગઠન કાશ્મીરની આઝાદીની નારેબાજી કરતા હતા. એ પાકિસ્તાનને પસંદ નહોતું, કારણ કે તેઓ કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવા માગતા હતા. JKLF તરફથી ઘાટીની સ્થિતિ ખરાબ કર્યા પછી પાકિસ્તાને હિજબુલને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું.

ત્યાર પછી JKLFએ તેમનો રસ્તો અલગ કરી દીધો. ટેરર ફંડિગથી લઈને અન્ય આતંકી ઘટનાઓમાં સામેલ થઈ ગયા. JKLFએ આતંકીઓ જ માત્ર કાશ્મીરી પંડિતો પર જ નહીં, પરંતુ દેશભક્ત મુસ્લિમો પર પણ હુમલો કર્યો હતો. તેમનું કહેવું હતું કે યાસીન મલિકની સજાથી આખી ઘાટીમાં આતંકવાદની ઈકો સિસ્ટમને જબરદસ્ત ઝટકો લાગશે.

સ્થાનિકોએ યાસીન મલિકની સજાનો વિરોધ કર્યો હતો.
સ્થાનિકોએ યાસીન મલિકની સજાનો વિરોધ કર્યો હતો.

ખીણમાં આતંકવાદનું બીજ JKLFએ વાવ્યું
ખીણમાં આતંકવાદનું બીજ JKLFએ જ વાવ્યું છે. શરૂઆતમાં પાકિસ્તાને આ સંગઠનને મહત્ત્વત્વ આપ્યું હતું, પરંતુ જ્યારે ખીણમાં સ્થિતિ ખરાબ થઈ ત્યારે તેમણે હિજબુલ મુઝાહિદ્દીનને આગળ કરી દીધા. આ દરમિયાન કાશ્મીરી પંડિતોને વિસ્થાપન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. સૌથી પહેલા 1989માં આતંકીઓએ ભાજપ નેતા ટીકા લાલ ટપલુની હત્યા કરી હતી.
આ ઘટનામાં લગભગ દોઢ મહિના પછી સેવાનિવૃત્ત જજ નીલકંઠ ગંજુની હરિ સિંહ સ્ટ્રીટમાં ચાર નવેમ્બરે 1989માં આતંકીઓએ હત્યા કરી દીધી હતી. આ હત્યા આતંકી મકબૂલ ભટને ફાંસીની સજા આપવાના બદલામાં કરવામાં આવી હતી, કારણ કે ગંજુએ જ તે ઈન્સ્પેક્ટરની હત્યાના કેસમાં સજા આપી હતી. આ હત્યામાં યાસીન મલિક અને જાવેદ મીર નલકા પણ સામેલ હતા.

અન્ય સમાચારો પણ છે...