તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Separated From The Spacecraft, The Device Was The First To Detect Water On The Lunar Surface

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:ચંદ્રયાનથી અલગ થઈને આ ડિવાઈસે ચંદ્રની સપાટી પર પ્રથમવાર શોધ્યું પાણી

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ પોતાનો સ્પેસ પ્રોગ્રામ શરૂ કર્યાના 45 વર્ષ પછી મિશન મૂનમાં ફતેહ મેળવી હતી. 22 ઓક્ટોબર, 2008ના રોજ ચંદ્રયાન લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 30 ઓગસ્ટ, 2009 સુધી ચંદ્રના ચક્કર લગાવતું રહ્યું. આ જ ચંદ્રયાનમાં એક ડિવાઈસ લાગેલું હતું - મૂન ઈમ્પેક્ટ પ્રોબ એટલે કે એમઆઈપી, જેણે 14 નવેમ્બર, 2008ને ચંદ્રની સપાટી પર ઉતરીને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતનો દબદબો વધાર્યો. એવું કરનાર ભારત ચોથા દેશ બની ગયા.

આ પહેલા માત્ર અમેરિકા, રશિયા અને જાપાન જ એવું કરવામાં સફળ રહ્યા હતા. આ જ ડિવાઈસે ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી હતી. આ એટલી મોટી શોધ હતી કે અમેરિકન સ્પેસ સાયન્સ ઓર્ગેનાઈઝેશન નાસાએ પણ પ્રથમ પ્રયાસમાં જ આ શોધ કરવા માટે ભારતની પીઠ થાબડી હતી.

ચંદ્રયાન-1 ઈસરોના મૂન મિશનનું પ્રથમ યાન હતું. તેને ચંદ્ર સુધી પહોંચવામાં 5 દિવસ અને તેના ચક્કર લગાવવા માટે કક્ષામાં સ્થાપિત થવામાં 15 દિવસ લાગ્યા હતા. એમઆઈપીની કલ્પના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામે કરી હતી. તેમની સલાહ પર જ ઈસરોના વૈજ્ઞાનિકોએ એમઆઈપી બનાવ્યું હતું. કલામ ઈચ્છતા હતા કે ભારતીય વૈજ્ઞાનિકો ચંદ્રના એક હિસ્સા પર પોતાનું નિશાન છોડે અને ઈસરોના ભારતીય વિજ્ઞાનીઓએ તેમને નિરાશ ન કર્યા.

ભારતની ઔદ્યોગિક રાજધાની અને માયાનગરી મુંબઈની છાતી 26 નવેમ્બર, 2008ના રોજ લશ્કર એ તોઈબાના 10 આતંકવાદીઓએ ચારણી કરી દીધું હતું. બોંબ વિસ્ફોટો અને ગોળીબારથી હચમચી ગયેલી મુંબઈમાં 160થી વધુ લોકો માર્યા ગયા હતા. 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ આતંકીઓ કરાચીથી સમુદ્રના માર્ગે મુંબઈ આવ્યા હતા અને તેમણે તેના માટે કુબેર બોટ(KUBER PBR 2302)નો ઉપયોગ કર્યો હતો.

(KUBER PBR 2302) બોટ ગુજરાતના પોરબંદરના હીરાલાલ મસાની અને વિનોદ મસાનીની હતી. 45 ફૂટની આ બોટ 14 નવેમ્બરે પોરબંદર તટથી કપ્તાન અને 4 માછીમારો સાથે સમુદ્રમાં ઉતરી હતી. આતંકીઓએ બોટમાં સવાર તમામ લોકોની હત્યા કરી અને તેના પર કબજો કર્યો. આ બોટ 10 દિવસ સુધી લાપતા હતી. માલિકના કહેવા પ્રમાણે, સમુદ્રી તોફાનમાં ફસાયા પછી ઘણીવાર બોટને પરત આવતા વાર લાગે છે. આ કારણથી તેની ફરિયાદ કરાઈ નહોતી. પૂછપરછમાં કસાબે પણ કબૂલ કર્યુ હતું કે તે પોતાના સાથીઓની સાથે પાકિસ્તાની ટ્રોલર અલ હુસેનીથી મુંબઈ માટે નીકળ્યા હતા. સમુદ્રમાં કુબેરને હાઈજેક કરીને 553 માઈલની સફર કરી હતી. મુંબઈ પહોંચીને તેમણે કુબેર બોટને લાવારિસ છોડી દીધી હતી. ફેબ્રુઆરી, 2016ના રોજ હોડીના માલિકે તેનું નામ બદલીને ‘શ્રી ગણેશ કુબેર’ કરી નાખ્યું.

ભારત અને દુનિયામાં 14 નવેમ્બરની મહત્વની ઘટનાઓ આ પ્રકારે છેઃ

 • 1380ઃ આજના જ દિવસે ફ્રાંસના કિંગ ચાર્લ્સને 12 વર્ષની વયમાં રાજગાદી સોંપી હતી.
 • 1681ઃ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બંગાળને અલગ રાજ્ય બનાવવાનું એલાન કરવામાં આવ્યું.
 • 1922ઃ બીબીસીએ આજના જ દિવસે બ્રિટનમાં રેડિયો સર્વિસની શરૂઆત કરી હતી.
 • 1955ઃ કર્મચારી રાજ્ય વીમા નિગમની શરૂઆત થઈ હતી.
 • 1969ઃ અપોલો-12 લોન્ચ કરાયું. તે ત્રણ અંતરિક્ષયાત્રીઓને લઈને ચંદ્ર પર પહોંચ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો