દિવાળી અગાઉ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં રાજકીય મોરચે મોટું પગલું ભર્યું છે. મંગળવારે તેમણે ઔપચારિક રીતે કોંગ્રેસ છોડી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલા 7 પેજના રાજીનામામાં તેમણે પોતાની સમગ્ર રાજકીય યાત્રાનો ઉલ્લેખ કર્યો છે. અમરિંદરે કોંગ્રેસ હાઈકમાન ઉપરાંત નવજીત સિદ્ધુ પર પણ પ્રશ્નાર્થ સર્જ્યાં છે.
અમરિંદરે 18 સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ તેમણે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી. મંગળવારે તેમણે પોતાની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ (PLC)ની જાહેરાત કરી હતી. અમરિંદર અગાઉ જ કહી ચુક્યા છે કે તેઓ પંજાબમાં તમામ 117 બેઠક પર ચુંટણી લડશે. આ માટે અગાઉ ખેડૂત આંદોલનનો ઉકેલ કાઢશે. ત્યારબાદ ભાજપ અને અકાલી દળના નારાજ નેતાઓનો સંપર્ક કરશે. જોકે કોંગ્રેસે કેપ્ટનને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેઓ માન્ય નહીં.
વાંચો...કેપ્ટન અમરિંદર સિંહના રાજીનામાની નકલ
અમરિંદરે નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા તે અંગે પણ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. તેમણે કહ્યું કે મારા અને પંજાબના તમામ સાંસદના વિરોધ વચ્ચે સિદ્ધુને જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે સિદ્ધુને પાકિસ્તાન તરફી ગણાવી કહ્યું કે તેણે જાહેરમાં પાકિસ્તાનના આર્મી ચીફ અને પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ગળે લગાવ્યા હતા. આ બન્ને ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે જવાબદાર છે.
સિદ્ધુએ મારું જાહેરમાં અપમાન કર્યું
કેપ્ટને કહ્યું કે મને સતત ખાનગી અને જાહેરમાં અપમાનીત કરવામાં આવ્યો છે. હું તેના પિતાની ઉંમરનો હતું, તેમ છતાં તે મારી વિરુદ્ધ નિવેદનબાજી કરતો રહ્યો છે. સિદ્ધુ સામે કોઈ કાર્યવાહી કરવાને બદલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સિદ્ધુને સમર્થન આપી રહ્યા છે. તેમણે હરીશ રાવત પર પણ હુમલો કર્યો હતો.
કેપ્ટન અમરિંદરની રાજકીય સફર
કેપ્ટન અમરિંદર સિંહ વર્ષ 1977માં કોંગ્રેસ સાથે જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 1978માં લોકસભા ચૂંટણી લોકસભા ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ઓપરેશન બ્લુ સ્ટારના વિરોધમાં તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. ત્યારબાદ તેઓ અકાલી દળમાં જતા રહ્યા હતા. ત્યારબાદ રાજિંદર કૌર ભટઠલે તેમને વર્ષ 1998માં કોંગ્રેસ જોઇન કરાવી હતી. ત્યરબાદ વર્ષ 1999 થી 2002 સુધી અમરિંદર પ્રધાન રહ્યા.ત્યારબાદ વર્ષ 2002થી 2007 સુધી CM રહ્યા. વર્ષ 2009માં કેપ્ટન કમિટી ચેરમેન અને વર્ષ 2010થી 2013 સુધી પ્રધાન રહ્યા. તે સમયે વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણી હારી ગયા. ત્યારબાદ વર્ષ 2014થી 2015 સુધી સાંસદ બન્યા અને લોકસભામાં ડેપ્યુટી લીડર રહ્યા. વર્ષ 2015થી 2017 સુધી ફરી કોંગ્રેસના પ્રધાન બન્યા. ત્યારબાદ 2017માં ચૂંટણી લડી ફરી મુખ્યમંત્રી બન્યા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.