શેરબજાર:સેન્સેક્સ 143 અંક વધ્યો, નિફ્ટી 17812 પર બંધ; એશિયન પેઈન્ટ્સ, TCSના શેર વધ્યા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, લાર્સન, બજાજ ફાઈનાન્સ, એચડીએફસીના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 143 અંક વધી 59744 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 67 અંક વધી 17812 પર બંધ રહ્યો હતો.

એશિયન પેઈન્ટ્સ, TCS, નેસ્લેના શેર વધ્યા
સેન્સેક્સ પર એશિયન પેઈન્ટ્સ, TCS, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ, ICICI બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 1.79 ટકા વધી 3576.45 પર બંધ રહ્યો હતો. TCS 1.26 ટકા વધી 3854.85 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફિનસર્વ, એમએન્ડએમ, લાર્સન, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 1.39 ટકા ઘટી 17736.00 પર બંધ રહ્યો હતો. M&M 1.31 ટકા ઘટી 828.95 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...