તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Sensex Crosses 51,000 For First Time, Nifty Crosses 15,000: Banking Stocks Top Buying

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સે પહેલીવાર 51 હજારની સપાટી વટાવી, નિફ્ટી 15 હજારને પાર; SBI, કોટક મહિન્દ્રાના શેર વધ્યા

મુંબઈ20 દિવસ પહેલા
  • એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, મારૂતિ સુઝુકી, HCL ટેકના શેર ઘટ્યા

રિઝર્વ બેન્કની મોનિટરી પોલીસી કમિટી(MPC)ની બેઠક પહેલાં શેરબજારમાં મજબૂતી તેજી જોવા મળી હતી. સેન્સેક્સે પહેલીવાર 51 હજારની સપાટી ક્રોસ કરી હતી. આ સિવાય નિફ્ટીએ પણ 15 હજારની સપાટી ક્રોસ કરી હતી. સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ 117 અંક વધીને 50731 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 28 અંક વધીને 14924 પર બંધ રહ્યો હતો.

SBI, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા
સેન્સેક્સ પર SBI, કોટક મહિન્દ્રા, ડો.રેડ્ડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. SBI 10.69 ટકા વધીને 393.05 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 3.73 ટકા વધીને 1982.55 પર બંધ રહ્યો હતો. જોકે એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, મારૂતિ સુઝુકી, HCL ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 3.30 ટકા ઘટીને 719.50 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 3.18 ટકા ઘટીને 581.25 પર બંધ રહ્યો છે.

સવારે 9.40 વાગે સેન્સેક્સ 355 પોઈન્ટ વધીને 50,969 પર વેપાર કરી રહ્યો હતો. તેમાં SBI, ઈન્ડસઈન્ડ બેન્ક સહિત ટોપ 5 વાળા શેર બેન્કિંગ શેર છે. એ જ રીતે નિફ્ટી ઈન્ડેક્સ પણ 84.70 પોઈન્ટ વધીને 14,980ની સપાટીએ વેપાર કરતો હતો. સેન્સેક્સે 21 જાન્યુઆરીએ જ 50 હજારની સપાટી ક્રોસ કરી હતી અને હવે માત્ર 15 દિવસ જેટલા ઓછા સમયમાં જ ફરી 1000 પોઈન્ટની તેજી જોવા મળી છે.

બજારમાં રેકોર્ડબ્રેક તેજીનું કારણ

  • અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડન બન્યા. રોકાણકારોને આશા છે કે ટૂંક સમયમાં જ નવા રાહત પેકેજને મંજૂરી મળશે.
  • વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)નું રોકાણ સતત ચાલુ છે. NSDLના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં અત્યારસુધી 20,236 કરોડનું રોકાણ થયું છે.
  • કોરોના મહામારી સામે મજબૂત લડાઈ. દેશમાં વેક્સિનેશન વિશે સતત પોઝિટિવ અપડેટ્સ આવી રહ્યાં છે.
  • મજબૂત સ્થાનિક સંકેતોની પણ અસર. વીજળીનો વપરાશ, મેન્યુફેક્ચરિંગ PMI ડેટા, GDPમાં રિકવરી સહિત અન્ય પોઝિટિવ આંકડાઓની અસર છે.

એક્સચેન્જ પર 62 ટકા શેરમાં વધારો
એક્સચેન્જ પર 2209 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. 1362 શેરમાં વધારો અને 750 શેરમાં ઘટાડો છે. એમાં 204 શેર એક વર્ષના સૌથી ઊંચા સ્તર પર કારોબાર કરી રહ્યો છે. રેકોર્ડ વધારાને કારણે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 201.44 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

બ્રિટાનિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત 127 અન્યનાં આજે પરિણામો આવશે
શુક્રવારે બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પંજાબ નેશનલ બેન્ક, આદિત્ય બિરલા કેપિટલ, ફ્યુચર કન્ઝ્યુમર, ફોર્ટિસ હેલ્થકેર, ગુજરાત ગેસ, ફાઈઝર, શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સહિત 12 કંપનીઓ ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો રજૂ કરશે.

વૈશ્વિક બજારોમાં ઘટાડો
શુક્રવારે વૈશ્વિક બજારોમાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.47 ટકા, જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 1.30 ટકા અને ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 0.97 ટકા ઉપર કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 0.76 ટકા અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.61 ટકા વધ્યો છે. આ પહેલાં અમેરિકાના બજારોમાં ડાઓ જોન્સ, નેસ્ડેક અને S&P 500 ઈન્ડેક્સ 1-1 ટકાથી વધુ વધારા સાથે બંધ થયા હતા. આ સિવાય યુરોપનાં બજારો ફલેટ બંધ થયાં હતાં.

ગઈકાલે પ્રથમ વખત લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 200 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ
ગુરુવારે BSEમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 200.47 લાખ કરોડ રૂપિયા રહી. બજારના અગ્રણી ઈન્ડેક્સ પણ રેકોર્ડ સ્તર પર બંધ થયા. એમાં સેન્સેક્સ 358 અંકના વધારા સાથે 50614.29 પર અને નિફ્ટી 105 અંક વધી 14895 પર બંધ થયો હતો. બજારના વધારામાં સરકારી બેન્ક અને FMCG સેક્ટરના શેર સૌથી આગળ રહ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ(NSE)ના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ કાલે નેટ 1936.74 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 768.55 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

    વધુ વાંચો