• Gujarati News
  • National
  • Senior Congress Leader Says Prime Minister Is A Land bound Leader, Has Not Forgotten His Roots Even At The Pinnacle Of Success, Everyone Should Learn From Him

હવે આઝાદે PM મોદીની પ્રશંસા કરી:વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ કહ્યું- પ્રધાનમંત્રી જમીન સાથે જોડાયેલા નેતા, સફળતાના શિખર પર પણ પોતાના મૂળ ભૂલ્યા નથી, તેમની પાસેથી સૌએ શીખવું જોઈએ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુલામ નબી આઝાદે કહ્યું કે ઘણાબધા નેતાઓમાં ઘણીબધી સારી વાતો હોય છે
  • વ્યક્તિગત રીતે અમે તેમની વિરુદ્ધ છીએ, પણ PM મોદી એવી વ્યક્તિ છે જે પોતાની હકીકતને છૂપાવતા નથી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. શ્રીનગરમાં ગુજ્જર સમુદાયના એક કાર્યક્રમમાં રાજ્યસભાના ભૂતપુર્વ સાંસદ ગુલામ નબી આઝાદે કહ્યું કે PM નરેન્દ્ર મોદી જમીન સાથે જોડાયેલા નેતા છે અને લોકોએ તેમની પાસેથી શીખવું જોઈએ કે સફળતાના શિખર પર ગયા બાદ પણ કેવી રીતે પોતાની જમીની સ્થિતિને યાદ રાખવામાં આવે છે.

રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચુકેલા ગુલામ નબી આઝાદે કહ્યું કે ઘણાબધા નેતાઓમાં ઘણીબધી સારી વાતો હોય છે. PM મોદી સાથે મારા રાજકીય મતભેદ છે, પણ હકીકતમાં તે એક જમીની વ્યક્તિ છે. હું પોતે એક ગામડાનો વ્યક્તિ છું અને મને પણ આ વાતનું ગૌરવ છે. PM મોદી કહે છે કે વાસણ ધોતા હતા, ચા વેચતા હતા.

વ્યક્તિગત રીતે અમે તેમની વિરુદ્ધ છીએ, પણ આ વ્યક્તિ પોતાની હકીકતને છૂપાવતા નથી, તેઓ હંમેશા જમીની સ્થિતિ સાથે જોડાયેલા રહે છે. જો તમે તમારી હકીકતને છૂપાવો છો તો તમે મશીની દુનિયામાં જીવી રહ્યા હોય છો. રાજ્યસભાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ આઝાદ વર્તમાન સમયમાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસ પર છે.

આંસુ બાદ હવે પ્રશંસાના પુષ્પો
રાજ્યસભામાં વિપક્ષના નેતા રહી ચુકેલા ગુલામ નબી આઝાદની વિદાય સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ભરપૂર પ્રશંસા કરી હતી. તે સમયે ગુજરાતના લોકો પર કાશ્મીરમાં થયેલા એક આતંકવાદી ઘટનાનો ઉલ્લેખ કરી PMએ આઝાદની ખૂબ જ પ્રશંસા કરી હતી. મોદી ભાવુક પણ થયા હતા અને તેમણે આ સમયે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહી ચુકેલા ગુલામ નબી આઝાદને સલામી આપી હતી. બાદમાં આઝાદ પણ ભાવુક થઈ ગયા હતા.

કોંગ્રેસ હાઈકમાનથી સીનિયર લીડર નારાજ હતા
કોંગ્રેસ હાઈકમાનની કાર્ય પ્રણાલીને લઈ ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ જેવા નેતા અનેક વખત ખુલ્લા મંચ પરથી પ્રશ્ન ઉઠાવી ચુક્યા છે. પાર્ટીથી નારાજ આ સીનિયર નેતાઓ G-23ના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો હતો, જેમાં પાર્ટીને લચાવવાની પદ્ધતિને લઈ પ્રશ્ન ઉઠાવ્યા હતા.

તેમણે નેતાઓને શનિવારે જમ્મુમાં એકજૂટ થઈ પોતાની શક્તિ દેખાડી હતી. આ નેતાઓએ રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા ગુલામ નબી આઝાદ સાથે પાર્ટી દ્વારા કરવામાં આવતા વ્યવહારને લઈ પણ નારાજગી દર્શાવી છે. ગુલામ નબી આઝાદ પાર્ટીના તે 23 નેતાઓ પૈકી એક મહત્વનો ચહેરો છે કે જે પાર્ટી નેતૃત્વને લઈ મોરચો ખોલી ચુક્યા છે.