તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Senior Congress Leader Oscar Fernandez Has Been Hospitalized For Several Days After His Death

નિધન:વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાડિસનું અવસાન, ઘણા દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વરિષ્ઠ કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાડિસનું સોમવારે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમાર હતા. 80 વર્ષના ઓસ્કર ફર્નાડિસ લાંબા સમયતી બીમાર હતા અને મંગલુર હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધન પર કોંગ્રેસ નેતા શ્રીનિવાસ બીવેએ કહ્યું કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાડીસના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. તે મહાન જ્ઞાન અને દ્રઢ સંકલ્પ ધરાવતા વ્યક્તિ હતા. તે કોંગ્રેસના સૌથી દયાળુ અને વફાદર સૈનિકોમાંથી એક હતા. ઈશ્વરના તેમના આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ઓસ્કર ફર્નાડિસ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નજીકનામાંથી એક હતા. જ્યારે યુપીએ સરકારમાં તે ટ્રાન્સપોર્ટ મંત્રી રહ્યાં હતા. હાલ તે રાજ્યસભા સાંસદ હતા. યુપીએ સરકારના બંને કાર્યકાળમાં મંત્રી રહી ચુકેલા ઓસ્કર ફર્નાડિસે લાંબા સમય સુધી ગાંધી પરિવારની સાથે કામ કર્યું હતું. રાજીવ ગાંધીના તે સંસદીય સચિવ રહી ચૂક્યા છે.

ઓસ્કર ફર્નાડિસનો જન્મ 27 માર્ચ 1941ના રોજ કર્ણાટકના ઉડુપ્પીમાં થયો હતો. 1980માં કર્ણાટકની ઉડપ્પી લોકસભા સીટમાંથી તે સંસદ તરીકે ચૂંટાયા હતા. તે પછી 1996 સુધી તે અહીંથી સતત જીતતા આવ્યા છે. 1998માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલી દીધા. ત્યારથી તે સંસદ સભ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...