• Gujarati News
  • National
  • Senior Citizens And The Disabled Should Be Vaccinated Near Home So That They Do Not Have To Travel Far.

વેક્સિનેશન માટે નવી ગાઇડલાઇન્સ:સિનિયર સિટિઝન અને દિવ્યાંગોને ઘરની પાસે વેક્સિન લગાડવામાં આવે, જેથી તેમને વધુ દૂર ન જવું પડે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેક્સિનેશન માટે સરકારે નવી ગાઇડલાઈન્સ જાહેર કરી છે, જેમાં સીનિયર સિટિજન્સ અને દિવ્યાંગોને સગવડ આપવામાં આવી છે. કોવિડ વેક્સિનેશન માટે બનેલા એક્સપર્ટ ગ્રુપ (NEGVAC)એ કેન્દ્રને રિકમન્ડેશન મોકલ્યું હતું કે 60થી ઉપર આયુવાળા, બીમારીથી પરેશાન અને દિવ્યાંગ લોકોને ઘરની પાસે જ વેક્સિન લગાડવામાં આવે, જેથી તેમને દૂર ન જવું પડે. સરકારે આ રિકમન્ડેશનને મંજૂર કરી લીધું છે.

રિકમન્ડેશન મુજબ જો 60 વર્ષની ઉપરની વ્યક્તિને વેક્સિનનો એક ડોઝ લગાડવામાં આવ્યો હોય પછી કોઈ ડોઝ ન લાગ્યો હોય તો તેમના ઘરની નજીક તેમને વેક્સિનેટ કરવામાં આવે. આ ઉપરાંત એવા લોકો જેઓ બીમારીને કારણે પથારીવશ છે કે તે લોકો જેઓ દિવ્યાંગ હોવાને કારણે ચાલવા-ફરવામાં અસમર્થ છે તો તેમને પણ ઘરની નજીક જ વેક્સિન લગાડવામાં આવશે. કેન્દ્રએ આ ગાઇડલાઈન્સ તમામ રાજ્યોને મોકલી દીધી છે.

દેશમાં હાલ સિનિયર સિટિઝન્સને પણ સામાન્ય લોકોની જેમ જ વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન લેવી પડે છે.
દેશમાં હાલ સિનિયર સિટિઝન્સને પણ સામાન્ય લોકોની જેમ જ વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન લેવી પડે છે.
દિવ્યાંગોને વેક્સિનેશન માટે પણ અલગ સેન્ટર નક્કી નથી કરવામાં આવ્યાં. તેમને અન્ય લોકોની જેમ જ વેક્સિનેશન સેન્ટર પર જઈને રાહ જોવી પડે છે.
દિવ્યાંગોને વેક્સિનેશન માટે પણ અલગ સેન્ટર નક્કી નથી કરવામાં આવ્યાં. તેમને અન્ય લોકોની જેમ જ વેક્સિનેશન સેન્ટર પર જઈને રાહ જોવી પડે છે.

કઈ રીતે થશે 60+ અને દિવ્યાંગોનું વેક્સિનેશન

  • ગાઇડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે એવા લોકોને વેક્સિનેશન માટે ઘરની પાસે જ નોન-હેલ્થ ફેસિલિટીમાં પણ વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવે. આ સેન્ટર્સ કોમ્યુનિટી એરિયા, પંચાયત ઘર,સ્કૂલ અને ઓલ્ડ એજ હોમમાં બનાવી શકાય છે.
  • એવા લોકોની વસ્તીની દૃષ્ટિએ ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ અને રૂરલ ટાસ્ક ફોર્સ નિયર ટુ હોમ કોવિડ વેક્સિનેશન સેન્ટર્સ (NHCVC) લોકેશનની ઓળખ કરે. એવું કરવાથી જે વૃદ્ધો અને દિવ્યાંગોના વેક્સિનેશનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે તે પૂરું થઈ શકે.
  • આ વેક્સિનેશન ડ્રાઈવ દરમિયાન વેક્સિનનો ઓછામાં ઓછો બગાડ થાય. આ સાથે સ જ સ્વાસ્થ્ય કેન્દ્રો અને કોવિડ વેક્સિન સેન્ટર્સ (CVC) જેવી જગ્યાઓ પર પહેલાંથી ચાલી રહેલા વેક્સિનેશન પર અસર ન પડે.
  • NHCVCને CVC સાથે લિંક કરવામાં આવે. CVC ઈન્ચાર્જ કોવિડ વેક્સિન, સંસાધન અને મેનપાવરની સગવડ કરાવવા માટે જવાબદાર રહેશે.
  • NHCVC લોકેશન સામુદાયિક સમૂહ દ્વારા પહેલાંથી નક્કી કરવામાં આવે. આ તમામ લોકેશનને કોવિન એપ પર NHCVC તરીકે રજિસ્ટ્રેશન થવું જોઈએ.
  • ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ અને રૂરલ ટાસ્કફોર્સ NHCVC પર વેક્સિનેશનની યોજના બનાવવા અને તેને સફળ બનાવવાની જવાબદારી રહેશે. આ બંને ફોર્સ જગ્યા અને જરૂરિયાત મુજબથી પ્લાનમાં ફેરફાર કરી શકે છે.