4 ઓગસ્ટ સુધી EDની કસ્ટડીમાં રાઉત:કોર્ટે કહ્યું- રાતે 10 વાગ્યા પછી પૂછપરછ ન કરતા, તેઓ હાર્ટના પેશન્ટ; દવાનું પણ ધ્યાન રાખવું

8 દિવસ પહેલા

પાત્રા ચોલ કૌભાંડમાં પકડવામાં આવેલા શિવસેનાના નેતા સંજય રાઉતને સોમવારે PMLA કોર્ટે 4 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડ પર મોકલી દીધા છે. કોર્ટે કહ્યું છે કે, ઈડીએ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એજન્સી રાતના 10 વાગ્યા રછી સંજય રાઉતની પૂછપરછ નહીં કરે. સંજય રાઉતને તેમના વકિલને મળવાની છૂટ આપવી જોઈએ. તે ઉપરાંત તેમને દવાઓ પણ સમયસર આપવી જોઈએ, તેમને હાર્ટની બીમારી છે.

EDએ કોર્ટ સમક્ષ 8 દિવસની કસ્ટડી માગી હતી. EDએ કોર્ટમાં કહ્યું કે અમે 3 વખત સમન મોકલ્યા, પરંતુ રાઉત જાણીજોઈને હાજર ન થયા. આ મામલે જોડાયેલાં પુરાવાઓ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.

ઉદ્ધવ ઠાકરેએ સંજય રાઉતની ધરપકડને ખોટી ગણાવી છે. ઠાકરેએ કહ્યું મને સંજય રાઉત પર ગર્વ છે. આજે સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવનારને જેલ મોકલવામાં આવી રહ્યાં છે. બંધારણને તોડી-મરોડવામાં આવે છે. ઉદ્ધવે કહ્યું- મને મરવું પસંદ છે, પણ ઝુકીશ નહીં.

મોડી રાત્રે રાઉતની ધરપકડ, મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પ્રદર્શન
બુધવારે સાડા છ કલાકની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ રવિવારે સાંજે સાડા પાંચ વાગ્યે પણ રાઉતને EDએ બોલાવ્યા. 6 કલાક પૂછપરછ પછી મોડી રાત્ર 12 વાગ્યે રાઉતની ધરપકડ કરવામાં આવી. રાઉતની ધરપકડ પછી તેમના ભાઈ સુનીલ રાઉતે કહ્યું કે ખોટી રીતે તેમની ધરપકડ કરવામાં આવી છે. અમને ધરપકડને લઈને કોઈ જ કાગળ દેખાડવામાં નથી આવ્યા. રાઉતની ધરપકડના વિરોધમાં મહારાષ્ટ્રના પુણે, પિંપરી ચિંચવાડ, નાગપુર અને જલગાંવમાં શિવસેનાના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યા.

સંજય રાઉતની ધરપકડના વિરોધમાં પુણે, પિંપરી ચિંચવાડ, નાગપુર અને જલગાંવમાં શિવસેનાના કાર્યકર્તાઓએ વિરોધપ્રદર્શન કર્યું છે.
સંજય રાઉતની ધરપકડના વિરોધમાં પુણે, પિંપરી ચિંચવાડ, નાગપુર અને જલગાંવમાં શિવસેનાના કાર્યકર્તાઓએ વિરોધપ્રદર્શન કર્યું છે.

EDએ રાઉતને કેશ, ફ્લેટ અને લેવડદેવડ પર સવાલ કર્યા, જવાબ મળ્યો- યાદ નથી
EDના અપર ડાયરેક્ટર સત્યવ્રત કુમારે રવિવારે રાઉતની પૂછપરછ કરી. છેલ્લી 2 કલાકની પૂછપરછમાં પાત્રા ચોલના FSI કૌભાંડથી કમાવવામાં આવેલી મની ટ્રેલ અંગે પૂછ્યું. રાઉતે ઘરમાંથી મળેલા 11.5 લાખ કેશ,અલીબાગ અને દાદર ફ્લેટના ફાયનાન્સિયલ ટ્રાંઝેક્શન અને પૈસા પરત કરવા અંગે પણ જાણકારી માગી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રવિવારની પૂછપરછમાં રાઉતે કેટલાંક સવાલોના જવાબમાં એવું કહ્યું કે નથી કે પછી એવા જવાબ આપ્યા કે યાદ નથી, પરંતુ જે જાણકારી તેમને આપી તેનાથી EDના અધિકારી સંતુષ્ટ નથી.

EDની કાર્યવાહી વચ્ચે બે મોટાં નિવેદન
1. ઉદ્ધવ ઠાકરે-
આ બધું ષડયંત્ર શરમને નેવે મૂકીને ચાલી રહ્યું છે. આ દબાવવાની નીતિ છે. હિન્દુત્વને લઈને જો કોઈમાં બોલવાની હિંમત હતી તો તે બાળાસાહેબ ઠાકરેમાં હતી.

2. સંજય રાઉત- હું કોઈ કૌભાંડમાં સામેલ નથી. EDએ ખોટી સૂચનાથી કાર્યવાહી કરી છે. હું દિવંગત બાળાસાહેબના સોગંદ ખાઉં છું કે કોઈ કૌભાંડ સાથે મારે સંબંધ નથી. હું મરી જઈશ, પણ સરન્ડર નહીં કરું, શિવસેનાને નહીં છોડું કે ઝૂકીશ પણ નહીં.

બુધવારની ED એક્શનના 4 પોઇન્ટ

  • EDની ટીમ સવારે 7 વાગ્યે રાઉતના ભાંડુપ સ્થિત ઘરે પહોંચી હતી. ટીમમાં 5 અધિકારી સામેલ હતા.
  • ટીમે અંદાજે 9 વાગ્યા સુધી ઘરમાં તપાસ કરી હતી. સાંજે 5.30 વાગ્યે રાઉતને કસ્ટડીમાં લીધા હતા.
  • ઘરેથી નીકળીને સૌથી પહેલા રાઉતની માતાએ આરતી ઉતારી હતી. રાઉતે ભગવો ગમછો લહેરાવી સમર્થકોનું સ્વાગત કર્યું.
  • સાંજે 7 વાગ્યે રાઉતના વકીલે દાવો કર્યો કે રાઉતને કસ્ટડીમાં નથી રાખ્યા. તેમની નોટિસ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે.
ED ઓફિસ જતા પહેલા સંજય રાઉત માતાને ભેટી પડ્યા હતા.
ED ઓફિસ જતા પહેલા સંજય રાઉત માતાને ભેટી પડ્યા હતા.

રાઉતની 11 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે
આ કેસ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા પાત્રા ચોલ સાથે જોડાયેલો છે, જે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં આવે છે. એમાં અંદાજે 1034 કરોડની ગરબડ કરવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની 9 કરોડની અને પત્ની વર્ષાની 2 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

પાત્રા ચોલ કેસમાં ફેબ્રુઆરીમાં રાઉતના પત્ની વર્ષાની પણ પૂછપરછ થઈ હતી.
પાત્રા ચોલ કેસમાં ફેબ્રુઆરીમાં રાઉતના પત્ની વર્ષાની પણ પૂછપરછ થઈ હતી.

આરોપ છે કે રિયલ એસ્ટેટ કારોબારી પ્રવીણ રાઉતે પાત્રા ચોલમાં રહેતા લોકો સાથે છેતરપિંડી કરી હતી. એક કન્સ્ટ્રક્શન કંપનીને આ જગ્યાએ 3000 ફ્લેટ બનાવવાનું કામ સોંપાયું હતું, જેમાંથી 672 ફ્લેટ ત્યાં પહેલેથી જ રહેતા લોકોને આપવાના હતા, બાકીના MHADA અને અન્ય કંપનીઓને આપવાના હતા, પરંતુ વર્ષ 2011માં આ વિશાળ જગ્યાનો કેટલોક ભાગ બીજા બિલ્ડરોને વેચી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...