• Gujarati News
  • National
  • Seeing The Third Wave, The Government's Order, Doctors Also Began To Face The Crisis Of The Epidemic.

દિલ્હીમાં કોરોનાના દર્દીઓ માટે 40% બેડ રિઝર્વ:ત્રીજી લહેરને જોતા સરકારનો આદેશ, ડોકટર્સ પણ મહામારી ચપેટમાં આવતા ઊભું થવા લાગ્યું સંકટ

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
અત્યાર સુધીમાં AIIMSના 50 અને સફદરજંગ હોસ્પિટલના 26 ડોકટર કોરોના પોઝિટિવ થયા છે (ફાઈલ) - Divya Bhaskar
અત્યાર સુધીમાં AIIMSના 50 અને સફદરજંગ હોસ્પિટલના 26 ડોકટર કોરોના પોઝિટિવ થયા છે (ફાઈલ)

દિલ્હીમાં 50 બેડથી વધુની ક્ષમતાવાળી તમામ પ્રાઈવેટ હોસ્પિટલ્સને 40% બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ કરવાનું કહેવામાં આવ્યું છે. દિલ્હી સરકારે મંગળવારે આ અંગે આદેશ જાહેર કર્યા છે. તો કોરોના મહામારીનો સામનો કરી રહેલા દિલ્હીમાં ડોકટર્સનું પણ સંકટ ઊભું થવા લાગ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે- અત્યાર સુધીમાં AIIMSના 50 અને સફદરજંગ હોસ્પિટલના 26 ડોકટર કોરોના પોઝિટિવ થયા છે. થોડો સમય પહેલાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 38 ડોકટર્સ સહિત 45 હેલ્થ વર્કર્સ કોરોના સંક્રમણની ચપેટમાં આવ્યા હતા.

રાજધાનીમાં વીકેન્ડ કર્ફ્યૂ લગાડવામાં આવ્યું
દિલ્હીમાં વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના ખતરાંને જોતા વીકેન્ડ કર્ફ્યૂ લગાવી દેવાયું છે. શનિવાર અને રવિવારે દિલ્હી સંપૂર્ણપણે બંધ રહેશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું કે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

તેઓએ જણાવ્યું કે જરૂરી સેવાઓને છોડીને તમામ સરકારી ઓફિસમાં કર્મચારીઓના ઘરેથી કામ કરવાનું કહેવામાં આવશે. તો પ્રાઈવેટ ઓફિસ 50% કેપિસિટીની સાથે કામ કરશે.

પોઝિટિવિટી રેટ વધવાને કારણે લેવાયો નિર્ણય
દિલ્હીના ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) મુજબ 5%થી વધુ પોઝિટિવિટી રેટ રેડ એલર્ટની કેટેગરીમાં આવે છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ હાલ 8.7 છે જે મે પછી સૌથી વધુ છે.

સિસોદિયાએ કહ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના કેસ રોજ વધી રહ્યાં છે. છેલ્લાં 8થી 10 દિવસમાં લગભગ 11,000 કોરોના કેસ મળ્યા હતા. જેમાંથી લગભગ 350 પેશન્ટ્સ હોસ્પિટલમાં દાખલ છે. તો 124 પેશન્ટ્સને જ ઓક્સિજનની જરૂર પડી છે. 7 પેશેન્ટ્સ હજુ પણ વેન્ટિલેટર પર છે.

પ્રતિબંધો વધી શકે છે
દિલ્હીના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને કહ્યું કે રાજધાનીમાં કોરોનાના વધતા કેસના કારણે ઓમિક્રોન છે. દિલ્હીમાં મંગળવારે 5481 નવા કોરોનાના કેસ મળ્યાં છે અને 3 પેશન્ટના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા પેશેન્ટ્સની સંખ્યા વધવાને કારણે વધુ પ્રતિબંધ લાગી શકે છે.

પબ્લિક ટ્રાંસપોર્ટ પૂરી ક્ષમતા સાથે ચાલશે
સિસોદિયાએ જણાવ્યું કે દિલ્હીમાં બસ અને મેટ્રો ફરી પૂરી ક્ષમતાની સાથે ચાલશે, પરંતુ બસ અને મેટ્રોમાં માસ્ક વગર લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે. ગત મહિને જ મેટ્રો અને બસને 50% કેપિસિટીની સાથે ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.

જે બાદ સ્ટેશન અને બસ સ્ટોપની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી તેમજ જનતાને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારમાં બસોમાં તોડફોડના સમાચાર પણ સામે આવ્યા. સીટ પર બેસવાને લઈને પણ અફરાતફરી જોવા મળી.

અન્ય સમાચારો પણ છે...