વૈષ્ણોદેવીમાં ઋતુની પહેલી હિમવર્ષા:માતાના દરબારમાં હિમવર્ષા જોઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ

22 દિવસ પહેલા

ત્રિકુટ પર્વત પર માતા વૈષ્ણોદેવીના દરબાર સહિત ભૈરવ ઘાટમાં શુક્રવારની સવારે હિમવર્ષા થતી જોવા મળી. આ હિમવર્ષાને જોઈને ત્યાં આવેલા શ્રદ્ધાળુઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સમયે શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે પ્રશાસને બધી જ તૈયારીઓ કરેલી છે. આ ઉપરાંત સોનમર્ગ, ગુલમર્ગ, પહલગામ અને કાશ્મીરના અન્ય પહાડી વિસ્તારોમાં પણ બરફ પડી રહ્યો છે. માતા વૈષ્ણો દેવી સાઇન બોર્ડ દ્વારા યાત્રા માર્ગ પર જામેલા બરફને હટાવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. તેમજ જામેલા બરફને દૂર કરવાના નિરંતર પ્રયાસો ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...