તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Seeing The Ruab Of Naxals, He Became A Naxalite, Left A Gun After Falling In Love With A 10th Standard Student, Returned To The Village At The Age Of 15

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:નક્સલીઓનો રુઆબ જોઇને નક્સલી બન્યો, 10મા ધોરણની વિદ્યાર્થિની સાથે પ્રેમ બાદ બંદૂક છોડી, 15 વર્ષે ગામમાં પાછો ફર્યો

અંબિકાપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છત્તીસગઢમાં નક્સલી કમાન્ડર 4 વખત ઇશ્કમાં હાર્યો, છેવટે પ્રેમ પાંગર્યો તો સરેન્ડર કરી લીધું

અત્યાચારનો શિકાર બનેલા લોકો નક્સલી બન્યાની દાસ્તાં અખબારોથી માંડીને ફિલ્મોમાં ઘણીવાર સામે આવે છે પણ છત્તીસગઢના બલરામપુર જિલ્લાના ચલગલી વિસ્તારમાં ભયનું બીજું નામ બની ચૂકેલા નક્સલી ઝોનલ કમાન્ડર સીતારામની કહાની એવા માણસ તરીકે સામે આવી કે જે પ્રેમમાં ઘણીવાર નિષ્ફળ રહ્યો.

તે નક્સલી બન્યો એ પાછળનું કારણ જાણવા ભાસ્કરની ટીમ તેના ગામ બાદા ખાતે પહોંચી. પોલીસને કે અધિકારીઓને ગામમાં જ્યારે પણ કામ હોય ત્યારે તેમની મદદ માટે સૌથી પહેલાં સીતારામ આગળ આવતો. આવા માહોલ છતાં પરિણીત અને પિતા બની ચૂકેલા સીતારામે હથિયાર ઊઠાવી લીધા. તેની પાંચમી પ્રેમિકા-પત્ની અને ભાઇ શ્રીરામે બાળપણમાં શાલીન રહેલો સીતારામ નક્સલી બન્યાની અને 15 વર્ષ બાદ ગામમાં પાછો ફર્યાની પૂરી કહાની વર્ણવી...

સીતારામને જીવનમાં પાંચ યુવતીઓ સાથે પ્રેમ થયો. પહેલી બેવફા નીકળી. બીજીએ સીતારામ વિરુદ્ધ નક્સલીઓની કાનભંભેરણી કરી. ત્યારે સીતારામને લોકઅદાલતમાં બોલાવાયો હતો, જ્યાં તેણે નક્સલીઓનો દબદબો જોયો. તેનાથી પ્રભાવિત થઇને તે નક્સલી બની બેઠો. બીજી પ્રેમિકા સાથે સંબંધ તૂટતાં બીજી બે યુવતીઓ સાથે મનમેળ થયો પરંતુ તે બંને પણ બેવફા નીકળી. પ્રેમમાં નિષ્ફળ જતાં ગળાફાંસો ખાઇ લીધો હતો.

સદનસીબે તે સમયે જ તેના ભાઇએ ત્યાં પહોંચીને તેને બચાવી લીધો. પછી ધાડના આરોપસર જેલમાં ગયો. જામીન પર પાછો ફર્યો તો એક સ્કૂલ સ્ટુડન્ટને દિલ દઇ બેઠો. બંને એકબીજાના પ્રેમમાં હતા તે દરમિયાન વિદ્યાર્થિનીને સીતારામ નક્સલી હોવાનું માલૂમ પડતાં તેને લાગ્યું કે સીતારામના કારણે આતંક વધશે અને લોકોનો જીવ જશે.

સીતારામ પોતે પણ પોલીસની ગોળીનો શિકાર બની શકે છે. આ કારણોથી તેણે સીતારામને કહ્યું કે તમારે મારી અને બંદૂકમાંથી કોઇ એકની પસંદગી કરવી પડશે. આ સાંભળી સીતારામે તેની બંદૂક સાથીને આપી દીધી. તેની પાસેથી બે હજાર રૂપિયા લઇને ગામ જવાના બહાને પ્રેમિકા સાથે આસામ જતો રહ્યો. ત્યાં 2 વર્ષ રહ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા અને નામ બદલીને રહેવા લાગ્યા. સીતારામ જ્યાં શાકભાજી વેચતો હતો ત્યાં મકાન બનાવી લીધું.

અચાનક લૉકડાઉન થતાં 15 વર્ષ બાદ તેને ઘર યાદ આવ્યું. તેણે ટપાલ દ્વારા ઘરે ફોન નંબર મોકલ્યો. પરિવારજનોએ ફોન કર્યો તો કોઇ અસમિયા ભાષામાં બોલતું હતું. પછી તે તૂટી-ફૂટી હિન્દીમાં પોતે સીતારામ હોવાનું કહેવા લાગ્યો. તેના પર એક મહિના પછી ભરોસો થયો. ત્યાર બાદ મેં પોલીસને અને સરકારને સીતારામ વિશે જણાવ્યું. તેણે આસામથી આવીને સરેન્ડર કર્યું.

સરેન્ડર કરી ચૂકેલા સીતારામનો પુત્ર વિંગ કમાન્ડર બનવા ઇચ્છે છે
શ્રીરામનું કહેવું છે કે સીતારામ 15 વર્ષથી લાપતા હતો. અમે તેના પ્રતિકાત્મક અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. તે આસામ ગયો તો ત્યાં તેની પ્રેમિકા પત્નીએ 2006માં એક બાળકને જન્મ આપ્યો. તે આસામમાં જ 9મા ધોરણમાં ભણે છે અને હાલ તેની માતા સાથે પહેલીવાર ગામમાં આવ્યો છે. તેની માતાએ જણાવ્યું કે તે એનસીસી કેડેટ બની ગયો છે અને એરફોર્સમાં વિંગ કમાન્ડર બનવા માગે છે. તેને ખબર નથી કે તેના પિતા નક્સલી કમાન્ડર રહી ચૂક્યા છે. સીતારામની પહેલી પત્નીનો પુત્ર પણ છે, જે 29 વર્ષનો થઇ ચૂક્યો છે અને તેના લગ્ન થવાના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો