માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં, દેશભરમાં યોગી મોડલની ચર્ચા છે. મધ્યપ્રદેશ સરકારે થોડા મહિના પહેલા યોગી મોડલ પર બુલડોઝર વિચાર અપનાવ્યો હતો. બુલડોઝરનો વિચાર એ છે કે જે કોઈ પણ ગુનો કરે છે તો તેના ઘર પર બુલડોઝર ફેરવી દેવુ.
જો કે કાયદાકીય ગડમથલમાં જઈએ તો આના પર અલગ પ્રકારનો વિવાદ છે, પરંતુ યોગી મોડલ તો બુલડોઝર સુધી જ મર્યાદિત નથી. ગુનેગારોના પોસ્ટરો ચાર રસ્તા પર લગાવવા, તેમની સામે કડક પગલાં લેવા, જેવા સાથે તેવા જેવો વ્યવહાર કરવો, આવા ઘણા ઉપાયો આમાં શામેલ છે.
અહીં ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે તાજેતરમાં જ એટલે કે છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ કર્ણાટકમાં સતત ત્રણ હત્યાઓ થઈ છે. નવાઈની વાત એ છે કે આ હત્યાઓની રીત લગભગ એક સમાન છે. બાઇક અથવા કારમાં સવાર ત્રણથી ચાર યુવકો આવીને ઘાતકી હત્યા કરીને ભાગી જાય છે. આ બધુ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું હોવાની આશંકા છે.
પોપ્યુલર ફ્રન્ટ વાસ્તવમાં એક ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠન છે જે 2006માં અસ્તિત્વમાં આવ્યું હતું. કર્ણાટક સરકાર અને ત્યાંનાં મુખ્યમંત્રી કહે છે કે અમારું રાજ્ય પ્રગતિશીલ રાજ્ય છે, પરંતુ જો હત્યાનો આ સિલસિલો ચાલુ રહેશે તો અમે યોગી મોડલ અપનાવવામાં અચકાશું નહીં.
ઉલટાનું સરકાર કહી રહી છે કે અમે યોગી મોડલથી પણ ચાર ડગલાં આગળ વધી શકીએ છીએ. ગુરુવારે સાંજે એક મુસ્લિમ યુવકની તેની દુકાન સામે હત્યા કરી હુમલાખોરો ભાગી ગયા હતા. આ મુસ્લિમ યુવક પોલીસનો એક બાતમીદાર હોવાનું જાણવા મળી રહ્યું છે કદાચ એટલે જ એની હત્યા થઈ હશે!
આના બે દિવસ પહેલા ભાજપ યુવા મોરચાના નેતા નટ્ટારુની કુહાડી વડે હત્યા કરવામાં આવી હતી. આ વિસ્તારના ભાજપના કાર્યકરોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ સતત રાજીનામા આપી રહ્યા છે. તેઓ કહે છે કે રાજ્યમાં અમારી પોતાની સરકાર છે અને અમારા જ નેતાઓ અને કાર્યકરોની સતત હત્યાઓ થઈ રહી છે. કોઈ નેતા, કોઈ મંત્રી પણ અવાજ ઉઠાવતા નથી.
જો કે હત્યાનું આ સિલસિલો બંધ થવો જોઈએ. સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ સ્વરૂપમાં હિંસા સહન કરવામાં આવશે નહીં. કાયદાનું શાસન સ્થાપિત થવું જોઈએ, મોડલ ભલે ગમે તે હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.