• Gujarati News
  • National
  • Seeing Our Digital Strength, The G 20 Countries Including America Are Impressed, Now India Will Also Make The Agenda Of The Whole World

ભાસ્કર ઈન્ટરવ્યૂ:આપણી ડિજિટલ તાકાત જોઈને અમેરિકા સહિતના જી-20 દેશ પ્રભાવિત, હવે સમગ્ર દુનિયાનો એજન્ડા પણ ભારત બનાવશે

ઉદયપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 50 શહેરમાં 198 બેઠક થશે, જી-20ની કમાન સંભાળનાર અમિતાભ કાંત સાથે વાતચીત

ભારતને પહેલી વાર G-20ની અધ્યક્ષતા મળી અને શેરપાઓની પહેલી બેઠક ઉદયપુરમાં સફળતાપૂર્વક યોજાઈ. 50 શહેરમાં 198 બેઠક યોજાશે. તેની જવાબદારી અમિતાભ કાંત પર છે. ભાસ્કરે તેમની સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે અમે ડિજિટલ ટ્રાન્સમિશન ઑફ ઇન્ડિયાનું પ્રેઝન્ટેશન આપ્યું તો અમેરિકા સહિત દરેક જી-20 દેશ અને વિશેષ આમંત્રિત દેશો પણ દંગ રહી ગયા હતા. તેઓ રોડમેપ પૂછી રહ્યા છે. અત્યાર સુધી દુનિયા એજન્ડા તૈયાર કરતી હતી હવે ભારત કરશે.

ગ્લોબલ એજન્ડા પર સહમતિ મુશ્કેલ, પરંતુ અમારી પાસે પડકારોને તકમાં બદલવાની ક્ષમતા

  • જી-20ની અધ્યક્ષતા મળી છે. આગામી 1 વર્ષ માટે ભારતને કઇ દૃષ્ટિએ જુઓ છો?
  • અત્યાર સુધી દુનિયા એજન્ડા તૈયાર કરતી હતી અને ભારત રિમાર્ક કરતું હતું. હવે ભારત (PM મોદી) એજન્ડા તૈયાર કરશે અને દુનિયા રિમાર્ક કરશે. આ મોટો બદલાવ છે. ઇન્ડિયાનું નેરેટિવ વૉઇસ ઑફ ડેવલપિંગ સાઉથ બનશે. રાજસ્થાન સહિત ડિજિટલ ઇન્ડિયાને સમગ્ર ભારતમાં પ્રોત્સાહન મળ્યું છે. ડિજિટલ ટ્રાન્સમિશન ઑફ ઇન્ડિયાનું પ્રેઝન્ટેશન આપ્યું તો જી-20 દેશ સહિતના આમંત્રિત દેશો પણ ચોંકી ગયા હતા. હવે તેઓ આ પ્લાનને ત્યાં પણ અમલી બનાવવા માટે આતુર છે. અમારી પાસે રોડમેપ માંગે છે. ભારત કઇ રીતે ફાર્મસી ઑફ વર્લ્ડ, વેક્સિન કેમ્પન ઑફ વર્લ્ડ તરીકે ઊભર્યું છે તે દરેક જાણે છે.
  • જી-20ના લોકો કમળ પર સવાલ ઉઠાવે છે? કહેવાય છે કે ભાજપ પોતાનો પ્રચાર કરે છે?
  • મોબાઇલમાં ફોટો દર્શાવતા કહ્યું કે, જુઓ, કમળ તો 1968માં 20 પૈસાના સિક્કા પર પણ હતું. તે પહેલાંથી જ છે. તે ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. ધ્યેયનું વાક્ય - એક પૃથ્વી, એક પરિવાર અને એક ભવિષ્ય છે. બ્રહ્માંડ એક છે, પરંતુ કોઇ જન્મ લઇને યુરોપિયન તો કોઇ રશિયન બન્યું. ભૌગોલિક સ્થિતિ અલગ હોય શકે, પરંતુ વિવિધતામાં એકતા છે. અમે પણ તેને જ અનુસરીએ છીએ.
  • ભારતે જી-20નો ગ્લોબલ એજન્ડા તૈયાર કરવાનો છે, શું દરેક સભ્ય સહમત થશે?
  • ખૂબ મુશ્કેલ કામ છે, પરંતુ અસંભવ નથી. પડકારો એ છે કે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્વ ચાલી રહ્યું છે, ગ્લોબલ સપ્લાય ચેન તૂટી છે, કોવિડ બાદ કેટલીક સમસ્યા છે. તેમ છતાં ભારત પાસે આ પડકારોને તકમાં બદલવાની ક્ષમતા છે.
અન્ય સમાચારો પણ છે...